144 – 15 March બહુજન સમાજ દિવસ

manyavar Kanshiramsaheb
Wjatsapp
Telegram

૧૫ માર્ચ ૨૦૨૦ રવિવાર “બહુજન સમાજ દિવસ”

એક નેતા કહે,”તમે ૧૦ હજાર લોકોને ભેગા કરો, આપણે રોડ પર ઉતરીએ અને ન્યાય લઈએ”. કાંશીરામ આજે જીવતા હોત તો કહેતા,તમે ૧૦ હજાર વોટ આપો, આપણે ૪ કોર્પોરેટર ચૂંટીએ અને ૫ વર્ષ તેમની પાસેથી રોજ કામ લઈએ. હવે તમે જ બોલો! શુ કરાય? ૧૦ હજાર લોકોને રોડ પર ઉતારવાય કે ૧૦ હજાર વોટ નંખાવીને, આપણા ૪ કોર્પોરેટર બનાવાય? આખરે ક્યાં સુધી ન્યાયની ભીખ માંગ્યા કરવાની? આવું જ એક સરસ ઉદાહરણ હેમંત પરમારે આપ્યું છે. આખા ગુજરાતમાં એક-એક જમીનના ટુકડા માટે રોજ ઉઠીને સંઘર્ષ કરવાનો? કે ગુજરાતમાં આપણી બહુજન સરકાર બનાવી બધાને એકસાથે જમીનો આપવાની? ગુજરાતમાં જમીન મેળવવા આંદોલન કરતાં સૌ કાર્યકર્તાઓ અને જમીન વિહોણાએ ખાસ વાંચવા જેવું. હેમંત પરમારની આ પોસ્ટ વાંચજો અને રસ્તાના આંદોલન બંધ કરી, સત્તાના આંદોલન કરો.

Manyavar Kanshiram Saheb

માન્યવરનું જમીન આંદોલન

– માન્યવરના જમીન આંદોલન વિશે ખાસ કોઈની પાસે જાણકારી નથી. અમુક મિત્રો પાસે હશે તો પણ હવા માં ગોળીબાર જેવી જ માહિતી હશે. કારણકે માન્યવરના જમીન આંદોલનની વાત જો ગુજરાતમાં થાય તો કહેવાતા કર્મશીલોના પૈસા પડી જાય. ગુજરાતના કોક ગામમાં એકાદ બે એકડ જમીન અપાવી હોય અને એ પણ કાકલૂદી કરી કરીને. પણ એ એકાદ બે એકડ જમીન જ્યારે ભાષણમાં આવે ત્યારે હજારો એકડ ની થઈ જાય છે. આ ચમત્કાર કેમનો થાય છે? એ જાણવા માટે તો કોઈ તાંત્રિક,ભુવા જાદુગરો ને પકડવા પડે. પણ છોડો એ નથી જાણવું. આપણે એટલું જ જાણીએ કે જમીન આંદોલન કેમનું ચાલે ? અને સમાજને જમીન કેવી રીતે મળે ?માન્યવરે એક નારો આપેલો “જો જમીન સરકારી હે,વો જમીન હમારી હે”. અને આ નારો લઈ આખા ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરેલો.જેનાથી માન્યવર અને બસપાને રાજકીય મજબૂતી મળી. અને જ્યારે સરકાર બનાવાનો મોકો મળ્યો ત્યારે જમીન આંદોલનના ઇતિહાસને પણ ગર્વ થાય થાય એવો ઇતિહાસ તેઓએ લખી નાખ્યો. તો ચલો માન્યવરના જમીન આંદોલન વિશે વાત કરીએ.19,માર્ચ 1997 ના દિવસે અટલ બિહારી વાજપેયીના ઘરમાં માન્યવર,વાજપેયી અને અડવાણીની મીટીંગ મળે છે. મીટીંગ માં ચર્ચા ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવાની થાય છે .અંતે ત્રણેય નેતાઓ એક નિર્ણય પર આવે છે કે છ મહીના સરકાર બસપાની બનશે અને છ મહિના ભાજપની. અને આ છ છ મહિનાની સરકારમાં બન્ને પાર્ટી પોત પોતાના એજન્ડા પર જ કામ કરશે. કોઈ એક બીજાને પોતાના એજન્ડા પર કામ કરતા હેરાન કરશે નહીં. અને સરકાર બનાવાની પહેલી તક કાંશીરામ સાહેબ લેવાની વાત કરે છે. વાજપેયી જોડે બીજો કોઈ વિકલ્પ એ સમયે નહોતો. માટે સાહેબ ની વાત માને જ છૂટકો હતો. પણ માન્યવર અને વાજપેયી વચ્ચે એજન્ડા નક્કી કરવામાં ભારે ચર્ચા જામેલી. માન્યવરનો એજન્ડા સાંભળીને વાજપેયી અને અડવાણી હોતપ્રોત થઈ ગયેલા. માન્યવરનો એજન્ડા હતો જ એવો. માન્યવરે નીચે પ્રમાણે એજન્ડા મુકેલા.

