તમે ગુલામ છો કે નહીં? આવો ચેક કરીએ.

ગુલામી એક અવસ્થા છે. એ ક્ષણિક પણ હોઈ શકે અને કાયમી પણ હોઈ શકે.
જો કોઈ વ્યક્તિ તમારે શું કપડાં પહેરવા ? શુ ખાવું ?અને ક્યાં લગ્ન કરવા ? તે નક્કી કરી શકે ?
તો ફટ દઈ દરેકનો જવાબ ના આવશે પણ વાસ્તવિકતા શુ છે ?
આ દેશમાં ક્યાં પરણવું એ સમાજ નક્કી કરે છે. ૯૯ ટકા લગ્ન પોતાની જાતિ કે ધર્મમાં થાય છે.
આ દેશમાં શું ખાવું તે પરિવાર નક્કી કરે. જો પરિવાર કે સમાજથી અલગ તરેહનું ભોજન લેનારા વ્યક્તિને છુપાઈને ખાતા તમે જોયા હશે અથવા પોતાના ભોજન અંગે લોકોને ખોટું બોલતા પણ જોયા હશે. તે વાસ્તવિકતા છે
કપડાં શુ પહેરવા એ પણ ઉપરની જેમ બીજા જ નક્કી કરે છે પણ માત્ર ખયાલ કલરની પસંદગીનો માત્ર છે.
આમ આ દેશમાં કરોડો લોકો માનસિક ગુલામીની અવસ્થામાં જીવે છે.
આપણે કોના ગુલામ રહેવું તેની પણ સ્વતંત્રતા નથી.
એવો આભાસ હોવો કે, અમે આઝાદ છીએ એ પણ ગુલામીની પરાકાષ્ઠા છે.
જે દિવસે લેંગિક સ્વતંત્રતા સ્થપાશે.
ખાસ કરી સ્ત્રીઓ પોતાના નિર્ણયો લેવા આઝાદ બનશે તે વખતે સાચી આઝાદી આવશે.
આ ખયાલ દરેકની વ્યક્તીગત આઝાદીનો છે.
દેશમાં શાસક કોઈપણ હોય પણ તમામ શાસકો ઈચ્છે કે, દેશની ૯૯ ટકા પ્રજા માનસિક ગુલામીથી બહાર ન આવે.
તમારો પ્રશ્ન એ એમનો પ્રશ્ન નથી
તમારી સમસ્યા એ એમની સમસ્યા નથી
તમારી ચિંતા એ એમની ચિંતા નથી
કેમ કે, દુનિયાના કોઈ દેશમાં માનસિક ગુલામોની ચિંતા કોઈ શાસક રાખતા નથી. સમજ્યાં!
જીગર પરમાર