પુસ્તક પુનઃમુદ્રણ | આમ આદમીના આગેવાન ડૉ. બાબાસાહેબ આંબેડકર

આમ આદમી ના આગેવાન
ડૉ.બાબા સાહેબ આંબેડકર
લેખક. ડૉ.રમેશચંદ્ર પરમાર સાહેબ

પ્રકાશકના બે બોલ
ભારત દેશ અનેક વિભૂતિઓની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.દરેક વિભૂતિઓ પોતાના અલગ-અલગ કાર્યક્ષેત્રે પ્રમાણે પોતાના કાર્ય કરે છે અને અલગ અલગ સમયે આપણને આવી વિભૂતિઓ મળતી રહી છે.
પણ એમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એક એવા મહામાનવ થઈ ગયા કે જેમને હજારો વર્ષોથી ચાલતી આવતી આ ભારત દેશની મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થાના ષડયંત્રમાંથી દબાયેલા,કચડાયેલા ,માનસિક અને શારીરિક રીતે અપંગ થઈ ગયેલા, પોતાનું તમામ જીવન આ ” મનુ “એ ઠોકી બેસાડેલી “મનુસ્મૃતિ ” ને આધીન જ છે તેવું તેઓ માની બેસી ગયેલા હતા, પણ ભારતમાં જન્મેલી આ વિભૂતિઓમાં થી એકમાત્ર “ડો. બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર ” જ હતા કે જેમને આ ” મનુ ” ની વર્ણવ્યવસ્થાના ગુલામ બનેલા શોષિત સમાજને આત્મસન્માન થી જીવતા શીખવાડ્યું.
અને તેમનાથી જ પ્રેરણા લઈને #આદરણીય ડૉરમેશચંદ્રપરમારસાહેબ ” પોતાની આખી જિંદગી ” ડૉ. બાબાસાહેબ આંબેડકરે”બતાવેલા માર્ગો “શિક્ષિત બનો , સંગઠિત બનો અને સંઘર્ષ કરો ” ને પોતાના રોમ – રોમ ઉતારી ને આખા દલિત સમાજની પ્રગતિ કઈ રીતે થાય તેના માટે પોતાના જીવનના અંતિમ શ્વાસ દલિત સમાજ માટે હોમી દીધા, તેવા આપણા આદરણીય “ડૉ. રમેશચંદ્ર પરમાર ” સાહેબ એ લખેલ “આમ આદમીના આગેવાન ડૉ. બાબાસાહેબ આંબેડકર” પુસ્તકમાં ડૉ. બાબાસાહેબે તેમના જીવનમાં જન્મથી લઈને પરિનિર્વાણ સુધીના તમામ કાર્યો કેવી રીતે બધી યાતનાઓ નો સામનો કરી છેલ્લે ભારત દેશનું બંધારણ રચી બંધારણના ઘડવૈયા અને વર્ષોથી ચાલતી આવતી વર્ણ વ્યવસ્થાના પાયા ને હચમચાવી નાખનારા મહા માનવ બન્યા. ભારતીય દલિત પેંથર ના સંસ્થાપક આદરણીય “ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ “દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર” ની ૧૦૦ મી જન્મ શતાબ્દી એ ૧૦૦ પુસ્તકો પ્રકાશન કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમાં ૬૫ જેટલા પુસ્તકો છપાઈ ગયા છે. તે જ સંકલ્પ ને આગળ ધપાવવા માટે આપણે આ સવા શતાબ્દી વર્ષમાં ૧૨૭મી જન્મજયંતી નિમિત્તે વધુ એક પુસ્તક બહાર પાડી રહ્યા છીએ. તેમાંથી ભારત દેશના યુવાનો અને પ્રેરણા મળે તેવા અમે પ્રયત્નો કર્યા છે.
✍️ રાહુલ પરમાર (મહામંત્રી, ભારતીય દલિત પેંથર-ગુજરાત)
પુસ્તક ખરીદવા માટે આ નંબર પર સંપર્ક કરો: ૯૮૭૯૯૬૧૭૯૦