પ્રકરણ ૧૦ : હિન્દુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે.

હિન્દુ તહેવારોનો બહિષ્કાર કેમ કરવો જોઈએ?
હિન્દુ ધર્મ ગ્રંથોમાંથી જ જ્યારે બધા દુષણ આવતા હોય ત્યારે હિન્દુ ધર્મ ગ્રંથો આધારિત દરેક દેવી-દેવતા, પ્રથાઓ, તહેવારો, માન્યતાઓ, કર્મકાંડોનો બહિષ્કાર કર્યા વગર છૂટકો નથી.
મોટાભાગના હિંદુ તહેવારો રાક્ષસોના નામે મુલનીવાસીઓ, દ્રવીડો, નાગ વંશી કે આદિવાસી લોકો પર વિજયના ઉત્સવો છે. જેમાં ઘણું ખરું કાલ્પનિક પણ વાસ્તવિક ઇતિહાસ સાથે સૂચક રીતે મેળ ખાનારું છે.
જેમ ઈદ, પતેતી, ચેટીચાંદ, નાતાલ, એ તમારા તહેવાર નથી. પરધર્મીઓના તહેવાર છે. એમ હિન્દુ તહેવારો પણ તમારા નથી. આ સત્ય જાણો તો તમારું મન ગરબા, પતંગ અને ફટકડામાંથી બહાર નીકળશે.

સમય મળે તો,
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ક્રાઇટેરિયા (માપદંડો) વાંચી જાવ. આ બંને હિન્દુથી અલગ પડે છે એટલે જ SC અને ST કહેવાય છે. દલિત અને આદિવાસી હિન્દુ હોત તો તેમને અલગ સ્ટેટ્સ આપવાની જરૂર જ નોહતી. બધાનો સમાવેશ OBC (અન્ય પછાત વર્ગ)માં થઈ શકત. પણ એવું થયું નથી અને એવું થાય પણ નહીં.
એક બાજુ હિન્દુ દેવી-દેવતા, પ્રથાઓ, તહેવારો, માન્યતાઓ, કર્મકાંડો ચાલુ રાખવા અને બીજી તરફ સમાનતા, ન્યાયની અપેક્ષા રાખવી બેવકૂફી છે. આ દૂધ અને દહીંમાં પગ રાખવાની વૃત્તિથી તમારું ભલું ક્યારેય નહીં થાય.
વાંચન વધારો,
મિશન શુ છે? એ સમજો,
પછી કામ કરો.
નહિ તો ચંદ્રેશ સાગર જેવા નબળા લોકો,
તમને દિવસ-રાત ગુમરાહ કરવા બેઠા જ છે.
પછી ફરિયાદ ના કરતા કે અમારા પર હિંદુઓ અત્યાચાર કેમ બંધ નથી કરતા?
રોજ આટલા બળાત્કાર, હત્યાઓ કેમ થાય છે?
ઘોડી કેમ નથી ચડવા દેતા?
મૂછો કેમ નથી રાખવા દેતા?
નામ પાછળ સિંહ કેમ નથી લખવા દેતા?
૧-૮-૨૦૧૮ જેવો ગેરબંધારણીય પરિપત્ર કેમ કરે છે?
એક FIR નોંધાવવા માટે આંદોલન કેમ કરવા પડે છે?
કૌશિક શરૂઆત
નોંધ : ડૉ. બાબાસાહેબ આંબેડકરે લખેલું છે કે, “દરેક સમાજનો બુદ્ધિજીવી વર્ગ જે તે સમાજનું ભવિષ્ય નક્કી કરે છે.” તમારી જાતને પોતાના સમાજનો બુદ્ધિજીવી સમજતા હોવ તો વાંચન વગર, સાચી બાબતો જાણ્યા વગર, છૂટકો જ નથી.
આગળના પ્રકરણો વાંચવાની લિંક.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્વલિખિત પુસ્તકો ખરીદવાની લિંક.