120 – સવર્ણ હિંદુઓમાં બ્રાહ્મણો કરતાંય ઊંચું કોણ?

Wjatsapp
Telegram

આજે ૧૨૦ મો દિવસ
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦
ગુરુવાર

સવર્ણ હિંદુઓ કરતાં ઊંચું કોણ? સવર્ણ હિંદુઓમાં બ્રાહ્મણો કરતાંય ઊંચું કોણ?

 • આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હિંદુઓમાં વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા છે.
 • આ વર્ણ, જાતિ વ્યવસ્થામાં દરેક જાતિ અન્ય કોઈ જાતિથી ઉપર અથવા અન્ય કોઈ જાતિથી નીચે છે.
 • એક જ જાતિની પેટા જાતિઓમાં પણ ઊંચ-નીચ છે.
 • અને આ ઊંચ-નીચ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, અસ્પૃશ્ય, આદિવાસી અને હિંદુમાંથી ધર્માંતરણ કરેલ અન્ય ધર્મના લોકોમાં પણ વ્યાપ્ત છે.
 • હિંદુઓ મોટેભાગે પોતાની જાતિ, પેટા જાતિમાં જ લગ્ન કરવાનું પસંદ કરે છે. સામાજિક વ્યવહાર કરે છે.
 • સવર્ણ હિંદુ કહેવાતા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સૌથી ઊંચી જાતિઓ કહેવાય છે.
 • હિંદુઓની જાતિઓમાં જ્યારે સ્ત્રી ના મળે તો પોતાનાથી નીચી ગણાતી જાતિમાંથી સ્ત્રી લાવવાનો રિવાજ છે.
 • પણ, નીચી ગણાતી જાતિમાં સ્ત્રી આપતા નથી.
 • આજે કેટલીક સવર્ણ હિંદુ જાતિઓમાં ભ્રુણ હત્યાનું પ્રમાણ વધ્યું છે, સ્ત્રી-પુરુષ રેશિયોમાં અસમાનતા છે એટલે આદિવાસીમાંથી સ્ત્રી લાવવાનું ચલણ વધ્યું છે.

ખેર,
આપણે તો વાત કરવી છે સવર્ણ હિંદુ કરતાં ઊંચું કોણ?

 • એ છે વિદેશી શાસકો.
 • સવર્ણ હિંદુઓ ઓબીસી, આદિવાસી, દલિત સાથે જે આર્થિક, સામાજિક, રાજકીય વ્યવહાર નથી રાખતો એ વિદેશી શાસકો જોડે વાજતે-ગાજતે રાખે છે.
 • મોઘલો આવ્યા તો મોંઘલોને દરબારમાં સવર્ણ હિંદુઓ સ્થાન શોભાવતા હતા.
 • મોંઘલ શાસકો જોડે પણ સવર્ણ હિંદુઓએ પોતાની છોકરીઓ પરણાવ્યાંના અસંખ્ય દાખલા છે.
 • અંગ્રેજોના રાજમાં ઉચ્ચ હોદ્દાઓ પણ સવર્ણ હિંદુ વર્ગે હોંશે હોંશે લીધા હતા.
 • આજના ભાજપ, RSS જેવાં કટ્ટર હિંદુ સનગઠનોના હોદ્દેદારો અને દિગગજ ગણાતા નેતાઓની છોકરીઓ મુસ્લિમ, ખ્રિસ્તી સાથે પરણાવેલ છે.
 • આ મુસ્લિમ, રાજકીય તથા સામાજિક વગ ધરાવનાર લોકો છે.

આમ,

 • તારણ કાઢી શકાય કે સવર્ણ હિંદુઓથી ઊંચા એટલે સત્તા અને સંપત્તિ ધરાવનાર લોકો.
 • આવા લગ્ન સંબંધોમાં હિંદુ ધર્મ, ના ખતરામાં પડે છે કે ના આ લોકો અભડાઈ છે.
  આ જ વાત તો હું તમને કેટલાંય દિવસથી સમજાવવા પ્રયત્ન કરું છું કે,
  “હિંદુ એ ધર્મ નથી, રાજનીતિ છે. સત્તા અને સંપત્તિ પર અમુક મુઠ્ઠીભર જાતિઓનો કબજો જમાવી રાખવાની રાજનીતિ.”
 • સવર્ણ હિંદુઓથી પણ ઊંચા વિદેશી શાસકો છે. જેમની સાથે વ્યવહાર કરવામાં કોઈનો ધર્મ અભડાતો નથી.

ગૂગલ કરી જુઓ.
અંગ્રેજો અને મોંઘલોના રાજમાં ઉચ્ચ હોદ્દાઓ પર અને પોતાની છોકરીઓ પરણાવનાર અસંખ્ય સવર્ણ હિંદુઓ મળી જશે.

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ પાર્ટીમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.