પોલીસને ચેલેન્જ | ભાજપ સાથે સંકળાયેલ કવન પટેલે બીયરની રેલમછેલ સાથે, સોશિઅલ ડિસ્ટન્સ રાખ્યા વગર ઉજવ્યો જન્મદિવસ

Wjatsapp
Telegram

વિરપુર, ૧૧/૦૭/૨૦૨૦

તારીખ 10 જુલાઈના રોજ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કવન વિનુભાઈ પટેલનો જન્મદિવસ હતો. જેણે આશરે 100 જેટલા મિત્રો ભેગા કરી, બિયર ઉડાવીને, તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પાર્ટીમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડનો કન્વીનર યોગેન્દ્ર મેહરા પણ સામેલ હતો તેવું વાયરલ વિડીઓમાં સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે. આ કવન પટેલે કોરોના મહામારીમાં સોશિઅલ ડિસ્ટનસિંગનું પાલન કર્યા વગર આશરે 100 જેટલા મિત્રોને ભેગા કર્યા હતા અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.

કવન પટેલના જન્મદિવસની પાર્ટીનો વિડીઓ
કવન પટેલ (ડ્રાઇવિંગ સીટ પર)
પ્રવિણ તોગડીયા સાથે કવન પટેલ

આમ, ગુજરાતમાં દારૂબંધી, કોરોના એપિડેમીક એકટનું સરેઆમ ઉલ્લંઘન કરી, ગુજરાત પોલીસતંત્ર અને સરકારને ચેલેન્જ આપી હોય તેમ, તેના સાથીદારોએ વિડિઓ બનાવી સોશિઅલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. આ ઘટના પહેલા પણ અનેકોવાર આ કવન પટેલ બે-નંબરના ધંધાઓમાં સંકળાયેલ રહ્યો છે અને જેલમાં પણ ગયેલો છે તેવું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ,
ગઈકાલ તારીખ 10 જુલાઈ 2020ના રોજ કવન પટેલનો જન્મદિવસ હોઈ વરધરા પેટ્રોલ પમ્પની પાછળ, અંબિકા સોસાયટીની સામેં, આંબાવાડીમાં આશરે 100 જેટલા કવનના મિત્રો ભેગા થયા હતા અને બિયર ઉડાવી, તલવારથી કેક કાપી, જન્મદિવસ ઉજવ્યો હતો. આ કવન પટેલને ભાજપના મોટા નેતાઓ સાથે સંબંધો હોઈ આવાં લુુખ્ખા તત્વોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી અને ખુલ્લેઆમ ભીડ ભેગી કરીને એક રીતે પોલીસ અને પ્રશાસનને ચેલેન્જ કરી રહ્યો હોય તેમ બિયરની છોળો ઉડાવી છે.

ભાજપના એક કાર્યક્રમમાં કવન પટેલ
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

એક તરફ ગુજરાત પોલીસ સામાન્ય માણસોને વીણી વીણીને માસ્ક ન પહેરવા બદલ દંડ કરી રહી છે અને બીજી બાજુ ભાજપ સાથે ઘરોબો ધરાવનાર સોશિઅલ ડિસ્ટનસિંગ, કોરોના એપિડેમીક એક્ટ, દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવી, પોલીસને જાણે ચેલેન્જ આપી છે. કાયદા ફક્ત સામાન્ય લોકોને જ લાગુ પડતા હોય અને ભાજપ સાથે ઘરોબો ધરાવનારને છૂટ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ કવન પટેલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણ તોગડિયા અને ભાજપના નેતાઓ સાથેના ફોટા પણ સામે આવ્યા છે.

હવે જોઈએ,
ગુજરાત પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે પછી કવન પટેલને ભાજપ સાથે ઘરોબો હોવાથી નિષ્ક્રિય રહી, કાયદાનો તમાશો બનાવે છે!

✍️ કૌશિક શરૂઆત એન્ડ ટીમ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. vashikaran says:

    Good post. I learn something totally new and challenging
    on blogs I stumbleupon every day. It will always be exciting to read through articles frrom other authors and
    practice a little something from other web sites.

Leave a Reply

Your email address will not be published.