132 – કાંશીરામ એટલે બહુજન રાજકીય વિચારધારાના જનક

Wjatsapp
Telegram

૩ માર્ચ ૨૦૨૦
મંગળવાર

૧૫ માર્ચ આવે છે.
માન્યવર કાંશીરામની જન્મજયંતી છે.
તેની તૈયારી માટે કેટલાંક સૂચનો છે.
પસંદ આવે તો અમલ કરજો.

– કાંશીરામ એટલે બહુજન રાજકીય વિચારધારાના જનક એટલે કાર્યક્રમો પણ રાજકીય જ હોવા જોઈએ. સામાજિક નહિ.

 • અને સામાજિક કાર્યક્રમ હોય તો તેને રાજકીય રંગ આપીને જ કાર્યક્રમ કરવો.
 • જો રાજકારણ જ નહીં કરો, રાજકારણ જ નહીં શીખો તો રાજકારણમાં આગળ કેવી રીતે વધશો?
 • તમે કદાચ કોઈ બહુજન પાર્ટી સાથે ના સંકળાયેલ હોવ તોપણ ૧૫ માર્ચે જે તે કાર્યક્રમમાં ભીડ વધારવા જાજો.
 • રાજકારણમાં ભીડનું એક અનેરું મહત્વ છે. સંખ્યા બતાવવી પડે, સંખ્યા વધારવી પડે.
 • ૧૫ માર્ચના કાર્યક્રમમાં ઘરના ઘરના લોકો કાર્યક્રમ ના કરતાં.
 • પણ જાહેર કાર્યક્રમ કરજો. લોકોને દેખાય, નોંધ લેવાય, એવાં કાર્યક્રમ કરજો.
 • રેલી, પદયાત્રા, જાહેરસભા, વિગેરે કાર્યક્રમ કરજો. કેડર કેમ્પ ના કરતાં પણ જાહેર સભા.
 • વિચારધારા સિવાયના લોકો પણ તેમાં આવી શકે અને તમને સાંભળી શકે, તેવા કાર્યક્રમનું આયોજન કરજો.
 • આ દિવસે મુખ્ય અતિથિ તરીકે કાંશીરામ સાથે કામ કરેલ, વડીલ, અનુભવી કે અન્ય વિદ્વાન લોકોને વક્તા તરીકે આમંત્રિત કરજો.
 • મૂછના દોરા ફૂટ્યા હોય, અને સેલ્ફી કિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, એવાં લોકોને ભાષણ માટે માઈક ના આપતા.
 • અને જેને આમંત્રિત કરો એની પાસે અગાઉથી વિષય નક્કી કરીને બોલવાનું કહેજો. ગમે તે કેસેટ ચાલુ કરી દે, એવું ના થાય એ જોજો.
 • મુખ્ય વક્તાને ૪૫-૫૦ મિનિટ અને બાકીનાઓને ૧૦-૧૫ મિનિટ આપજો.
 • ૨૫ વક્તાઓ ભેગા કરી તમાશો ના કરતા. એક કાર્યક્રમ માટે ૪-૫ વક્તા ઘણા કહેવાય.
 • તમે ૨૫ વક્તાઓને બોલાવો અને પછી કોઈને ૧૦ મિનિટ બોલવા માઈક પણ ના આપો તો તમારી જ બુદ્ધિનું પ્રદર્શન ગણાશે. તમારી જ ઈજ્જત ઘટશે.
 • નવા લોકોને જોડજો. નવા લોકોને આમંત્રિત કરજો. જે ઓલરેડી મુવમેન્ટમાં છે એવા લોકોની ભીડ ભેગી કરવાથી મુવમેન્ટ આગળ ના વધે મારા વીરા.
  – ઓછામાં ઓછી એક મહિલાને સ્ટેજ પર સ્થાન આપજો.
 • પુરુષવાદ ના ચલાવતા.
 • માન્યવર કાંશીરામે એક મહિલાને જ રાજકારણમાં આગળ કરી હતી. એટલે ૧૫ માર્ચનું કોઈ સ્ટેજ મહિલા વગરનું હોય તો સમજવું કે કાંશીરામના નામે, તમે નાટક કરી રહ્યા છો, ધતિંગ કરી રહ્યા છો.
 • કૌશિકભાઈ મહિલા ક્યાંથી લાવીએ? જાહેર જીવનમાં ક્યાં મહિલાઓ છે?
 • સત્યાનાશ! આ પણ મારે જ કહેવાનું?
 • ૧૨ દિવસ બાકી છે, શોધખોળ કરશો તો ૧ નહિ ૧૨ મળશે.
 • તમારા ઘરમાં જે મહિલાઓ છે એમને ખાલી કચરાં-પોતાં કરવા જ રાખી છે? એમને ઘરની બહાર કાઢવાની છે કે ઘરમાં જ સજાવી રાખવાની છે?
 • ૧૫ માર્ચે કાર્યક્રમમાં એકલા ના જતાં. ઘરની બધી મહિલાઓને લઈ જજો.
 • બહેન, બેટી, પત્ની, માં બધાને લઈને જજો.
 • કોઈ બોલી શકે એમ હોય તો ૨ મિનિટ માઈક પણ આપજો.
 • મહિલાઓ મુવમેન્ટમાં નહિ જોડાય, ઘરની બહાર નહિ નીકળે તો બહુજન સમાજનો કોઈ ઉદ્ધાર નહિ થાય.
 • બાબાસાહેબે પણ કહ્યું હતું કે, “કોઈપણ સમાજની પ્રગતિ તે સમાજમાં મહિલાઓની શુ સ્થિતિ છે, તેના પરથી મપાય.”
 • એટલે સમાજની સ્થિતિ સુધારવી હોય તો મહિલાઓને આગળ કરજો.

