૧૦/૧૪ – મોદીભક્ત v/s આંબેડકરવાદી

Wjatsapp
Telegram

૧૦ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી

મોદીભક્ત Vs. આંબેડકરવાદી

ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી હતી. દર વર્ષે ડૉ. બાબાસાહેબના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી, ફટાકડા, ડીજે, જાહેર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવે છે. પણ આ વર્ષે કોરોનાને લીધે ઘરમાં રહીને જ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવવાનું નક્કી થયું. આંબેડકવાદીઓએ આખા ભારતમાં શિસ્તમાં રહીને જન્મદિવસ ઉજવ્યો. ઘર શણગાર્યું, રંગોળી કરી, નવા કપડાં પહેર્યા, મીણબત્તી દિવા કર્યા, કેટલાકે કેક કાપી તો કેટલાકે નવું નવું જમવાનું બનાવ્યું, કેટલાકે પુસ્તકો અને જમવાનું દાન કર્યું, પણ કુલ મળીને શાંતિપૂર્ણ રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉજવી.

અને સામે પક્ષે,
મોદીભક્તોએ,
બે વાર,
એક વાર થાળી અને બીજી વાર દિવા,
રેલીઓ, સરઘસો કાઢીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું.
લોકડાઉન, ૧૪૪ નો ભંગ કર્યો,
પોતાના અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં મૂક્યું.

આ પરથી સાબિત થાય છે કે અસલી પછાત તો મોદીભક્તો છે. જે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા અને ટોળું બનાવીને ગમે તેમ વર્તે છે. જે દેશમાં રહે છે, જે દેશનું દિવસ રાત ખાય છે, તે દેશની જ ચિંતા નથી કરતા અને કોરોના જાણે એમનો સગો હોય એમ ટોળા બનાવી નીકળી પડે છે.

મોદીજીને કોઈ જાણ કરજો કે સત્તાના દુરૂપયોગથી તમે ઘેટાઓ ભેગા કરી શકો, નવા ઘેટાં બનાવી શકો, પણ જાગૃત, સમજુ નાગરિક બનાવવા હોય તો બાબાસાહેબ બનવું પડે. એ RSS ની શાખામાં ક્યારેય નથી શીખવાડતા એટલે તમારી હેસિયત બહારની વાત છે.

મોદીજીને જેમ વરેઘડીએ તમાશા કરવાની ટેવ છે તેમ તેમના ભક્તોને પણ તમાશા કરવાની ટેવ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અંતે,
હું સૌ આંબેડકરવાદીઓનો દિલથી આભાર માનું કે તેમણે જબરજસ્ત સ્વયંશિસ્ત દાખવી બાબાસાહેબની જન્મજયંતી ઉજવી બતાવી અને અન્ધભક્તોને એક જોરદાર તમાચો માર્યો. ઈતિહાસમાં આ એક દિવસ પણ નોંધાશે.

કૌશિક શરૂઆત
જય ભીમ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.