140 – આ કોઈ ટાંટિયાખેંચ નથી, સમુદ્રમંથન છે.

sanvidhan adhikar mahasanmelan
Wjatsapp
Telegram

૧૧ માર્ચ ૨૦૨૦
બુધવાર

આ કોઈ ટાંટિયાખેંચ નથી, સમુદ્રમંથન છે.

– અને સમુદ્રમંથન થાય એટલે સૌથી પહેલું પાણી ડહોળાય.
– પછી નીચેનો કાદવ ઉપર આવે, અને શાંત અને ચોખ્ખા દેખાતા પાણીમાં ભળે.
– હવે તમે આજ પહેલા મંથન કર્યું જ નોહતું તો શાંત અને ચોખ્ખા દેખાતા પાણી નીચે કેટલી ગંદકી છે એ ક્યાંથી ખબર પડે?
– એટલે મંથન કરશો તો જે ગંદકી તળિયે બેસી રહી છે તે ઉપર આવશે અને તમને ચોખ્ખું, પીવાલાયક પાણી હોવાનો ભ્રમ હતો, તે તૂટશે.
– હજુ તો આટલામાં જ તમે ડરી રહ્યા છો. આગળ ઘણું બાકી છે.
– આજે દરેક પછાત સમાજમાં આ સ્થિતિ છે. બની બેઠેલી નેતાગીરીઓને નાના નાના છોકરાઓ, યુવાનો પડકારવા લાગ્યા છે.
– તો સમાજના કેટલાક યુવાનો અને વડીલો ટાંટિયાખેંચ ના કરો, એક થઈ જાવ, એકતા કરો, વિગેરે વિગેરે અપીલ કરે છે. તેઓ આ ગંદકી જોઈને ડરી ગયા છે.
– તેઓને એમ છે કે આ રીતે સોસિઅલ મીડિયા કે જાહેરમાં પ્રશ્નો પૂછવાથી, એકબીજાની ટીકા કરવાથી સમાજની એકતા જોખમાય છે.
– પણ એકતા હતી ક્યાં જે જોખમાય ગઈ? આ ગંદકી તો પાણીમાં નીચે બેસેલી જ હતી. આજે કેટલાક લોકોએ ફક્ત તમારું ધ્યાન દોર્યું છે.
– ધારો કે, મંથન બંધ કરી દઈએ તો પેલી ગંદકી તો પાછી તળિયે જતી રહેવાની અને એ જ પાણી આપણે વર્ષો સુધી વાપરવાના.
– પછી સમાજ બીમાર ના રહે તો બીજું શું થાય? 

– એટલે મંથન જરૂરી છે.
– દરેક પોતપોતાના વિચાર લખે, આરોપ-પ્રત્યારોપ કરે, એકબીજાને ખોટાં સાબિત કરે, એકબીજાને સવાલો કરે, આ બધું જરૂરી છે.
– સમાજને એનાથી અલગ અલગ તર્કો જાણવા મળશે, અલગ અલગ વિચારો જાણવા મળશે, કોણ જુઠ્ઠું બોલે છે અને કોણ સાચું બોલે છે? એ જાણવા મળશે.
– સૌથી અગત્યનું, આ બધી પ્રક્રિયાથી પેલી ગંદકી બહાર આવશે, સમાજમાં કોના પર ભરોસો કરાય તેમ છે અને કોના પર ભરોસો કરાય તેમ નથી, એ ખબર પડશે.

૧) સમાજના નામે ભાજપ અને કોંગ્રેસનો રોજ વિરોધ કરે એ માણસ ચૂંટણીમાં કોઈ એક પાર્ટી તરફી થઈ જાય, તો એને સવાલો થવા જોઈએ કે નહીં?
૨) સમાજની વાત કરે અને વારંવાર પોતાનું રાજકીય, સામાજિક સ્ટેન્ડ બદલ્યા કરે, તો તેને સવાલો થવા જોઈએ કે નહિ?
૩) પોતાને કાંઈ નોલેજ ના હોય અને સમાજના લોકોને ભણાવવા નીકળ્યો હોય, એવા લોકોને સવાલ થવા જોઈએ કે નહીં?
૪) સમાજનું નામ વટાવી ખાય અને પોતાનું ઘર ભરતો હોય, અને આ તમે જાણતા હોય તો તમારે ચૂપ રહેવું જોઈએ કે બોલવું, લખવું જોઈએ?
૫) મહાપુરુષોના લખાણો વિકૃત કરી હિંદુત્વના એજન્ડાને પોષતો હોય કે સોફ્ટ હિન્દુત્વને પોષતો હોય, તેના વિરોધમાં લખવું જોઈએ કે નહીં?

આ તો હજુ નીચેની ગંદકી જ ઉપર આવી છે, આગળ ઘણું બધું થશે. જો ખરેખર સમાજ સુધારણા કરવી હોય તો તૈયાર થઈ જાવ અને તમે પણ આ સમુદ્રમંથનમાં મદદ કરો.

