125 – કપિલ મિશ્રા બનશે દિલ્હીના મુખ્યમંત્રી

૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦
મંગળવાર
કપિલ મિશ્રા બનશે દિલ્હીના મુખ્યમંત્રી
- નરેન્દ્ર મોદીનું નામ હિંદુ-મુસ્લિમ તોફાનોમાં આવ્યું તો પ્રધાનમંત્રી બની ગયા.
- અમિત શાહનું નામ હિંદુ-મુસ્લિમ તોફાનોમાં આવ્યું તો ગૃહમંત્રી બની ગયા.
- દેવેન્દ્ર ફડનવીજ પર હિંદુ-મુસ્લિમ તોફાનો ભડકાવાનો આરોપ હતો, તો મુખ્યમંત્રી બની ગયા.
- યોગી આદિત્યનાથ પર હિંદુ-મુસ્લિમ તોફાનો ભડકાવાનો આરોપ હતો, તો મુખ્યમંત્રી બની ગયા.
- લાલકૃષ્ણ અડવાણીએ આયોધ્યા રથયાત્રા કરી અને બાબરી મસ્જિદ તૂટી તો નાયબ વડાપ્રધાન બની ગયા.
- અટલ બિહારી બાજપાઈ આયોધ્યા, ગોધરામાં હિંદુ મુસ્લિમ તોફાનોમાં ભૂમિકા જણાઈ, નિષ્ક્રિય રહ્યા તો વડાપ્રધાન બની ગયા.
- સંભાજી ભીડે પર ભીમા કોરેનગાવ હિંસા ભડકાવવાનો આરોપ છે, તો ભાજપ-rss ના ફેવરિટ બની ગયા. અને આજેય સત્તા વગર લખલૂંટ સત્તા ભોગવી રહ્યા છે.
આવું તો હિંદુઓનું અસંખ્ય લાંબુ લિસ્ટ છે.
એટલું જ નહીં,
જેમણે ભારતના મૂળનીવાસી, આદિવાસી, બૌદ્ધો, જૈનોની કત્લેઆમ ચલાવી તેઓ દેવી દેવતા તરીકે આજે પૂજાય છે.
- અને નાથુરામ ગોડશે… એને તો કોણ નથી જાણતું!!!
આમ,
વિરોધીઓ વિરુદ્ધ હિંસા ભડકાવનાર, હિંસા કરનાર અને વિરોધી જાતિ સમૂહ, ધર્મ સમુહનું નિકંદન કાઢી નાંખનાર સૌને, હિંદુઓમાં નતમસ્તક થઈ પૂજવાનું, સદીઓ જૂનું ચલણ છે.
હિંદુઓનો ઈતિહાસ જોતા એ સ્પષ્ટ થાય છે કે,
જો આતંકવાદની આરોપી સાધ્વી પ્રજ્ઞા સાંસદ બનાવી શકાય તો કપિલ મિશ્રા તો એક તોફાનો કરાવનાર સામાન્ય પ્યાદુ માત્ર છે. મુખ્યમંત્રી ૧૦૦% બનાવી શકાય.
એટલે, કપિલ મિશ્રા આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી બનશે.
અને હિંદુઓ કપિલ મિશ્રાના નામે ખોબલે-ખોબલે ભાજપમાં વોટ નાંખશે.
ગોધરાકાંડમાં ૨૦૦૦ લોકોના હત્યારાને માફ કરી શકાતો હોય તો આ તો માત્ર ૫૦ લોકોનો જ હત્યારો છે ને?
કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
અને એ પણ સોફ્ટ હિંદુત્વવાળી AAP, NCP, TMC, સામ્યવાદી પાર્ટીઓમાં?