114 – તમારી બધી ઊર્જા ફક્ત કોઈને નફરત કરવામાં ના ખર્ચશો કોઈને પ્રેમ પણ કરજો

Wjatsapp
Telegram

આજે ૧૧૪ મો દિવસ
૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦
શુક્રવાર

આજે પ્રેમનો દિવસ છે. તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ના ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો.

હું મોટેભાગે સોસીઓ-પોલિટિકલ વિષયો પર લખું છું. અને એમાંય સોશિઅલ ખાસ. મને સામાજિક પરિવર્તનમાં રસ છે. બાકીના પરિવર્તન તેની સાથે સાથે આવશે તેવું હું માનું છું.

કાલે એક મિત્ર લગભગ ૪ વર્ષ પછી મળ્યો. અને એ જ એક વાત, “મોદી કાઢો.” અને ઓપશન પૂછો તો કાંઈ નહિ!!!

મોદીને એટલી બધી નફરત કરે છે કે જે પણ કોઈ મોદીવિરોધી હોય તેને આંખ બંધ કરીને સપોર્ટ કરે છે. એને કોંગ્રેસ પણ ચાલે અને સામ્યવાદ પણ ચાલે.
એ મિત્ર કહે છે કે,
“મોદી કરતાં તો સારું ને!!”

પણ, હું કહું છું કે આપણે મોદી કરતાં સારું જોઈએ કે જે આપણા માટે સારું છે તે જોઈએ?

કોંગ્રેસ ઓછું લૂંટતી હતી, ભાજપ વધારે લૂંટે છે, પણ અંતે તો આપણને લૂંટે જ છે ને? આપણે નાનો ચોર અને મોટો ચોર એમ ચોરો પર જ કેમ પસંદગી ઉતારવી છે?

મેં એને બે ઉદાહરણ આપ્યા.
૧) ૨૦૧૪ પહેલા કોંગ્રેસના 2G, કોલસા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કાળુનાણું આ બધાથી ત્રાસીને લોકોએ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યો. અને હવે મોદીના નોટબંધી, GST, CAA, NRC, રફાયેલ, થી કંટાળી પાછી કોંગ્રેસ લાવો, તો પ્રજા તરીકે તારો અને મારો ફાયદો શુ?
૨) ગુજરાતમાં ભાજપ SC-ST સબ પ્લાનના રૂપિયા અન્ય જગ્યાએ વાપરે છે. આ જ કામ કોંગ્રેસ અન્ય રાજ્યોમાં કરે છે અને SC-ST ના રૂપિયા અરવિંદ કેજરીવાલ (AAP) પણ અન્ય જગ્યાએ વાપરે છે. તો SC-ST એ આમ આદમી પાર્ટી જીતાડીને શુ મેળવી લીધું?
આ લિંક આપું છું તેના પર વિગતે, આંકડા સાથે માહિતી મળશે.
https://velivada.com/?s=Kejriwal

ટૂંકમાં,
મોદીને નફરત કરવામાં કેટલાંક લોકો એટલા બધા આંધળા થઈ ગયા છે કે જાતે પોતાની ઘોર ખોદી રહ્યા છે.

એટલે જ કહું છું કે,
તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ના ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો.

નરેન્દ્ર મોદીએ સ્ટેટ હાઈ વે, રિવર ફ્રન્ટ, જેવાં અમુક મોડલ કામ કરીને બધી જ નાકામયાબી છુપાવી લીધી એ આપણે સૌ જાણીએ છીએ. અને કાલે મારા ઘોર મોદીવિરોધી મિત્રે જ કહ્યું કે કેજરીવાલે ૫ વર્ષમાં ટોટલ ૯૦૦ શાળામાંથી માત્ર ૪૦ શાળામાં રીનોવેશન કર્યું છે. મતલબ ૮ શાળા પ્રતિ વર્ષ. મતલબ, હજુ ૮૨૦ શાળાઓ બાકી બાકી રહી. અને આ જ ગતિ ચાલુ રહે તો ૧૦૩ વર્ષ લાગે ૮૨૦ શાળાઓનું રીનોવેશન કરવામાં.
તેમ છતાં, મોદી વિરોધમાં, મોદી પ્રત્યે હદ વગરની નફરતમાં ભાઈ આંધળા થઈ ગયા છે અને કેજરીવાલને સપોર્ટ કરે છે. બસ! મોદી કાઢો એક જ રટ લગાવી રહ્યા છે વર્ષોથી.