૧) ભૂતકાળની ભાજપ,કોંગ્રેસ,જનતા પાર્ટી,જનતાદળની સરકારોએ ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને કાગળ પર સાત લાખ એકડ જમીન ફાળવેલી. પણ જમીન પર કબજો આપેલો નહિ.એ જમીનના કબજા આપવા.

૨) ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજના મહાપુરુષોની યાદગીરી રૂપે સ્મારકો બનાવવા.

૩) ગ્રામવિકાસ યોજનાને અમલમાં મુકવી.ઉપરના ત્રણેય એજન્ડા માંથી જમીનના કબજા ની વાત વાજપેયી અને અડવાણી સ્વીકારવા તૈયાર નહોતા.કે આનાથી તો ઉત્તર પ્રદેશનો બીજો વર્ગ અમારી સામે આવશે.અને માન્યવર ને પૂછ્યું કે તમને ખબર છે કે આ જમીનના પટ્ટા હાલ કોની પાસે છે? માન્યવર કહે છે કે એતો આપ પણ જાણો જ છો.ઉત્તર પ્રદેશના દલિત સમાજને સાત લાખ જમીનના કાગળ પર પટ્ટા મેં તો આપ્યા નથી.એ તમારી અને કોંગ્રેસ,જનતા પાર્ટી અને જનતા દળની સરકારોએ આપેલા છે. તેમ છતાં હું કહી જ દઉં કે આ જમીન અત્યારે ઠાકુર,બામણ,યાદવ,અને કુણબીની પાસે છેઅને જો તેઓ વિરોધ કરે તો તેઓને આપ સમજાવો. કારણકે આ જમીન મેતો આપી નથી.જેમને જમીન તમે આપી એમને તમે સમજાવો. જેઓને જમીન કોંગ્રેસ, જનતા દળ અને જનતા પાર્ટીએ આપી તેઓને એ લોકો સમજાવશે.અને તમારા થી ના માને તો મારી સરકાર સમજાવશે.ચર્ચાના અંતે વાત માની લેવાઈ અને માન્યવરે તેઓને આશ્વાસન આપ્યું કે હું મારી છ મહિનાની સરકારમાં ફક્ત આપે આપેલા જમીનના પટ્ટા ના કબજા આપીશ. મારા તરફથી એક પણ પટ્ટો હું નહીં આપું.

