પુસ્તક વિમોચન | અનુસૂચિ 5-6 અને પેસા એકટ

કોરોનાને લીધે આપણે જાહેર કાર્યક્રમ કરીને પુસ્તક વિમોચન કરી શકીએ તેમ નથી. જેથી, આદરણીય સંજય પરમારના હસ્તે, ફક્ત બે મિત્રોની હાજરીમાં, “અનુસૂચિ 5-6 અને PESA એકટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

સંજય પરમાર,
ના વકીલ છે કે ના પત્રકાર કે ના અન્ય કોઈ સંવિધાનીક હોદ્દો ધરાવે છે. તેમછતાં, તેમની સંવિધાન અને સંવિધાનીક સંસ્થાઓ, હોદ્દાઓ વિશેની જાણકારી અદભુત છે. તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું છે. દરેકે તેમના જ્ઞાનનો લાભ લેવો જોઈએ.

એ જ રીતે,
એડવોકેટ-નોટરી રાજેશ સોલંકી પણ બાહોશ વકીલ છે. કાયદાના ઈન્ટરપ્રિટેશન તેમની પાસેથી શીખવા જેવા છે. હમણાં થોડા દિવસ પહેલા એકલા માણસે ટુ વહીલર પર માસ્ક પહેરવાની જરૂર નથી, કારમાં બેઠેલા એકલા માણસે માસ્ક પહેરવાની જરૂર નથી, તે બાબતનું ધ્યાન સરકારનું દોર્યું હતું અને સરકારે પરિપત્ર કરી, નાગરિકોને થતી ખોટી કનડગતમાંથી છુટકારો અપાવ્યો હતો.
બેઉ મિત્રો મારા ઘર પાસે રહે છે. (નખખોદીયા લોકો મારા પર કાંઈ આરોપ લગાવે એ પહેલાં ચોખવટ કરી દેવી સારી. 😋 )
બન્ને વિદ્વાનોએ જણાવેલ સંવિધાનીક મુદ્દાઓ પર આપણે શરૂઆત ડોટ કોમ પર આર્ટિકલ કર્યા છે અને આગળ પણ કરતાં રહીશું.
🔵 જય આદિવાસી જય જોહાર
શરૂઆત પબ્લિકેશન આજે આપ સમક્ષ નવું પુસ્તક પ્રસ્તુત કરે છે.
આદિવાસીઓના કાયદાનું પુસ્તક, એટલે,
અનુસૂચિ ૫-૬ અને PESA એકટ
આજે જ્યારે સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતથી આદિવાસીઓની જમીન છીનવવા યેનકેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આદિવાસીઓ ભારતના બંધારણ અને કાયદા થકી મળેલા અધિકારો વાંચે, જોગવાઈઓને લાગુ કરાવે અને પોતાની જળ, જંગલ અને જમીન બચાવે, તે માટે કાયદાનું પુસ્તક અમે આપ સમક્ષ રજુ કરી રહ્યા છીએ.

અનુસૂચિ ૫-૬ અને PESA એકટ
આ પુસ્તકમાં,
૧) અનુચ્છેદ 244, 244-ક, 275,
૨) પાંચમી અનુસૂચિ,
૩) છઠ્ઠી અનુસૂચિ,
૪) પેસા એકટ – ૧૯૯૬,
નો સમાવેશ કરેલ છે.
પાના સંખ્યા : 40
કિંમત : 50 રૂ.
લેખન – સંકલન : ડૉ. કલ્પેશભાઈ વોરા
પુસ્તક મંગળવાર તારીખ 14 જુલાઈ 2020 એ કુરિયર કરવામાં આવશે જે તમને તારીખ 16 જુલાઈ સુધીમાં મળી જશે.
આદિવાસી સમાજ પોતાના અધિકાર માટે જાગૃત થાય અને અનુસૂચિ 5 લાગુ કરાવવા માટે #ઉલગુલાન કરે તેવી શુભેચ્છા.
જય બિરસા મુંડા
જય આદિવાસી
જય જોહાર
ઓનલાઈન પુસ્તક મંગાવવા માટેની લિંક,
http://sharuaat.com/bookstore/product/anusuchi-5-6-and-pesa-act/
શરૂઆત બુક સ્ટોર
8141191311
નોંધ : ઓનલાઈન પુસ્તક નોંધાવવામાં કોઈ અવગડ પડે તો નીચેના નંબર પર ફોન કરવા વિનંતી. ઉપર લિંક આપેલ છે જ્યાંથી ઓર્ડર નોંધાવવાનો રહેશે. 🙏
Nice pl send me info for other book catalogue.
Please visite our site : http://sharuaat.com/bookstore/shop/
Pl send on my address
17.satadhar society
Somnath mahadev Road
B/H sidhharthnagar society
Mob.7984467875
Mehsana.384001