ઈર્ષા, દ્વેષ, નફરત તમને એટલા બધા આંધળા બનાવી દે છે કે તમે ન્યાય, બંધુતા, ભાઈચારો, પોતાનો પ્રજા તરીકે ફાયદો, બધું જ ભૂલી જાવ છો.

 • ગઈકાલે પાટીદારોના ઉમિયાધામે ૧-૮-૨૦૧૮ના ખોટા પરિપત્રને સમર્થન આપ્યું છે.
 • મતલબ, ૫૪% ઓબીસીને ૨૭% માં ફિટ કરવા માટે પાટીદાર સમર્થન કરે છે અને પોતાને ૧૦% સવર્ણ આરક્ષણ સહિત, ૫૧% આરક્ષણ જોઈએ છે.
 • આરક્ષણ વિરોધમાં અને અન્ય જાતિઓ પ્રત્યેના દ્વેષમાં ન્યાયવિરોધી, સંવિધાન વિરોધી પરિપત્રને સમર્થન કરે છે આવા લોકો.
 • હવે આ લોકો ગમે તેટલી કાયદા કથા કરે કે બંધારણના ટેબ્લો બનાવી સરઘસ કાઢે શુ ફાયદો?

એટલે જ ફરીવાર યાદ કરાવું છું કે,
તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ન ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો.

મોદી, RSS, BJP અને અન્ય હિંદુ સંગઠનોને નફરત કરજો અને એમને દૂર કરવા, ખતમ કરવા પ્રયત્ન કરજો, પણ તેનો ઓપશન પણ જોડે જોડે શોધજો અને જરૂર પડે તો તમે પોતે ઓપશન બનજો.

નફરતના કારણે તમે મળેલી તક કેવી રીતે ગુમાવો છો?

૧) નીતિન પટેલ

 • નાયબ મુખ્યમંત્રીએ સવર્ણ હિંદુઓને આંદોલનના ૨૪ કલાકમાં જ મિટિંગ આપી અને OBC, ST, SC મહિલાઓને 67માં દિવસે પણ મળતા નથી.
 • નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હોવાં છતાં પાટીદારોના જ નેતા હોવાની છાપ ઉપસાવી રહ્યા છે.
 • દોઢ વર્ષથી ૧-૮-૨૦૧૮ નો ખોટો પરિપત્ર છે, પણ નીતિન પટેલ એને રદ નથી કરતાં. ૬૭ દિવસથી ધરણા કરતી પછાત સમાજની મહિલાઓ નથી દેખાતી!

૨. ભાજપ-RSS

 • આજે પૂર્ણ બહુમત હોવાં છતાં દેશનો વિકાસ કરવાના બદલે, બધા જ લોકોને ફાયદો પહોંચાડવાના બદલે ફક્ત અને ફક્ત નફરતભર્યા એજન્ડા પુરા કરવામાં લાગેલા છે.
 • NRC, CAA, નોટબંધી, બેરોજગારી, મીંઘવારી, કાળાબજારી, કાળુનાણું, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા મુદ્દાઓ પર કામ કરવાની બદલે સ્થિતિ વધુ ખરાબ કરી છે.
 • સમગ્ર હિંદુ સમાજ(તેમના એજન્ડા પ્રમાણે)નું ભલું કરવાને બદલે ફક્ત સવર્ણ હિંદુઓને ફાયદા પહોંચાડી રહ્યા છે અને પોતે જેને હિંદુ ગણે છે તે OBC, SC, ST ને દિવસ રાત હેરાન કરે છે.

૩. મોદીવિરોધી

 • મોદીનો વિરોધ કરીને કાંઈ કેટલાય લોકો નેતા બની ગયા. પણ તેમની રાજનીતિ અને કામ ફક્ત અને ફક્ત મોદી વિરોધ સુધી જ સીમિત રહી.
 • એટલું જ નહીં, મોદીની સામે પોતે પણ ફેક ન્યુઝ, અફવાઓ, હેટ સ્પીચ અને અપમાનજનક ભાષા, ફેલાવતા થઈ ગયા.
 • મોદી જેવી જ તાનાશાહી શરૂ કરી. જે સમર્થન ના કરે તેને ભાજપ અને RSS જોડે જોડી દેવાનું ચલણ શરૂ કર્યું.

૪. સવર્ણ હિંદુ

 • આજે ૧૦૦% સવર્ણ હિંદુ સરકારો છે અને આ સમયે લાભ લેવાના બદલે મુસ્લિમ, દલિત, આદિવાસી અને ઓબીસીને અન્યાય થાય તેમાં ખુશ થઈ રહ્યા છે.
 • બીજાને અન્યાય કરીને પણ નોકરીઓ, શિક્ષણ મળતું હોય તો તે લેવા પણ તૈયાર થઈ ગયા છે.

