115 – હિંદુ ધર્મ ખતમ કર્યા વગર આ દેશમાં શાંતિ ક્યારેય નહીં સ્થપાય

Wjatsapp
Telegram

આજે ૧૧૫ મો દિવસ
૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦
શનિવાર

હિંદુ ધર્મ ન્યાય, સમાનતા, બંધુતા અને ભાઈચરા વિરોધી છે. આ ધર્મ નથી અધર્મ છે. માનવતા વિરોધી લોકોનું ઝુંડ છે. હિંદુ ધર્મ ખતમ કર્યા વગર આ દેશમાં શાંતિ ક્યારેય નહીં સ્થપાય.
જે લોકો મને રેગ્યુલર વાંચે છે તેઓએ આ વારંવાર વાંચેલું હશે.

આજે જે ગુજરાતમાં હિંદુઓ કરી રહ્યા છે, તેના ઉપરથી તનને સાબિત કરીને પણ બતાવું.

  • LRD માં ૩૩% મહિલા આરાક્ષણના નામે ૬૭% પુરુષ અનામત છે.” આ તો અભણને પણ ખબર પડે. તો ગુજરાતના સવર્ણ હિંદુઓને કેમ સમજ નથી પડતી?
  • અને આ ૬૭% પુરુષ અનામત સામે સવર્ણ હિંદુ મહિલાઓને કોઈ વાંધો નથી. આ સવર્ણ હિંદુ મહિલાઓ પણ પોતાની જ મહિલા સમાજ સામે પડી છે. કારણ કે, સામે પોતાની જાતિની એટલે કે સવર્ણ જાતિની મહિલાઓ નથી પણ પછાત સમાજની મહિલાઓ છે.
  • એટલે પછાત સમાજની મહિલાને અન્યાય આ સવર્ણ મહિલાઓ માટે અન્યાય નથી.
  • ખરેખર જો હિંદુ મહિલાઓમાં જાતિવાદી ના હોત તો આ સવર્ણ, OBC, ST, SC, EWS એમ બધી જ મહિલાઓએ ભેગી થઈને મહિલા તરીકે લડતી હોત.
  • પણ ના. સવર્ણ મહિલાઓ ફક્ત પોતાની જાતિ માટે જ લડી રહી છે.

બિનઅનામત વર્ગ એ સવર્ણ હિંદુઓનું જુઠ્ઠાણું છે. ભારતમાં દરેક વર્ગને અનામત મળેલી છે.

  • સવર્ણ હિંદુઓ પોતાની સવર્ણ હિંદુઓની સરકાર અને સવર્ણ હિંદુ મીડિયાના જોરે “બિનઅનામત વર્ગ” નામનું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે.
  • ૧૦% અનામત, ગેરબંધારણીય રીતે, સવર્ણ હિંદુ (નકલી રીતે બનેલ OBC) નરેન્દ્ર મોદીએ આપી જ છે.
  • તેમ છતાં, સવર્ણ હિંદુઓ બિનઅનામત વર્ગના નામે સતત જુઠ્ઠાણાં ચલાવીને પોતાની સત્તા, રૂપિયા અને મીડિયાનો દુરુપયોગ કરીને ગુજરાતના કરોડો લોકોને ગુમરાહ કરી રહ્યા છે.

સવર્ણ હિંદુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ “પટેલ”

  • પછાત સમાજની મહિકાઓના આંદોલનના ૬૫ દિવસ અને ભૂખ હડતાલને ૨૨ દિવસ થયા ત્યાં સુધી સરકાર ખબર નથી લેતી.
  • આંદોલન ખતમ કરાવવા કાવાદાવા કરે છે.
  • મહિલાઓને પોલીસ કેસ કરવાની, જેલમાં મોકલવાની પોલીસ દ્વારા ધમકીઓ આપે છે.
  • ૧૦-૧૨ ડીગ્રી ઠંડીમાં ગાંધીનગર બસ સ્ટેન્ડમાં ખુલ્લામાં પછાત સમાજની મહિલાઓ ઊંઘી રહે છે.
  • અને સવર્ણ હિંદુ મહિલાઓ એક દિવસ આંદોલન કરે તો ૨૪ કલાકમાં મિટિંગ આપે છે.
  • અને પાછું જાહેરાત કરે છે કે જરૂર પડશે તો બીજીવાર પણ મળીશું.
    અને જાતિવાદ જુઓ કે આ સરકારને ૬૫ દિવસ, પછાત સમાજની મહિલાઓમાં કાંઈ ફરક જ નથી પડતો અને માત્ર એક દિવસ પોતાની સવર્ણ હિંદુ મહિલાઓ માટે નીતિન “પટેલ” ઊંચા નીચા થઈ જાય છે.
    બેઉ છોકરીઓ હિંદુ જ છે. એકપણ મુલ્લી નથી. ફક્ત અને ફક્ત હિંદુ. તોય જાતિ જોઈને સરકાર વાતચીત કરે છે.
  • આમાં ક્યાં ન્યાય છે?
  • આમાં ક્યાં સમાનતા છે?
  • આમાં ક્યાં બંધુતા છે?

ફક્ત અને ફક્ત,
નર્યો જાતિવાદ છે.

હિંદુઓ સદીઓથી પોતાની જાતિના હિતોનું જ રક્ષણ કરે છે આ તેનો જીવતો જાગતો પુરાવો છે.

સવર્ણોને સાથે જાતિગત અન્યાય.