બીજો એક સવાલ હતો એક ભાઈનો,
દલિત અને બહુજન અનંદોલનને લઈને લોકો કન્ફ્યુઝ હોય તેવું નથી લાગતું?
– લોકો ૧૦૦% કન્ફ્યુઝ છે.
– અહીં કોઈ સર્વસ્વીકૃત કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સંસ્થા નથી જે દલિત અને બહુજન આંદોલનની વ્યાખ્યા કરી આપે.
– આ વ્યાખ્યા બહુજન મહાપુરુષોના લખાણોમાં છે.
– જે વાંચવાનો લોકોને કંટાળો આવે છે.
– લોકોને ભાષણો સાંભળવા છે, રોજ તૈયાર એક આર્ટિકલ વાંચવો છે.
– બહુજન આંદોલન વાંચન વગર શક્ય નથી. એટલે તો અમે બધાની પાછળ પડ્યા છીએ કે, “વાંચો અને વંચાવો.”
– કૌશિકભાઈની પણ ગરજ ના રાખો.
– શુ ખબર કૌશિભાઈ પોતે ખોટું સમજ્યા હોય અને તમને પણ ખોટું સમજાવતા હોય!? (શક્ય છે ને!!)
– એટલે જ જાતે, પોતે, સીધેસીધાં મહાપુરુષોના લખાણો વાંચો, તેમના વિચારો જાણો અને અન્ય લોકો સુધી પહોંચાડો.
આપણે ફક્ત વિચારો જ પહોંચાડવાના છે. બાકીના કામ, બીજા લોકો કરશે. બધી જવાબદારી એક માણસે લેવાની જરૂર નથી.

– દલિત, બહુજન આંદોલનમાં ઘણુંબધું વ્યાખ્યાયિત કરવાનું બાકી છે. એટલે કન્ફ્યુઝન રહે છે. એ વ્યાખ્યાઓ આપણે જ્યારે કરીશું ત્યારે કોઈ કન્ફ્યુઝન નહિ રહે.

દા.ત. (આ સમજાવવા માટે છે, આને પાછું કોઈ ટાંટિયાખેંચ ના કહેતા.)

sanvidhan adhikar mahasanmelan


આ ૧૫ તારીખે “સંવિધાન અધિકાર મહાસંમેલન” છે.
જેના વક્તાઓના નામ,
જીજ્ઞેશ મેવાણી – અપક્ષ (સામ્યવાદી)
નૌશાદ સોલંકી – કોંગ્રેસી (સોફ્ટ હિંદુત્વ)
લાખાભાઈ ભરવાડ – કોંગ્રેસી (સોફ્ટ હિંદુત્વ)
મહેશભાઈ વસાવા – બિટીપી (આદિવાસી ચળવળ)
માર્ટિન મેકવાન – NGO
ધરમસિંહ ધાપા – VPP – (બહુજન નેતા)
ચંદ્રિકાબેન સોલંકી – મહિલા નેતા (આંબેડકરવાદી)

તમે આ નામો જુઓ.
જે બહુજન સમાજના નામે ભેગા થવાના છે.
આ મહાસંમેલન છે અને સંગઠન બનાવવાનું છે, એવું પણ પત્રિકામાં લખ્યું છે. બે કામ એકસાથે. 

હવે મને સવાલ એમ થાય અને તમને પણ થવો જોઈએ કે,
આ ઉપર જે બધાના નામ લખ્યા છે એ અલગ અલગ વિચારધારાવાળા લોકોનું કેવી રીતે સંગઠન બને?
બધા ભાજપ-આરએસએસથી પીડિત છે એટલે?

અહીંયા જ તમે લોકો લોચો મારો છો.
સંગઠન કોઈ એક ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે હોય, કંઈક મેળવવા હોય, કોઈને પાડી દેવા સંગઠન ના હોય, પણ ગઠબંધન હોય.
શુ હોય? ગઠબંધન.

આવું ઘણુંબધું છે જે અત્યાર સુધી આપણે ધ્યાન નોહતા આપતા, એના વિશે લખતા-બોલતા નોહતા એટલે બધું સારું સારું છે એવું તમને લાગતું. પણ આગળ મેં કહ્યું તેમ પાણીની નીચે ગંદકી પહેલા પણ હતી અને આજે પણ છે અને એવું પાણી આપણે આજે રોજ પી રહ્યા છીએ, વર્ષોથી પીતા આવ્યા છીએ અને એટલે જ સમાજ બીમાર રહે છે.

એટલે મંથન જરૂરી છે. જરાય ડરશો નહિ, બિન્દાસ્ત લખો… આવનાર સમયમાં આ સમુદ્રમંથનના ઘણા સારા પરિણામ મળશે.

સારું! એમ કહો કે આ “બહુજન મહાપુરુષોના ફોટા અને બહુજન સમાજના નામે” ક્યારેય સામ્યવાદી, કોંગ્રેસીઓ, આદિવાસી નેતા, વિગેરેને એક મંચ પર જોયા હતા?
સામ્યવાદ અને હિન્દુત્વને બહુજન બેનર નીચે આવતા ગુજરાતમાં ક્યારેય જોયા હતા?
નહિ ને?
તો પછી…
આ એ જ પરિવર્તન છે, જે પેલા સમુદ્રમંથનથી આવ્યું છે, જેને તમે ટાંટિયાખેંચ સમજો છો. 
એટલે જે લોકો લખે તેમને લખવા દો, બોલે તેને બોલવા દો, તમે એમને ચૂપ કરાવી ટાંટિયાખેંચ ના કરતાં. 

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

– આ જે નવું સંગઠન બનવાનું છે, એ વોટ કઈ પાર્ટીમાં નંખાવશે? કોંગ્રેસમાં? આપમાં? NCP માં? CPI માં? કે પછી ભાજપમાં?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.