142 – YES Bank, મોડાસા પ્રકરણ, SCSP

Wjatsapp
Telegram

આજે ત્રણ અલગ અલગ, અગત્યના ન્યુઝ પર વાત કરીએ.

૧. Yes Bank ડૂબે તો મારે શું? મારું એકાઉન્ટ ક્યાં YES બેંકમાં છે?

– તો આ વાંચો.

– SBI ૧૦ રૂ.ના હિસાબે યસ બેંકના ૭,૨૫૦ કરોડના શેયર ખરીદશે.

– મતલબ, જો તમારું ખાતું SBI માં છે, તો તમારા જ રૂપિયા યસ બેંકમાં રોકાશે.

– હવે, યસ બેંકના ડૂબવા, ના ડૂબવાથી ફરક પડે કે નહીં?

– હવે કોઈક એમ કહી શકે કે કૌશિકભાઈ મારુ તો એકેય બેંકમાં એકાઉન્ટ નથી, મારે શું?

– તો તમારા માટે આ બીજા ન્યુઝ છે.

-RBI એ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે ખાનગી બેંકોમાં તમારા રૂપિયા સુરક્ષિત છે, ઉપાડશો નહિ.

– મતલબ, આપણી રાજ્ય સરકારો ખાનગી બેંકમાં રૂપિયા રોકે છે.

– એ ડૂબી જાય તો તમારા જ રૂપિયા દુબશે અને બદલામાં વધુ ટેક્ષ લેવામાં આવશે.

– હવે ફરક પડે છે કે નહીં?

– હજુય ફરક ના પડતો હોય તો મોદી સરકાર અને એના પહેલા મનમોહન સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા NPA જાહેર કરી દે છે. આ NPA એટલે લોન માફી. ખેડૂતોની કે તમારા જેવા સામાન્ય માણસોની નહિ પણ અરબપતિઓની. અને દર વર્ષે આ રકમ વધી રહી છે.

-૩૧ માર્ચ પછી ખબર પડશે કે નરેન્દ્ર મોદીએ, આપણા ટેક્ષ અને GST ના રૃપિયામાંથી કેટલા રૂપિયા અરબપતિઓને આપી દીધા, લોન માફ કરી દીધી.

– એટલે યસ બેન્ક ડૂબે તો ફરક તો બધાને પડે છે.

– હા, કેટલાંકને સમજ નથી પડતી, એ વાત જુદી છે.

૨. મોડાસા – પ્રકરણમાં પોલીસે જાહેર કર્યું કે દુષ્કર્મ કે હત્યા થઈ નથી.

– ભીડ ભેગી કરીને FIR કરાવવાથી શુ ફાયદો થયો?

– FIR તો કોર્ટથી પણ કરાવી શકાય, આવા કેસોમાં બાહોશ વકીલ જોઈએ, FIR કરાવવામાં પોલીસની ગરજ નથી.

– કોર્ટમાં દલીલ કરવા, સત્ય બહાર લાવવા નેતાગીરી ના ચાલે.

– એટલે જ હું વારંવાર, રૂબરૂમાં અને સોશિઅલ મીડિયામાં પણ કહું છું કે એટ્રોસિટીના કેસો નેતાગીરી કરવાનું પ્લેટફોર્મ નથી. સમાજના સારા વકીલોને આગળ કરી, જરૂરી કાર્યવાહી કરો.

– જે સરકાર ફરિયાદ નોંધવામાં દિવસો લગાવી શકતી હોય, એ સરકારમાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરે એમ કેમ માની લેવાય?

– હવે આ તપાસ મામલે કોર્ટમાં કોણ વાંધો ઉઠાવશે?- નેતાઓ કે વકીલો? વકીલો જ ને!!

– બસ! હવે આગળના એટ્રોસિટી કેસોમાં આ ધ્યાન રાખજો.

– એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવી એ આપણું લક્ષ્ય નથી, આપણું લક્ષ્ય છે એટ્રોસિટીના કેસોમાં ન્યાય મળે. અને તેના માટે જરૂરી સમજણ જોઈએ. ભીડની જરૂર નથી.

– કેસની વધુ વિગત આજના છાપાઓમાં વાંચજો.

૩. SCSP બિલ બહુમતના અભાવે પસાર ના થઇ શક્યું.

– ૧૧ તારીખે રાતે આપણે ફેસબુક લાઈવ વિડીઓમાં આ બાબતે માહિતી આપી હતી.

– બિલ કેટલું અગત્યનું હતું? અને આ બિલ કેમ પસાર નહિ થાય? એ પણ આ વિડીઓમાં માહિતી આપેલ છે.

– એક ધારાસભ્ય, સિંગલ ધારાસભ્ય શુ કરી શકે? એ આ વિડીઓમાં માહિતી આપેલ છે.

– સવર્ણ હિંદુ છાપાઓમાં, ન્યુઝ ચેનલોમાં આ બાબતે વિસ્તારથી કવરેજ કોઈએ નથી આપ્યું. તેઓ નથી ઈચ્છતા કે દોઢ કરોડ આદિવાસી-દલિત પોતાના અધિકારો જાણે. આખરે તો સવર્ણ હિંદુ માનસિકતા ખરી ને?

– સૌને વિનંતી કે સમય કાઢીને આ વિડિઓ જોજો.

– રાજકારણ કેમ અને કેટલું અગત્યનું છે? તે આ વિડિઓ પરથી સમજાશે.

– આવનાર સમયમાં આપણે સરકાર બનાવીને, જાતે આ બિલ પસાર કરીશું.

વિડિઓ લિંક :https://youtu.be/xqWtpSZgAKw

-કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.