  • સવર્ણો પોતાની સત્તા, રૂપિયા, મીડિયાનો જે દુરુપયોગ કરે છે તેનાથી OBC, ST, SC સમાજ સારી રીતે પરિચિત છે.
  • વળી, “દરેક જાતિનો બુદ્ધિજીવી વર્ગ પોતાની શક્તિ, બુદ્ધિ ફક્ત અને ફક્ત પોતાની જ જાતિના હિત માટે વાપરે છે.” આ પણ હું પહેલા કહી ચુક્યો છું.
  • એટલે, જ્યાં જ્યાં OBC, SC, ST નો દબદબો છે ત્યાં તેઓ પોતાની જાતિના હિત માટે કામ કરે છે અને સવર્ણ હિંદુઓને અન્યાય કરે છે.
    એક ગરમાગરમ, તાજો, આજનો જ દાખલો આપીને તમને સમજાવું કે તમે હિંદુ છો ત્યાં સુધી તમારામાં બંધુતા, ભાઈચારો, એકતાની ભાવના કેમ વિકસે તેમ નથી.

આજના ગુજરાત સમાચારમાં આણંદ જિલ્લા પૂર્તિમાં આ સમાચાર છે.
“આણંદ જિલ્લા પંચાયતમાં ખુરશીની રાજરમતમાં પાટીદારોને અન્યાય!”
“મહત્વની કમિટીઓમાંથી પાટીદારોનો એકડો કાઢવાની નેતાઓની ચાલ સામે રોષ.”
રાજકીય તજજ્ઞો સારી રીતે જાણે છે કે આણંદમાં કઈ જ્ઞાતિનો દબદબો છે. અને કઈ જ્ઞાતિ, પાટીદારોને કાઢવા મથે છે. કારણ કે અહીં પાટીદારો પાસે વધારે સંખ્યાબળ નથી.
જે જાતિવાદ ગાંધીનગર બેસીને, આખા રાજ્યમાં, ભાજપના, નીતિન “પટેલ” કરે છે, એ જ જાતિવાદ, આણંદમાં, કોંગ્રેસના, અમુક જ્ઞાતિના લોકો કરે છે.

એટલે પોતાની જ્ઞાતિનું હિત સાચવવું એ ભાજપ-કોંગ્રેસની દેન નથી પણ હિંદુ સમાજની જાતિ વ્યવસ્થા, કે જેને વર્ણ વ્યવસ્થાના નામે બચાવ કરવામાં આવે છે, તે છે.

એટલે જ્યાં જ્યાં સવર્ણ હિંદુઓ કમજોર હશે, પછાત જાતિઓ કે અન્ય જાતિઓ મજબૂત હશે, ત્યાં પછાત જાતિઓ કે અન્ય જાતિઓ સવર્ણોને અન્યાય કરશે, કરશે અને કરશે જ.

હિંદુઓની કોઈ જાતિ બીજી જાતિને પોતાની ગણતી જ નથી. પોતાના જાતિના વાડામાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે અને બધી જ જાતિઓ હિંદુ હોવા છતાં એકબીજા જોડે રોટી-બેટી વ્યવહાર કરતાં નથી.

હિંદુઓને ફક્ત અને ફક્ત અન્ય ધર્મનો ડર બતાવીને એક કરી શકાય અને એ પણ સત્તા મળે ત્યાં સુધી જ એકતા રહે છે. આ મળેલી સત્તામાં હિંદુઓ ક્યારેય ભાગીદારી કરતાં નથી અને એકબીજાનો હક મારી ખાવાની વૃત્તિ રાખે છે.
અને એનું પરિણામ એ છે કે એકપણ ઓબીસી કેબિનેટ, પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, સેક્રેટરીએટમાં જોવા મળતો નથી.
ઓબીસીની વસ્તી ૫૪% કરતાં વધારે છે તેમ છતાં ઓબીસીને ભાગીદારી આપવામાં આવતી નથી.
અને તેની સામે સવર્ણ હિંદુઓ અને તેમાંય ખાસ બ્રાહ્મણો ખૂબ મોટો હિસ્સો મારી ખાય છે.

  • હિંદુઓની જાતિઓના લીધે સતત આંતર વિરોધ થયા કરે છે અને વસ્તી પ્રમાણે ક્યારેય ભાગ પાડવામાં આવતા નથી.
  • LRD પરિપત્ર મુજબ ૫૧% સવર્ણ હિંદુ મહિલાઓને આરક્ષણ મળી જાય છે.
    હવે તમે જ વિચારો કે, ૧૫% સવર્ણ હિંદુ વસ્તીને ૫૧% આરક્ષણ અને ૫૪% ઓબીસી વસ્તીને ૨૭% આરક્ષણ!! આ તો ક્યાંનો ન્યાય?

મેડીકલમાં ઓબીસીની ૩૦૦૦ સીટો, ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓથી નહિ પણ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓથી ભરવામાં આવી રહી છે. આમાં, મોંઘલોને કે અંગ્રેજોને દોષ ક્યાં દેવો? બોલો! એક હિંદુ જાતિઓ જ બીજી હિંદુ જાતિઓનું શોષણ કરે છે. એમનો હક મારે છે.
https://www.forwardpress.in/2020/01/news-reservation-for-obc-not-implemented-hindi/

  • શુ બીજા કોઈ ધર્મમાં આવું થાય છે?

કૌશિક શરૂઆત

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ મેસેજની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. તમે પણ એક જવાબદારી નિભાવજો અને SC, ST, OBC અને સવર્ણ હિંદુ એમ બધાને ફોરવર્ડ કરજો.

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?”

અને એ પણ આવા જાતિવાદી, સમાનતા વિરોધી, ન્યાય વિરોધી, માનવતા વગરના હિંદુઓની પાર્ટીમાં!!

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *