તમારે 12 થી 14 કલાક કામ કરવું પડત, જો ડૉ. બાબાસાહેબ ના હોત તો. જાણો. કેવી રીતે?

ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા વિના ભારતમાં મજૂર દિવસ અધુરો છે. ભારતમાં સાચા અર્થમાં કોઈએ મજૂરોના હકોનું રક્ષણ કર્યું હોય તો એ બીજું કોઈ નહીં પરંતુ આધુનિક ભારતના નિર્માતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર હતા.
બાબાસાહેબ આંબેડકર ભારતમાં મજૂરોના સાચા રક્ષક હતા.
તેઓ ભારતમાં 8 કલાક કામનો નિયમ લાવ્યા હતા અને કામના સમયને 14 કલાકથી 8 કલાકમાં બદલીને ભારતના કામદારો માટે પ્રકાશરૂપ બન્યા હતા. આ નિર્ણય નવેમ્બર 27, 1942માં નવી દિલ્હી ખાતે ભારતીય મજૂર પરિષદના ૭માં અધિવેશનમાં અમલમાં આવ્યો હતો.
ભારતીય મજદૂર અધિવેશન કે જેમાં રાજ્ય તેમજ કેન્દ્ર ના પ્રતિનિધિઓ, મહત્વના પદાધિકારીઓ અને કર્મચારીઓ સંઘના સભ્યોએ એક અઠવાડિયામાં ૪૮ કલાકના નિયમને સમર્થન આપ્યું હતું.

તે સમયે બાબાસાહેબે પોતાના ભાષણમાં કીધું હતું કે,
“વર્તમાન સમય આ વિષય પર સવાલ કરવા માટે એક યોગ્ય તક છે કારણ કે ફેકટરી કામદારોને રાહત આપવાની જરૂર છે. તદુપરાંત, કામનો ટૂંકો સમય વધારે રોજગાર પુરી પાડશે. આ સાથે જ મેમોરેન્ડમમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જ્યાં સુધી મોંઘવારીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી કામના કલાકમાં ઘટાડા સિવાય મૂળભૂત વેતન કે મોંઘવારી ભથ્થામાં કોઈ ઘટાડો થવો જોઈએ નહીં.”
સાથે સાથે જ બાબાસાહેબે મજૂરો સંબંધિત અન્ય કાયદાઓના ઘડતરમાં પોતાનો ફાળો આપ્યો હતો,
● મહિલાઓ મજૂરો માટે વિશેષ કાયદા
● પ્રસુતિ લાભ અધિનિયમ
● મહિલા મજૂર વેલફેર ફંડ
● મહિલા મજૂરો માટે પ્રસુતિ લાભ,
● ભારતીય ફેકટરી અધિનિયમ
● મહિલા અને બાળ – લેબર પ્રોટેક્શન એકટ
● સ્વાસ્થ્ય વીમા સ્કીમ
● પ્રોવિડન્ટ ફન્ડ અધિનિયમ
● ન્યૂનતમ વેતન અધિનિયમ
● Employee State Insurance
● National Employment Agency (Employment Exchange)
● Indian Statastical Law in 1942
● Indian Trade Unions Amandment Bill
– કુંદન બૌદ્ધ