BJP-RSS ના નજીકના ગણાતા ઉદ્યોગપતિ બી. આર. શેટ્ટીના બેન્ક ખાતા UAE માં ફ્રીજ કરવામાં આવ્યા.

અબુ ધાબી સ્થિત સૌથી મોટી હેલ્થ કેર કંપની MNC Health માં નાણાકીય ગેરરીતિઓ મળતા UK કોર્ટે કંપનીની દેખરેખ અને મેનેજમેન્ટ માટે નિમણૂક કરી છે. કંપનીના માલિક બી. આર. શેટ્ટીએ ADCB (Abu Dhabi Commercial Bank)પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી છે અને એ સિવાય HSCB બેન્ક, દુબઈ ઈસ્લામિક બેન્ક પાસેથી પણ કરોડોની લોન લીધેલ છે. બી. આર. શેટ્ટી પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
હાલ તો UAE સ્થિત સૌથી મોટી બેંક (CBUAE)એ તેમના અને તેમના પરિવારના બધા ખાતા ફ્રીજ કરવાના આદેશ આપી દીધા છે.

બી. આર. શેટ્ટી ભાજપમાંથી ઈલેક્શન લડેલાછે અને RSS માટે મિડલ ઈસ્ટ દેશોનું પણ સંકલન કરતા હતા, તેવી જાણકારી પ્રાપ્ત થાય છે. બી. આર. શેટ્ટી ગલ્ફ દેશોમાં RSS ના વિસ્તાર માટે યોજાયેલ મિટિંગમાં ભાગ લેતા હતા અને RSS ને ફંડ આપતા હોવાનું કહેવાય છે.
બી.આર. શેટ્ટી 2015ની ફોર્બ્સ યાદીમાં ભારતના 100 ધનિક લોકોમાં સ્થાન પામ્યા હતા અને 2020માં 42મુ સ્થાન પામ્યા હતા.