136 – હોળીનું સત્ય અને અંધશ્રદ્ધાઓ

Holika Dahan
Holika Dahan
Wjatsapp
Telegram

૭ માર્ચ ૨૦૨૦, શનિવાર

મારા એક ફેસબુક ફ્રેન્ડે હોળીનું વૈજ્ઞાનિક કારણો દર્શાવતા કેટલાક તર્કો રજૂ કર્યા છે.આવો જોઈએ કે આ તર્કો કેટલાં સાચા છે અને કેટલા ખોટા છે.

તર્ક ૧ : મોટાભાગે ફાગણ મહિનામાં ધાન્ય (ઘઉં,ચણા) પાકીને તૈયાર થઈ જાય છે, વેંચતા અગાઉ ખેડૂત આ ધાન્યો ખાવા લાયક છે કે કેમ તેની ખાત્રી કરવા એક માટલામાં ભરી આગ(હોળી)માં પકાવતા પછી જ માર્કૅટમાં મુકતા, હજુ આ પરંપરા યથાવત છે. (આવું મેં સાંભળ્યું છે)

—–

હોલિકા દહન

ચાલો તમે કહ્યું અને મેં એક કિલો અનાજ નાંખી દીધું હોળીમાં. હવે?

– ઉપરોક્ત વૈજ્ઞાનિક ટેસ્ટમાં કેવી રીતે ખબર પડે કે અનાજ ખાવા લાયક છે કે ખાવા લાયક નથી? શુ થાય? અનાજનો કલર બદલાય? હોળીની જ્વાળાનો કલર બદલાય? થાય શુ? કેવી રીતે ખબર પડે કે અનાજ ખાવા લાયક છે કે ખાવા લાયક નથી?

– ઓ બુન, કાંઈ પણ ફોરવર્ડ ના કરો તમે!! તર્ક ક્યાં આમાં? બસ અનાજ નાંખી દેવાનું? સળગાઈ મારવાનું!!?

– હોળી મનાવવા પાછળ આવુ લોજીક મેં આજ સુધી કોઈ ખેડૂત પાસેથી નથી સાંભળ્યું.

– માટલામાં અનાજ પકવવું અલગ બાબત છે અને લાકડા-છાણનો ઢગલો કરી, હોળી સળગાવવી આગમાં અનાજ નાંખવું અલગ બાબત છે.

– આજના સમયમાં હોળીમાં નાંખેલ અનાજ, ધાણી, ખજૂર શેકીને પાછા કાઢતા આપણે કોઈને જોયા છે? હા, કેટલાક લોકો નાળિયેર કાઢે છે પણ એ અનાજ નથી. એ ફક્ત દરિયા કિનારે થાય.

– એટલે ઉપરોક્ત ખેડૂત-અનાજવાળો તર્ક અહીં ખોટો પડે છે.

તર્ક ૨ : ફાગણ માસમાં બે ઋતુ (શિયાળો પૂરો + ઉનાળાની શરૂઆત) ભેગી થતી હોય, કફ, શરદી વગેરે જલદી થઈ જાય છે… આ દરમિયાન દાળિયા,ખજૂર ખાવામાં આવે તો આવા ચેપથી રાહત મળે છે જેથી હોળીના દિવસે આ બધુ ખાવાની પ્રથા હોઈ શકે…

——

ફાગણ જ કેમ? સૌથી વધુ તાવ, શરદી, ખાંસી વિગેરે રોગો ઉનાળો પૂરો થાય અને ચોમાસુ શરૂ થાય ત્યારે થાય છે. આવું મને ડોક્ટર કહેતા હતા. અને આપણે પણ અનુભવ્યું હશે કે ચોમાસુ શરૂ થાય એટલે મોટેભાગે ઘરના બધા સભ્યો બીમાર પડે છે.

– આ સિવાય ચોમાસાથી શિયાળો, ઋતુ બદલાય ત્યારે પણ લોકો બીમાર થાય જ છે.

– આમ, ઋતુ બદલાવવાથી વાઈરલ ઇન્ફેનક્ષણના કારણે મોટે ભાગની બીમારીઓ વધે છે.

– તો ફક્ત ફાગણમાં જ કેમ હોળીના નામે લાકડા-છાણ સળગાવવાના? વર્ષમાં ત્રણ વખત સળગાવવા જોઈએ ને?

– ખજૂર બધી રીતે સારું છે. શિયાળામાં તો ખાસ. પણ આપણે તો શિયાળો પતવા આવે ત્યારે ખજૂર ખાઈએ છીએ.

તર્ક ૩ : પ્રગટેલ હોળીનો તાપ શરીર માટે, કફ માટે ફાયદાકારક હોઈ, સામુહિક રીતે લોકો લાભ લઈ શકે, તે માટે લોક સમુદાય સાથે મળીને ઊજવતા હોવા જોઈએ. મોટેભાગે બાળકોને કફની અસર થતી હોવાથી બાળકોને આંટા ફેરવવાનો રીવાજ બની ગયો છે. હા, એક વાત જરુર ખૂંચે છે કે હોળીમાં આંટા ફેરવવાનો રિવાજ છોકરાને જ લાગુ પડે છે, દિકરીઓને અળગી રખાય છે….