21,માર્ચ 1997 ના દિવસે ઉત્તર પ્રદેશમાં બહેન કુમારી માયાવતીના મુખ્યમંત્રી પદે બસપા ની સરકાર બને છે. સરકાર બન્યા પછી માન્યવર બહેનજીને કહે છે કે, તમારી પાસે બહુજન સમાજને સત્તાથી શુ થઈ શકે? એ બતાવવા અને સમજાવવા માત્ર 180 દિવસ છે. અને આ દિવસોની તમારી સરકારમાં તમારે ગુંડારાજ માં પડવાનું નથી. ગુંડાઓનો બંદોબસ્ત હું કરી દઉં છું. અને માન્યવરે ઉત્તર પ્રદેશના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનુસૂચિત જાતિના, તેઓના હાથ નીચે ત્રણ એડિશનલ ડાયરેકટર જનરલ અ.સુ.જાતિના, તેઓના હાથ નીચે ચાર આઇજી પોલીસ અ.સુ.જાતિના, તેઓના હાથ નીચે આઠ ડીઆઈજી પોલીસ અ.સુ.જાતિના, પીસતાળીસ જીલ્લામાં પીસતાળીસ એસએસપી અ.સુ.જાતિના, અને પીસતાળીસ ડિસ્ટ્રીકટ કલેકટર અનુસૂચિત જાતિના.બનાવી દીધા. અને તમામને કહ્યું કે આપ આજે જે કાંઈ પણ બન્યા છો એ મહાપુરુષો ના આંદોલન થકી બન્યા છો. અત્યાર સુધી તમે કિનારા પર હતા. હું તમને કેન્દ્રમાં લઈ આવ્યો છું. તો સમાજના કામ માં મારી મદદ કરો. અને મારા એજન્ડાને છ મહિનામાં પૂરો કરો. તમામ અધિકારીઓ માની ગયા. અને 100 દિવસમાં જ સાત લાખ જમીનના પટ્ટા દલિત સમાજને જમીન પર કબજો આપવામાં સફળ રહ્યા. સત્તા હાથમાં હોવાથી શુ શુ કરી શકાય એનો ઉત્તમ નમૂનો માન્યવરે સો દિવસમાં બહુજન સમાજને આપ્યો. એકાદ બે ધારાસભ્ય ચૂંટીને મોકલવાથી સોયની નોક બરાબર જમીન પણ દલિત સમાજને મળવાની નથી. તે ગુજરાતના બહુજન સમાજે હવે તો સમજી જવું જોઈએ. લોકતંત્રમાં તમારા અધિકારો તમને સહેલાઈથી વિધાનસભા અને સંસદમાં જ મળશે. માટે ત્યાં જઈ સુકાન હાથમાં લેવા માટે મચી પડવું જોઈએ. અને જે તમને એમ કહેતું હોય કે ક્રાંતિ સંસદ કે વિધાનસભામાં નહિ થાય. ક્રાંતિ રોડ પર જ થશે. તેઓને કહી દો કે પહેલા પોતે રાજીનામુ આપી રોડ પર આળોટે. કદાચ ક્રાંતિ થઈ જાય.

હેમંત પરમાર

– બાબાસાહેબ, કાંશીરામ, પેરિયાર, જ્યોતિરાવ ફુલે, વિગેરે બધા જ મહાપુરુષો સત્તા મેળવવાની વાત કરતાં હતાં. એટલે સામાજિક સંગઠનો બંધ કરી, રાજકીય સંગઠનોમાં જોડાવ અને સત્તા મેળવો,રોજ સરકાર આગળ હાથ જોડવાના બદલે, જાતે, પોતે, સરકાર બનો. SC-ST-OBC ભેગા થઈને પણ ૧-૮-૨૦૧૮નો એક ગેરબંધારણીય ઠરાવ રદ ના કરવી શકે તો રસ્તાના આંદોલનોનો મતલબ શુ?રસ્તાના આંદોલન બંધ કરી, સત્તાના આંદોલન કરો.

કૌશિક શરૂઆત

જય ભીમજય કાંશીરામ

#Bahujan_Samaj_Divas

#EkBharat

માન્યવર કાંશીરામનું નાનું જીવનચરિત્ર મંગાવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

.http://sharuaat.com/bookstore/product/manyavar-kanshiram-saheb/

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

– શુ આ રીતે દલિતોને આવતા ૧૦૦ વર્ષો પછી પણ સત્તામાં ભાગીદારી મળે?

આટલું વિચારજો.

#એક_ભારત વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરો. ફાલતુ ફોરવર્ડ કરનારને તાત્કાલિક અસરથી રિમુવ કરવામાં આવે છે. ફક્ત બહુજન વિચારધારાવાળા લોકો માટે જ ગ્રુપ છે.

https://chat.whatsapp.com/DDCeZpGAqFO9XVrliZwAzQ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.