૫. દેશભક્ત હિંદુ

 • દેશભક્તિના નામે હિંદુત્વના ખોળે બેઠેલા લોકો સરકારી સંસ્થાઓ વેચવા પર ચૂપ છે.
 • આજે ૧૪ ફેબ્રુઆરી, પુલવામાં હુમલાને એક વર્ષ થયું, પણ હજુ સુધી ના કોઈ આતંકવાદી પકડાયો કે ના કોઈ અધિકારીની જવાબદારી નક્કી થઈ.
 • પુલવામાં શહીદની પત્ની સહાય લેવા વલખા મારે છે.
 • મોદી સરકારે પુલવામાં હુમલા બાદ શુ કાર્યવાહી કરી, RTI માં વિગતો આપવાની પણ ના પાડી દીધી છે.
 • અક્ષરધામ હુમલા ખોરો આજ સુધી નથી પકડાયા.
 • પણ દેશભક્તિના નામે, મુસ્લિમ પ્રત્યે નફરતના કારણે, આ લોકોને કાંઈ ફરક નથી પડતો.

૬. વામન મેશ્રામ

 • ૨૪ કલાક બ્રાહ્મણોનો જાતિગત વિરોધ કરે છે.
 • સત્તા મેળવવાનો કોઈ પ્લાન નહિ.
 • બુથ મેનેજમેન્ટનો, રાજકારણમાં આગળ વધવાનો કોઈ પ્લાન નહિ.
 • બૌદ્ધ ધર્મ, આંતર જ્ઞાતિય વિવાહ, આંતરિક જાતિવાદ દૂર કરવાનો કોઈ પ્લાન નહિ.
 • બધી જ શક્તિ, બધી જ આવડત, ફક્ત અને ફક્ત બ્રાહ્મણોનો વિરોધ કરવામાં વાપરે છે.

૭. હિંદુત્વનો વિકલ્પ હિંદુત્વ?

 • ભાજપ જેવી કટ્ટર હિંદુ પાર્ટીઓ જય શ્રી રામના નામે રાજનીતિ કરે છે.
 • કોંગ્રેસના રાહુલ ગાંધી મંદિરો મંદિરો ફરીને, જનોઈ બતાવીને હિંદુત્વની રાજનીતિ કરે છે.
 • મમતા બેનર્જી, દુર્ગા માતાને આગળ કરીને હિંદુત્વની રાજનીતિ કરે છે.
 • કેજરીવાલ હનુમાનને આગળ કરીને હિંદુત્વની રાજનીતિ કરે છે.
 • આખરે તો તમને હિંદુત્વ જ મળ્યું ને?
 • મોદી સત્તામાં છે એટલે તમને ખરાબ લાગે છે. ગઈ કાલે બાબરી મસ્જિદ તોડવામાં, આયોધ્યા મંદિરના દરવાજા ખોલવામાં, મુસ્લિમ તુષ્ટિકરણ કરવામાં, કોંગ્રેસનો હાથ ક્યાં નોહતો?
 • SC ST ના રૂપિયા તો કેજરીવાલ પણ ખાય જ છે ને?
 • હવે તમે જ વિચારો કે,
  ભાજપ કાઢી કોંગ્રેસ, આપ, TMC લાવીને ફાયદો શુ તમારો?

એટલે જ, હું કહું છું કે,
તમારી બધી ઊર્જા ફક્ત કોઈને પાડી દેવા, કાઢવા, નફરત કરવામાં ના ખર્ચશો. કોઈને પ્રેમ પણ કરજો.

અને જેને પ્રેમ કરો એને જીતાડો, આગળ વધારો, અને જેને નફરત કરતાં હોવ તેની સામે વિકલ્પ તરીકે રજૂ કરી, રિપ્લેસ કરો.

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

 • મોદી, ભાજપ, RSS ક્યારેક તો હારશે એ નિશ્ચિત છે. પણ શું તેઓ હારશે ત્યારે દલિતોને સત્તામાં ભાગીદારી મળશે? કે એ લોકોને ભાગીદારી મળશે, કે જેઓની પાર્ટીઓમાં આજે દલિતો જીજ્ઞેશના કહેવા પર વોટ નાંખે છે?
  (મારો પ્રશ્ન ફક્ત નફરત આધારિત નથી. દલિતોનું રાજકીય અસ્તિત્વ શોધવાનો આ એક નાનકડો પ્રયાસ છે.)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.