૨/૧૪ – હું નવો નિશાળીયો હતો

આજની ૧૪ પોસ્ટમાંથી બીજી પોસ્ટ
“મહામાનવ આંબેડકર” પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં મેં બાબાસાહેબની ૨૨ પ્રતિજ્ઞા નોહતી મૂકી. હું નવો નિશાળીયો હતો, મને એમ કે આપણે બાબાસાહેબનો પ્રચાર-પ્રસાર કરીએ, હિંદુ ધર્મની ટીકા કરવાની ક્યાં કોઈ જરૂર છે?
પણ, પહેલી આવૃત્તિ ખતમ થઈ ત્યાં સુધી મારા સમજમાં આવી ગયું કે બાબાસાહેબનું જીવનચરિત્ર, બાબાસાહેબના વિચારો, પેલી ૨૨ પ્રતિજ્ઞા વગર અધૂરાં છે.
અમુક લોકો પોતાના પર્સનલ એન્ટરટેઈન માટે હિંદુઓના તહેવાર ઉજવે છે, ગરબા ગાય, હોળી રમે, દેવી દેવતાઓને માને છે અને પાછા આવા લોકો અન્યોને “બાબાસાહેબનું મિશન શુ છે?” એ સમજાવે છે? આ ૨૨ પ્રતિજ્ઞાઓમાં બાબાસાહેબે ક્લિયર કટ લખ્યું છે કે શું કરવાનું અને શું નહિ કરવાનું?
બાબાસાહેબ કેટલાં દુરંદેશી હતા કે એમના જ સમાજના લોકો પોતાની કલમ વેચીને બાબાસાહેબને હિંદુ ચીતરવા પ્રયાસ કરશે અને એ વખતે બાબાસાહેબ તરફથી એક મજબૂત લખાણ જોઈશે કે જેથી તેમના અનુયાયીઓને ગુમરાહ થતા બચાવી શકાય.
ડૉ. બાબાસાહેબનું મિશન ચલાવવું અને હિંદુ અધર્મને પોષવો, હિંદુ તહેવારો મનાવવા, હિંદુ દેવી-દેવતાઓને માનવા, બન્ને એકસાથે શક્ય નથી.
બાબાસાહેબની આ ૨૨ પ્રતિજ્ઞા વાંચો, યાદ રાખો અને તેનું પાલન કરો. સમાજના વેચાયેલા કટારલેખકો, લેખકો, સ્વચ્છંદી લોકોથી બચો.
(૧) હુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહી કરુ અને ન તો હુ તેની પૂજા કરીશ.
(૨) હુ રામ અને કૃષ્ણ, જે ભગવાનના અવતાર માનવામાં આવે છે. હુ કોઈ આસ્થા નહી રાખુ અને ન તો હુ તેની પૂજા કરીશ.
(૩) હુ ગૌરી ગણપતિ અને હિન્દુઓના અન્ય દેવી-દેવતાઓમાં આસ્થા નહી રાખુ અને ન તો હુ તેમની પૂજા કરીશ.
(૪) હુ ભગવાનના અવતારમાં વિશ્વસ કરતો નથી.
(૫)હુ ન તો એ માનુ છે અને ન તો માનીશ કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હુ આને પાગલપન અને ખોટો પ્રચાર માનુ છુ.
(૬) હું શ્રદ્ધા (શ્રાદ્ધ) માં ભાગ નહી લઉ અને ન તો હુ પિંડ-દાન કરીશ.
(૭) હુ બુદ્ધના સિંદ્ધાંતો અને ઉપદેશોનું ઉલ્લંઘન કરનારા રીત પર કાર્ય નહી કરુ.
(૮)હુ બ્રાહ્મણો દ્વારા નિષ્પાદિત થનારા કોઈ પણ સમારંભને સ્વીકાર નહી કરુ.
(૯)હુ મનુષ્યની સમાનતામાં વિશ્વાસ કરુ છુ.
(૧૦)હુ સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
(૧૧)હુ બુદ્ધના આષ્ટાંગિક માર્ગનુ અનુશરણ કરીશ.
(૧૨)હુ બુદ્ધ દ્વારા નિર્ધારિત પરમિતોનુ પાલન કરીશ.
(૧૩) હુ બધા જીવિત પ્રાણીયો પ્રત્યે દયા અને પ્રેમ ભરી દયાળુતા રાખીશ.
(૧૪) હુ ચોરી નહી કરુ.
(૧૫) હુ ખોટુ નહી બોલુ.
(૧૬) હુ કામુક પાપો નહી કરુ.
(૧૭) હુ દારૂ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનુ સેવન નહી કરુ.
(૧૮) હુ મહાન આષ્ટાંગિક માર્ગના પાલનનો પ્રયાસ કરીશ અને સહાનુભૂતિ અને પ્રેમ ભરી દયાળુતાનુ દૈનિક જીવનમાં અભ્યાસ કરીશ.
(૧૯) હુ હિન્દુ ધર્મનો ત્યાગ કરુ છુ જે માનવતા માટે હાનિકારક છે અને ઉન્નતિ અને માનવતાના વિકાસમાં બાધક છે કારણ કે આ અસમાનતા પર આધારિત છે અને સ્વધર્મના રૂપમાં બૌદ્ધ ધર્મને અપનાવુ છુ.
(૨૦) હુ દ્દ્રઢતા સાથે એ વિશ્વાસ કરુ છુ કે બુદ્ધનો ધર્મ જ સાચો ધર્મ છે.
(૨૧) મને વિશ્વાસ છેકે હુ ફરીથી જન્મ લઈ રહ્યો છુ. (આ ધર્મ પરિવર્તન દ્વારા)
(૨૨) હુ ગંભીરતા અને દ્રઢતા સાથે જાહેર કરુ છુ કે હુ ધર્મ પરિવર્તન પછી પોતાના જીવનના બુદ્ધના સિદ્ધાનો અને શિક્ષાઓ અને તેમના ધર્મ મુજબ માર્ગદર્શન કરીશ.
કૌશિક શરૂઆત
ફોટો : Jayesh Gandhi ની વોલ પરથી.