“થૂંકેલું ચાટવું” કહેવતને સાર્થક કરતી ભાજપ સરકાર | ✍️સમ્રાટ બૌદ્ધ

Wjatsapp
Telegram

આ કહેવત વખતો-વખત આપણાં કાનમાં પડતી હોય છે. આ કહેવત ઘણા વર્ષોથી લોકો બોલતા અને સાંભળતા આવ્યા છે. જ્યારે આજે આપણે વાત કરીશું કે ભાજપ સરકાર દ્વારા કેવી રીતે પોતે આપેલા વચનો, બયાનોથી મોઢું ફેરવીને થૂકેલું ચાટ્યું છે. ભાજપ સરકાર દ્વારા હમેશા કોઈને કોઈ મુદ્દા ઉપર પીછે હટ કરવી એ એના માટે સહજ છે ત્યારે આપણે ૨૦૧૪ લોકસભાની ચૂંટણીથી  ચાલુ કરીએ તો હિન્દુ સમ્રાટ કહેવાતા મહાન નેતા નરેન્દ્ર મોદીએ ૧૫ લાખની લાલચ આપી હતી અને બાદમાં અમીત શાહને એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ચૂંટણીના પ્રચાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ લાખની વાત થઈ હતી કે ભારતનું વિદેશમાંથી કાળુંનાણું લાવીને બધાના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા આપીશું ત્યારે અમિતશાહે એ વાત પર યુ-ટર્ન મારીને કહ્યું હતું કે એ માત્ર જુમલો હતો એમ કોઈ પણ રીતે ૧૫ લાખ કોઈના ખાતામાં ના નાખી શકાય. આમ જ ભાજપ સરકાર દ્વારા કોઈને કોઈ રીતે સામાન્ય જનતાને ઉલ્લૂ બનાવીને કે હેરાન પરેશાન કરીને પોતે બોળેલી વાતોમાંથી મુખરી જતાં જોયા છે જેમાં આપની સામે થોડા ઉદાહરણો મૂકવાનો પ્રયાસ કરું છુ જે સમજવામાં સરળ રહેશે અને મારી વાત પણ તાર્કિક રીતે રજૂ થઈ શકશે. 
મહેબૂબા ભાજપ સાથે હોય તો રાષ્ટ્રભક્ત ને વિરોધમાં હોય તો દેશદ્રોહી ?
૨૦૧૬ પહેલાં ભાજપને જમ્મુ કશ્મીરની મુફ્તીની પાર્ટી પીડીપી દેશ વિરોધી લાગતી હતી પરંતુ ૨૦૧૬ના જમ્મુ કશ્મીર વિધાનસભા ચુટણીમાં જ્યારે બંનેને સાથે રહીને સતા સ્થાપવાનો વિકલ્પ જણાયો ત્યારે મોદી-શાહ સહિત ભાજપના નેતાઓને મહેબૂબા મુફ્તી એક રાષ્ટ્રભક્ત લાગતી હતી. ચૂંટણીનાં સમયે પીડીપી સાથે નિર્મલ સિંહ સહિતના J&K ના ભાજપના નેતાઓએ સમ્મતિ દર્શાવી હતી ત્યારે બધુ જ ઠીક લાગતું હતું અને જ્યારે ૨૦૧૮માં બંને વચ્ચે મતભેદો ચાલુ થયા અને બંને પાર્ટીઓએ ગઠબંધન તોડ્યું ત્યારે મહેબૂબા મુફ્તી તેમજ તેમની પાર્ટી પહેલાના જેમ જ રાષ્ટ્રદ્રોહી  થઈ ગયાં. આ દોગલી રાજનીતિ ભાજપ સિવાય કોઈ ના કરી શકે.
ચીન મુદ્દે રક્ષામંત્રીના બયાન બાદ મોદીનો યુ-ટર્ન ! જાણકારી મુજબ ચીની સૈનિક ભારતના LACમાં ઘૂસતા વિવાદ થયો હતો. આ બાબતે વધુમાં ભારત સરકાર તેમજ રક્ષામંત્રી રાજનાથસિહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચીની સૈનિક ભારતની LAC(the Line of Actual Control) સીમા પર ઘૂસપેઠ કરી હતી જેમાં ૨૦ જેટલા ભારતીય સૈનિકોને શહિદ થયાં હતા. આ બયાન ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે ૩ જૂનના રોજ આપ્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ જૂન દેશને સંબોધન કરતાં હતાં તે સમયે કહ્યું કે “ના તો કોઈ ભારતીય સીમામાં ઘૂસ્યું છે અને ના તો ભારતીય પોસ્ટ કોઈના કબ્જામાં છે” આ બયાન રક્ષામંત્રી રાજનાથસિંહ કરતાં સાવ ઊલટું છે. જ્યારે રક્ષામંત્રીએ બયાન આપતા દેશમાં ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધનું માહોલ જોવા મળ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી દ્વારા આવા બયાનથી શું સાબિત થાય છે?   
