143 – કલાકારોનું સન્માન કરો
આજે ૧૪૩ મો દિવસ, 14 March 2020
કલાકારોનું સન્માન કરો. કલાકારોને તેમણે નક્કી કરેલ વળતર આપો.
બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની આ ફેસબુક પોસ્ટ છે. જે દરેક સમાજના લોકોએ વાંચવી જોઈએ અને પોતપોતાના સમાજના કલાકારો, સાહિત્યકારો, કવિઓ, લેખકો, વિગેરેને બિરદાવવા જોઈએ. કલાકાર કમાય અને તેનું ઘર ચાલે, આ તમારી, તમારા સમાજની જવાબદારી છે. પેમેન્ટ પર કોઈ સવાલ ના થવા જોઈએ અને સમયસર એણે નક્કી કરેલું પેમેન્ટ આપવું જોઈએ. દરેક સમાજને લાગુ.

—-
કલાકારોનું પેમેન્ટ શા માટે ????
આ રહ્યા કારણો … ચોક્કસ વાંચજો … એક આદર્શ શ્રોતા અને સમાજની પણ જવાબદારી છે કે કોઈપણ કલાકારને માત્ર તાળીઓથી જ નહીં ઉચિત પુરસ્કાર સાથે બિરદાવે .. નોખી માટીના માણસો એટલે અમે કલાકારો … સારા કે નરસા પ્રસંગોમાં એ સુખ દુઃખને વાચા અને વાણી આપે એ કલાકારો..ઘણીવાર ઘરની જવાબદારીઓ અને દુઃખના પોટલાં ઓટલે મૂકીને તમને જલસા કરાવે એ કલાકારો…સાહેબ ક્યારેક કલાકારના જીવનમાં ડોકિયું કરીને જોઈ લેજો ઓછી આવક, મોંઘવારી, સ્પર્ધા, દ્વેષ, આ બધાની સામે સતત જજુમે તોય મોજથી તમને ચા પીવડાવે એ કલાકાર … નાત જાતના કોઈ સીમાડા નઈ ને જીવન પર્યન્ત ખુશ ખુશાલ મુદ્રામાં જ રહેતી આ કલાની નાત….. 5-7 દિવસ ની સિઝનમાં હજારો સપનાઓ ગૂંથી લેતો આ કલાકાર ને પછી 2 3 મહિનાના બ્રેકમા એડજેસ્ટ કરતો આ કલાકાર.દરેક કલાકારોને એના યોગ્ય પુરસ્કાર સાથે સન્માન આપો માત્ર આટલી વિનંતી ક્યારેક યોગ્ય મદદ અને એને યોગ્ય સ્ટેજ મળે અને હમેશા એને પ્રોત્સાહિત કરતા રહો …મને ગૌરવ છે કે નાનો અમથો પણ હું આ જાતિ(કલાકાર જાતિ)નો માણસ છું….- મોહિન્દર મૌર્ય
—–
કૌશિક શરૂઆત
“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?