——-

જો સળગતા લાકડાની ગરમીથી કફમાં ફાયદો થતો હોય તો આપણે આ ઘરમાં બેસીને તાપણું ના કરી શકીએ?

– જો લાકડા સળગાવવા, છાણાં સલગવવાથી કફ દૂર થતો હોય તો ગામડામાં ચૂલા પર રાંધતી મહિલાઓને કફની તકલીફ કેમ થાય છે?

– શુ ચૂલા પાસે બાળકોને બેસાડીએ તો કફ દૂર ના થાય?- છોકરીઓને હોળીથી અલગ રાખવાનું કારણ જાણવા હિંદુ ધર્મ ગ્રંથો વાંચવા પડે.

– હિંદુ ધર્મ ગ્રંથોમાં બધા જ વર્ણની, બધા જ સમાજની સ્ત્રીઓને શુદ્ર ગણી છે.

તર્ક ૪ : આ વખતે હોળી દર્શન માટે જાવ ત્યારે ખજૂર,શ્રીફળ સાથે 2 કપૂર ગોટી અને થોડો ગોળ સાથે હોમવો.. આપણા દેશમાં લગભગ બધેજ હોળી પ્રગટાવવામાં આવે છે. આખાય દેશમાં જો એકસાથે આ એક કામ કરવામાં આવે તો કોરોના ના વાઈરસ નો 70% ભાગ હવામાં જ નાશ થઈ જશે.

——

આ ચાઈનાવાળાઓએ શહેરો બ્લોક કરી દીધા છે. કોઈ અંદર ના જઈ શકે અને કોઈ બહાર ના નીકળી શકે. 7 દિવસમાં મોટી હોસ્પિટલ બનાવી દીધી. તો શું એ લોકો ગધેડા છે કે તેમના શહેરોમાં કપૂરનો ધુમાડો કરવાને બદલે દવાખાના ખોલી રહ્યા છે?

– ભારતમાં અસંખ્ય લોકોએ મોટા મોટા કાર્યક્રમો રદ કરી દીધા છે. તો શું તેઓ કપૂરનો ધુમાડો કરીને કાર્યક્રમ ચાલુ ના રાખી શકે?

– હોળીની લાયમાં ભેગા થશો અને કોઈ કોરોના અફફેકટેડ અડફેટે ચડશે, તમને કે તમારા પરિવારને કોરોના વાઈરસ લાગશે તો જવાબદાર કોણ? તમારી હોળી માતા કાંઈ બચાવા નહિ આવે.

– આ કપુરવાળું ગતકડું સ્વાઈન ફલૂ વખતે પણ બહુ ચાલ્યું હતું. યાદ છે ને!!!

– અને ગાયના મુતર કે છાણથી પણ કોરોના ભાગતો નથી. એટલી હિંદુઓ જે અફવા ફેલાવે છે, તેનાથી દૂર રહેજો.અંધશ્રદ્ધા છોડો અને હિંદુ ધર્મના પાખંડી તહેવારોથી દૂર રહો.એક મહિલાને જીવતી સળગાવવાનો તો કાંઈ તહેવાર હોતો હશે? હત્યાઓની ઉજવણી કરાતી હોય ભલા માણસ!!!

આ મેસેજ ફેસબુક પર પોસ્ટ કરતા કેટલાક સમુદાયમાં ધાન માટલામાં મૂકી પકવવાનો રિવાજ છે એવું ધ્યાનમાં આવ્યું પણ મારી આખી પોસ્ટ ભારતમાં હોળીના નામે એક સ્ત્રીને સળગાવવાની ઉજવણી વિરોધમાં છે. અને જે લોકો એને યોગ્ય ઠેરવવા ખોટા ખોટા તર્કો આપે છે, તેનો વિરોધ છે.આ પોસ્ટમાં કાંઈ ખૂટતું કે ખોટું હોય તો યોગ્ય માહિતી આપજો. મને પણ ગમશે. (ફાલતુ લખ્યું) તો આવી બનશે.

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

એવું નથી લાગતું કે,આ દલિતોના વોટ એ હોળીમાં નાંખવામાં આવતા અનાજ બરાબર છે. એકવાર નાંખી દો, સળગી જાય અને વાર્તા પુરી. ઉપયોગીતા કાંઈ નહિ! હોળીમાં ગયું એ પાછું ના આવે તેમ દલિતોના વોટ અલગ અલગ પાર્ટીઓમાં નંખાવીએ પછી દલિતોનું કોઈ કામ ના કરે. દલિતોને ભૂલી જાય.પણ હોળીમાં નાંખવાથી જેમ પુણ્ય મળે, એમ દલિતોના વોટ અલગ અલગ પાર્ટીઓમાં નંખાવવાથી જરૂર પુણ્ય મળતું હોવું જોઈએ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.