ગુજરાત બિનસચિવાલય પરીક્ષામાં સરકારની અડી-અડીને છુટ્ટાની નીતિ
ડિસેમ્બર ૨૦૧૯માં ગુજરાતમાં બિનસચિવાલયની પરીક્ષા યોજવામાં આવી હતી અને એમાં દશ લાખની આસપાસ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી ફૂટેજ આવતા વિધાર્થીઓમાં ઉગ્ર વાતાવરણ જોવા મળ્યા હતા. ત્યારે વિધાર્થીઓના પ્રેસર અને હાઇકોર્ટમાં PIL દાખત  થતાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યાર બાદ ફરીથી પરીક્ષાની નવી તારીખ પડતાં સરકારે ફરી નવી જાહેરાત કરી કે હવે આ પરીક્ષા સ્નાતકના વિધાર્થીઓ જ આપી શકશે જો કે પહેલાં પરિક્ષાની ગાઈડલાઇનમાં ૧૨ પાસ ઉપર ભરતી કરવાની હતી પરંતુ બાદમાં ૧૨ પાસ કાઢી સ્નાતક કરવામાં આવ્યું. આમ દશ લાખમાથી ૩ થી ૪ લાખ વિધાર્થી ૧૨ પાસ હતા આથી વિધાર્થીઓનું આંદોલન જોર પકડતા ફરીથી સરકારે મૂળ ગાઈડલાઇન માં પરીક્ષા લેવા જણાવ્યુ. માત્ર સ્નાતકમાથી ૧૨ પાસ ફેરવવાથી વિધાર્થીઓને સંઘર્ષમાં ઊતરવું પડ્યું અને  હેરાન થવું પડ્યું અને સરકારને થૂંકેલું ચાટવું પડ્યું.
હેલ્મેટના નિયમમાં સરકારની પીછે હટ
કેન્દ્ર સરકારના મોટર વિહીકળ એક્ટ ૨૦૧૯ ડિસેમ્બરના નવા નિયમ  મુજબ ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકારે પણ તાયેતામા હેલ્મેટ ફરજિયાત કરી દીધું હતું અને હેલ્મેટ ના પહેરે એને ૧૦૦૦ દંડ પણ નક્કી કરી નાખ્યો હતો ત્યારે રાજકોટ એટ્લે કે મુખ્યમંત્રીનું હોમ ટાઉન ત્યાં જ વધુ વિરોધનો વંટોળ ઉડયો હતો આથી પહેલાં દંડ ૧૦૦૦માથી ૫૦૦ કર્યા હતા અને બાદમાં વધુ વિરોધ થતાં નગરપાલિકા અને મહાનગરોની હદમાં હેલ્મેટ મરજીયાત કર્યું હતું. જો પહેલાથી જ આમ સમજી વિચારીને નિર્ણયો લેવામાં આવે તો થૂકેલું ચાટવું ના પડે.
આ રીતે કેન્દ્રની હોય કે ગુજરાતની ભાજપ થૂકીને ચાટવામાં અવ્વલ આવે છે. ક્યારેય કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વાસ્તવિકતાથી સમજવામાં ભાજપના નેતાઓ ઓછા ઉતાર્યા છે. જ્યારે જ્યારે કોઈ પણ નિર્ણય જેવો કે જીએસટી, નોટબંધી, કોરોના લોકડાઉન હોય કે બીજા કોઈ પણ નિર્ણયો હોય એમાં ક્યારેય પણ યોગ્ય દિશામાં ભાજપે કાર્ય કર્યું નથી અને પ્લાનિંગના અભાવે કોઈને કોઈ રીતથી જે નિર્ણયો લીધા હોય એમાં ફેર બદલ કરવાનો વારો આવે છે. કોઈ એક દિશામાં નિર્ણય લીધા બાદ ક્યારેય એ મુદ્દાનું પ્લાનિંગ કરીને ભાજપ સરકાર આગળ વધી નથી. જો પહેલે થી પ્લાનિંગ સાથે આગળ વધે તો થૂકેલું ચાટવું પણ ના પડે અને સારી રીતે કાર્ય પણ પાર પાડી શકીએ.

✍️ સમ્રાટ બૌદ્ધ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.