RTE માં ગરીબોને પડતી મુશ્કેલીઓ નિવારવા ભારતીય દલિત પેંથરે આપ્યું આવેદનપત્ર

Wjatsapp
Telegram

પ્રતિશ્રી તારીખ :- ૨૭-૦૮-૨૦૨૦
માનનીય મુખ્યમંત્રીશ્રી
સચિવાલય, ગાંધીનગર
ગુજરાત રાજ્ય

માનનીય કલેકટરશ્રી અમદાવાદ શહેર દ્વારા.

વિષય :- RTE (Right To Education) 2009 અધિનિયમ અંતગર્ત પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓ તથા બાળકોને થતી સમસ્યાઓ અને અન્યાય થવા બાબત.

માનનીય મુખ્યમંત્રીશ્રી
જ્ય ભીમ સાથે જણાવવાનું કે સરકારશ્રીના શિક્ષણ અધિકાર અધિનિયમ – 2009 અંતગર્ત 2020-21 શૈક્ષણિક પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે. સ્વતંત્ર ભારતના બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોની કલમ 45 મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે એ પ્રકારના પ્રયાસો કરવાના હતા. સરકારે બાળકોને મફત અને ફરજિયાત “શિક્ષણનો અધિકાર” અધિનિયમ – 2009” સંસદ દ્વારા બનાવ્યો. RTE (Right To Education) 2009 “શિક્ષણના અધિકારી” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય દલિત પેંથર

વર્ષ 2020-21 માટે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં સરકારના નિયમોના કારણે બાળકોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને “શિક્ષણનો અધિકાર” અધિનિયમનો ભંગ થઈ રહ્યો હોય, ગરીબ મધ્યમ વર્ગના બાળકોને હળહળતો અન્યાય થઈ રહ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.

૧… પ્રવેશ પ્રક્રિયાનો સમય 10 જ દિવસ રાખવામા આવેલ છે. જેને વધારીને બીજા 15 દિવસ આપવામાં આવે.

૨… વિદ્યાર્થી અને વાલીના આધારકાર્ડ નંબર દર્શાવવાની પ્રક્રિયા મરજિયાત રાખવામા આવે. આધાર સેન્ટરો કાર્યરત ના હોવાથી તથા એક જ સેન્ટર કાર્યરત હોવાથી આધારકાર્ડ કઢાવવું થતાં સુધારા – વધારામાં બહુ જ સમસ્યાઓનો સામનો આમ જનતા કરી રહી છે.

3… શહેરી અને ગ્રામિણ વિસ્તાર માટે આવક મર્યાદામાં વધારો કરીને 2,00,000/- કરવાં આવે.

4… ભાડેથી રહેતા લોકો માટે રજીસ્ટર ભાડાનો કરાર નિયમ તાત્કાલિક અસર થી રદ કરવામાં આવે રજીસ્ટર ભાડા કરાર કરવા અને પોલીસ વેરિફિકેશનમાં વાલીઓને સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડે છે અને આર્થિક સમસ્યાઓનો ખૂબ મોટા પાયે લાચારી થી સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના મહામારીના સમયમાં ગરીબ-મધ્યમવર્ગ મોટી આર્થિક મુશકેલી માં છે, ધંધો રોજગાર નથી આવા સમય માં સરકારના તાત્કાલિક ધોરણે લેવાયેલા નિયમોથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક અને માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે

તો આપ માનનીય મુખ્યમંત્રી ગરીબ અને મધ્યમવર્ગ ની સમસ્યાઓ અને એમને થઈ રહેલા અન્યાય માટે યોગ્ય વ્યાજબી કાર્યવાહી કરશો એવી નમ્ર વિનંતી છે જણાવેલા મુદ્દા માંગણીઓ ને ધ્યાન માં લઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો “ભારતીય દલિત પેંથર” હજારો વાલીઓ સાથે આંદોલનનો માર્ગ અપનાવીશું બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા વિનંતી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

– ભારતીય દલિત પેંથર

નકલ રવાના
1… માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
2… માનનીય શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
3… કલેક્ટર સાહેબશ્રી, અમદાવાદ
4… ડૉ. એમ. આઈ. જોષી સાહેબ, (પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.