બહુજન છો તો સ્ટેજ પર બહુજન હોવા જોઈએ.

 • સ્ટેજ પર OBC, ST, SC, માઈનોરિટી હોવા જોઈએ. એક જ કેટેગરીના લોકો સ્ટેજ પર ભેગા કરો તો બહુજન કાર્યક્રમ ના કહેવાય.
 • ૧૨ દિવસ છે, અત્યારથી શોધો. મળી રહેશે.

પ્રમુખે ૫૦ અને કાર્યકર્તાએ ૧૦

 • ખાલી હાથે, હાથ હલાવતા હલાવતા કાર્યક્રમમાં ના જતા.
 • પોતાની જાતને જિલ્લા, તાલુકા, વોર્ડ, ગામ પ્રમુખ કહેવડાવતાં હોય એ ૫૦ લોકો સાથે લઈને જાય.
 • અત્યારથી જ ૫૦ નું લિસ્ટ બનાવવાનું શરૂ કરે.
 • ૧૨ દિવસમાં ૫૦ લોકો, એટલે કે એક દિવસમાં ૪ લોકો શોધવાના. અને જે ૧૨ દિવસમાં ૫૦ લોકો ભેગા ના કરી શકે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે, પણ એ પહેલાં રાજીનામુ આપી દે, એટલે ઝાડ પડે ને જગ્યા થાય.
 • કાર્યકર્તા ૧૦ લોકોને લઈને જાય. પોતાના વિસ્તારમાં ૧૦ લોકો તમે ના લઈ જઈ શકો, ૧૦ લોકો તમને ના ઓળખતા હોય, તમારી વાત માનતા ના હોય, તો શેના કાર્યકર્તા?
 • ૧૨ દિવસમાં ૧૦ ભેગા ના થાય તો શેની વિચારધારા ફેલાવો છો તમે? પહેલા જાતે પોતે તો વિચારધારા સમજો.

એટલે, ખોટું લાગે તો માફ કરજો પણ,
“પ્રમુખે ૫૦ અને કાર્યકર્તાએ ૧૦ તો ભેગા કરવા જ પડે. આ એકસરસાઈઝ કરવાથી તમને પણ તમારી રાજકીય ઔકાદ ખબર પડશે. જેને સુધારો કરવો હોય એ સુધરશે… બાકી..

અને સૌથી છેલ્લે,
કાર્યક્રમ લાંબો નહિ ઈફેક્ટિવ બનાવજો. ભૂતકાળમાં શુ કર્યું એ નહિ, વર્તમાનમાં શુ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં તમે શું કરવાના છો? એ કહેજો. પ્રજાને ભવિષ્યના સપના દેખાડજો. વોટ તો ભવિષ્યનિર્માણ માટે મળે, ભૂતકાળમાં કરેલા કામોથી નહિ.

 • #LRD ભરતી પર વાત કરજો,
 • ૧-૮-૨૦૨૦ના પરિપત્ર પર વાત કરજો,
 • OBC-ST-SC એકતા પર વાત કરજો,
 • આરક્ષણ કેવી રીતે ખતમ થઈ રહ્યું છે.
 • ખોટાં આદિવાસી સર્ટિફિકેટ પર વાત કરજો.
 • કેવડિયામાં આદિવાસીઓ પર અત્યાચાર પર વાત કરજો.
 • #NRC, #CAA, #NPR પર વાત કરજો.

અને વાત કરજો કે આ બધી સમસ્યાઓ તમે કેવી રીતે ઉકેલશો. સત્તામાં આવશો તો શું કરશો? તેની વાત કરજો.

વિશેષ નોંધ :
ચા-નાસ્તો રાખજો મારા રોયા.
બહુજન પાર્ટીઓ એટલીય ગરીબ નથી કે પોતાના કાર્યકરોને ચા-બિસ્કિટ ના ખવડાવી શકે. ટેન્ટ નહિ બાંધો તો ચાલશે પણ કાર્યકર્તાઓને ચા તો પીવડાવવી જ પડશે.

કૌશિક શરૂઆત

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

 • જે માન્યવર કાંશીરામ પર સવાલો ઉભા કર્યા હતા, શુ હવે એ કાંશીરામના ફોટા બેનરમાં મુકાવશે? શુભેચ્છાઓ અપાવશે?
  ખેર! એ તો ૧૫ માર્ચે ખબર પડે.
  જય ભીમ
  જય કાંશીરામ
  જય બહુજન

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.