Author: sharuata Magazine

લોકશાહીમાં મુદ્દા આધારિત લડાઈ અને વિચારધારા સાથેની લડાઈમાં શુ ફરક છે?

લોકશાહીમાં આંદોલન સર્વોચ્ચ હથિયાર છે અને આંદોલનને સફળ બનાવવા સંગઠન સૌથી મહત્વનો ભાગ ભજવે છે, સંગઠન બનાવવા એક વિચાર જરૂરી હોય છે.. વિચારોની અભિવ્યક્તિ તમને ચોક્કસ વિચારધારા તરફ લઈ જાય છે.. ખેડૂત આંદોલન સફળ...

મોદીનું ભાષણ કાયદો નથી,વટહુકમથી ૩ કૃષિ કાનૂનો રદ કરો

દેશના વડા પ્રધાનમાં વિશ્વાસ નથી. ક્યાંથી હોય, વારે વારે જૂઠું બોલનારમાં વિશ્વાસ કોણ મૂકે. મોદીના કાલના ભાષણમાં પણ કેટલાંક જુઠ્ઠાણાં તો છે જ.

૩ કૃષિ બિલ | વડાપ્રધાનના શબ્દોમાં સચ્ચાઈ નથી, કપટ છે !

સુપ્રિમકોર્ટે ગઠિત કરેલ સમિતિના સભ્ય અનિલ ઘનવતે 19 નવેમ્બર 2021ના રોજ કહ્યું છે : ’સમિતિની ભલામણો વડાપ્રધાને વાંચી પણ નથી ! કૃષિ કાનૂનો રદ કરવાનો નિર્ણય વિશુદ્ધ રુપથી રાજકીય છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશ તથા પંજાબની વિધાન સભાઓમાં જીત હાંસલ કરવાનો છે !’

… તો આવા બુકસ્ટોરવાળાઓને શરૂઆતના પુસ્તકો વેચવામાં નહિ આવે

“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...

કિસાન આંદોલને એ સાબિત કર્યું છે કે સરકાર ઉપર લોકતંત્ર છે !

કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/અરાજકતાવાદી/આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી...

“જય ભીમ” જેવો વકીલ જોઈએ છે? તો આ વાંચો.

બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી. હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે...

સરદારધામના આગેવાનોમાં ખુમારી કેમ મરી ગઈ છે?

વડાપ્રધાનને માન/સન્માન આપવા સામે વાંધો નથી; પરંતુ તેમના માટે યશસ્વી/તેજસ્વી જેવા વિશેષણોનો ઉપયોગ થાય તે ચાપલૂસીની પરમ સીમા કહી શકાય. આ સત્તાપક્ષની ભક્તિનું પરિણામ છે. ભક્તિ હોય ત્યાં ખુમારી હોઈ શકે નહીં.

પટેલોને પટેલ જ રહેવું છે કે સરદાર બનવું છે?

ગુજરાતમાં એક છાપ એવી છે કે પટેલોમાં એકતા બહુ જ હોય અને P for P જ જુએ. પણ કડવા અને લેઉઆ પટેલો વચ્ચે ખાસ્સાં તડાં તાજેતરમાં કોણે કેવી રીતે પડાવ્યાં એવો સવાલ કોઈ પટેલ પૂછે ખરા કે નહિ? અને એનો વાજબી, ભેળસેળ વિનાનો અને તદ્દન સાચો જવાબ પણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે નહિ?

caste based census

જાતિ આધારિત જનગણના શામાટે?

પ્રોફેસર રવિકાન્ત કહે છે : “થોડાં વરસ પહેલાં કેન્દ્ર સરકારના 89 સચિવોમાં OBC-0; SC-1; ST-3 હતા. 85 સચિવો અપર કાસ્ટના હતા ! ગૃપ-Aની નોકરીઓમાં અપર કાસ્ટની ભાગીદારી 66.7% અને OBCની ભાગીદારી 30% હતી. જ્યારે ગૃપ-Bની નોકરીઓમાં અપરકાસ્ટની ભાગીદારી 61% હતી. જ્યાં અનામત નથી તેવી જગ્યા એટલે કે કુલપતિની સ્થિતિ શું છે? 5 જાન્યુઆરી 2018ના UGCના આંકડા મુજબ દેશમાં કુલ 496 કુલપતિઓ નિયુક્ત હતા; તેમાં SC-6; ST-6; OBC-36 અને અપર કાસ્ટના 448 હતા ! મતલબ કે 99.3% અપર કાસ્ટની ભાગીદારી !”

PMFBY

‘પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના’ કિસાન માટે છે કે કંપની માટે?

સવાલ એ છે કે શું PMFBYનો હેતુ ખાનગી વિમા કંપનીઓને મદદ કરવાનો છે? વાસ્તવિકતા એ છે કે ગરીબ કિસાનોને ફાયદો ઓછો અને ખાનગી કંપનીઓને લીલાલહેર!