ગુજરાતમાં આર્ટિકલ 371 ક્યાં લાગુ છે?

આર્ટિકલ 371 જે રાજ્યોમાં લાગુ છે તે રાજ્યોની જમીન તેના કુદરતી સોર્સ (નદી, જંગલ, જમીન, વિગેરે), સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, વિગેરેના રક્ષણના અધિકારો જે તે રાજ્યોને આપે છે.
આર્ટકલ 371 ઘણો ખરો આર્ટિકલ 370 જેવો જ છે.
આ કલમ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, આસામ, આંધ્રપ્રદેશ, સિક્કિમ, કર્ણાટકા, ગોવા વિગેરે રાજ્યોમાં લાગુ છે. અને ગુજરાત અને મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડ, કચ્છનો વિકાસ કરવા, રાજ્યપાલને આ કલમ હેઠળ વિશેષ અધિકાર મળેલા છે.
આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ છે. જ્યાં કોઈ નોન આદિવાસી ભારતીયને જમીન ખરીદવાની સત્તા નથી.
જેનો મતલબ તેમનું અલગ સંવિધાન નથી. પણ તેમની સભ્યતા, સંસ્કૃતિને બચાવવા અને તેમની વિશેષ સ્થિતિને ધ્યાનમાં રાખી તેમનો વિકાસ કરવો છે.
બહુમતીના નામે તેમનું શોષણ ના થાય તે માટે છે આર્ટિકલ 371. આવી વિવિધતામાં એકતાથી બને છે ભારત દેશ. એક દેશ, એક સંવિધાન, એક ધર્મ એ ભારતની ગણતાંત્રિક રાજ્ય વ્યવસ્થા વિરુદ્ધ છે. ભારતના સંવિધાન વિરુદ્ધ છે. ભારતની દેશની એકતા વિરુદ્ધ છે આ “એક દેશ, એક સંવિધાન, એક ધર્મ” ની ભાવના. “વિવિધતામાં એકતા” જ આપણા દેશના બંધારણનો મૂળ મંત્ર છે.
બહુમતના નામે દેશ તોડનાર, કટ્ટરવાદી લોકોથી બચો, તેમનો વિરોધ કરો અને તમારા દેશને વધુમાં વધુ જાણો. પોતાના દેશની વિવિધતાને જાણો.
nice infermation
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
Very nice information…
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો