પ્રકરણ-૨ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે
તા.૦૭/૦૬/૨૦૨૦
રવિવાર
સ્ત્રીસ્વભાવનું વિવરણ
વ્યાસ કહે: “હે વંદનીય મુનિ, પંચચુડાએ કહ્યું છે કે ‘સ્ત્રી નિંદાપાત્ર છે’ તે આપ ટૂંકમાં કહો.”
સનતકુમાર કહે કે, સ્ત્રીના સ્વભાવ વિશે, એ જેવો છે તેવો તમને કહું છું. જે સાંભળવાથી વૈરાગ્ય થાય છે. હલકટ ભાવવાળી સ્ત્રીના સંગથી મોક્ષ મળતો નથી. આ નારદજી તથા વ્યભિચારિણી પંચચુડા સ્ત્રીના સંવાદરૂપ છે. એક સમયે નારદજી ફરવા નીકળેલા, ત્યારે તેમણે નાની ઉંમરની સુંદર અપ્સરા પંચચુડાને જોઈ હતી. તેઓ કહે: “મારા મનમાં કોઈ એક સંશય છે તે તું મને કહે”
ત્યારે એ સુંદર અપ્સરા કહે: “કોઈ વિષય હોય અને તેમાં મને સમર્થ માનતા હો તો હું તમને તે કહીશ.”
નારદ કહે: “હે કલ્યાણી, વિષય વિના હું તને કોઈ રીતે પ્રેરણા નહીં કરું. હે સુંદર કમરવાળી સુંદરી, હું તારી પાસે સ્ત્રીઓના સ્વભાવ વિશે સાંભળવા ઈચ્છું છું.”
સનતકુમાર કહે કે, તે અપ્સરા મુનિને કહે: “કોઈ સ્ત્રીએ સતી સ્ત્રીને નિંદવી જોઈએ નહિ. ત્યારે મને આવો પ્રશ્ન પૂછવો જોઈએ નહિ.” હે મુનિ, તે સ્ત્રી પંચચૂડા આમ કહીને ચૂપ થઈ.
લોકહિતની ઈચ્છાથી નારદજી ફરીથી પૂછે છે: “ખોટું બોલવામાં દોષ છે. સત્ય બોલવામાં નથી.”
સનતકુમાર કહે કે, આમ કહેવાથી તે સ્ત્રી પંચચૂડાએ સ્મિત ફરકાવીને સ્ત્રીના સ્વભાવ વિશે કહેવાની તૈયારી દર્શાવી.
પંચચુડા કહે: “કુળવાન હોય, પતિવાળી હોય છતાં રૂપવાળી સ્ત્રીઓ મર્યાદામાં રહેતી નથી, તે સ્ત્રીઓમાં દોષ છે. સ્ત્રીઓથી પાપી બીજું કોઈ નથી. સ્ત્રીઓ પાપોનું મૂળ છે. તેઓ પતિઓ, વૈરાગીઓને પણ લોભાવવા તત્પર હોય છે. આમ, અમારો સ્ત્રીનો સ્વભાવ દુષ્ટ હોય છે. અતિશય પાપી પુરુષોને પણ સ્ત્રીઓ શરમ છોડીને સેવે છે. એના અપવાદો પણ હશે. અમુક સ્ત્રી પુરુષની મર્યાદામાં રહે છે.

સ્ત્રીઓ ધનને કારણે, વંશના પ્રશ્ને, ઘર તથા સાધનોના લોભથી અન્ય પુરુષ સંદર્ભે ગમે ત્યારે વિચારે છે, તે મર્યાદા તોડે છે. મર્યાદામાં રહેનારી સ્ત્રીઓ કેટલી? હશે, અમુક અપવાદો હશે, બાકી તેનું મને સદૈવ લોભામણું રહે છે. તે તુલનાત્મક વિચારધારે પુરુષોને જુએ છે. બધી જ સ્ત્રીઓ એવી નથી હોતી.
કેટલીક રૂપાળી, કુળવાન તથા યૌવનથી સભર સ્ત્રીઓ વ્યભિચારીની સ્ત્રીને જોઈને કોઈ કાળે લોભામણી થાય છે. કોઈ સ્ત્રી કુબડા, ઠીંગણા પુરુષને પણ મોહી પડે છે. પુરુષો નહિ મળતા કેટલીક સ્ત્રીઓ પરસ્પર પોતાની વચ્ચે પણ કુચેષ્ઠાઓ કરે છે. તેઓ પતિ આગળ શુદ્ધ રહેતી નથી.
સ્ત્રીઓને જાણવી ઘણી મુશ્કેલ હોય છે. સ્ત્રીઓ પુરુષને જોઈને લોભાય છે. સુંદર પુરુષને જોઈને સ્ત્રીની યોનિ ભીની ભીની બને છે. તે પોતાનો દેહ સોંપી દેવા તત્પર બને છે. અરે, પોતાનું રક્ષણ કરનાર ઉત્તમ પતિને પણ સહન કરી શકતી નથી. સ્ત્રીઓમાં સદાકાળ દોષ રહ્યા છે.”
સનતકુમાર કહે કે, એ અપ્સરાનું એવું વચન સાંભળીને નારદ મનમાં સંતોષ પામ્યા. તે પછી તેઓ સ્ત્રીઓમાં વિરક્ત થયા. હે વ્યાસજી, પંચચૂડાએ આધારે કહેલો સ્ત્રીઓનો સ્વભાવ મેં તમને કહ્યો. હવે કયું વૈરાગ્યનું કારણ જાણવા ઈચ્છો છો?

સંદર્ભ : મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી શિવ મહાપુરાણ [અધ્યાય ૨૨-૨૮ : દેહસંબંધી વિવરણ, “સ્ત્રી સ્વભાવનું વિવરણ; પાના નંબર : ૪૬૯, ૪૭૦, ૪૭૧”]
સંદર્ભ
આ અધ્યાય શ્રી શિવ મહાપુરાણમાં છે જે મહર્ષિ વેદવ્યાસે લખ્યું છે. એટલે એમણે સાચું જ લખ્યું હશે એમ હિંદુઓ માને છે. અને શ્રી શિવ પુરાણને પવિત્ર ગ્રંથ ગણે છે.
આ નારદ અને પંચચુડા નામની સ્ત્રી વચ્ચેનો સંવાદ છે.
જેમાં નારદ તેને “સુંદર કમરવાળી સુંદરી” કહીને સંબોધે છે. નારદ પ્રશ્નનો જવાબ લેવા ગયા હતા કે કમર જોવા? કોઈ પણ વિદ્વાન પુરુષ કોઈ સ્ત્રીને આ રીતે સંબોધન કેવી રીતે કરી શકે? અને જો કરે તો તેને મુનિ કે ઋષિમુની કહેવાય? આપણે આજે કોઈ સ્ત્રી જોડે વાત કરીએ તો ક્યારેય આપણે કોઈને આવું સંબોધન કરીએ છીએ? “હે સુંદર કમરવાળા મેડમ” નહિ ને?
નારદજી પંચચુડા પાસેથી સ્ત્રીના સ્વભાવ વિશે જાણવા માંગે છે અને પંચચુડા સ્ત્રીના સ્વભાવ વિશે જણાવે છે જે મોટે ભાગે સ્ત્રીઓને નિમ્ન કક્ષાની ચિતરે છે.
સ્ત્રીઓમાં સ્વભાવગત જ દોષ હોય છે, પાપી છે, બદચલન (ચારિત્ર વિનાની) હોય છે, પતિઓ અને વૈરાગીઓને લોભવવા તત્પર હોય છે, સ્વભાવે દુષ્ટ હોય છે. અને સ્ત્રીઓ એટલી હદે ખરાબ સ્વભાવની હોય છે કે પાપી પુરુષો જોડે પણ શરમ છોડી સેક્સ કરવા તૈયાર થઈ જાય છે. વળી, સારી, ચારિત્રવાન સ્ત્રીઓ હોય છે પણ એ અપવાદ હોય છે. બાકી મોટે ભાગે સ્ત્રીઓ ઉપર જણાવ્યા મુજબ કેરેકટરલેસ હોય છે. તમે ધર્મ ગ્રંથના નામે આવા લખાણો વાંચો તો સમગ્ર સ્ત્રી જાત પ્રત્યે તમને ઘૃણા, નફરત પેદા ના થાય તો બીજું શું થાય?
આગળ લખ્યું છે કે, “સુંદર પુરુષને જોઈને સ્ત્રીની યોની ભીની ભીની થઈ જાય છે.” શુ સ્ત્રીઓની યોની એટલી સસ્તી છે કે કોઈને જુએ અને તરત જ સેક્સના વિચારો ચાલુ કરી દે અને એ પણ એટલી હદ સુધી કે એની યોની ભીની ભીની થઈ જાય?
અંતમાં લખ્યું છે કે,
“સ્ત્રીઓમાં સદાકાળ દોષ રહ્યા છે.” એ મને પેલું સનાતન ધર્મનું રટણ યાદ અપાવે છે. યુગો યુગોથી ચાલ્યું આવતું, જે ક્યારેય ન બદલાય, જે દરેક સમયે, દરેક સમયમાં, દરેક સદીમાં સત્ય જ હોય. જો સ્ત્રીઓમાં સદાકાળ દોષ હોય તો આપણી માં, બહેન, પુત્રી, ભત્રીજી, પત્ની વિગેરે બધી સ્ત્રીઓ આવા હલકટ સ્વભાવની છે? શુ તમને તમારા ઘરની સ્ત્રીઓમાં આવું કેરેકટર જણાયુ? નહિ ને!!?
આ આર્ટિકલ વાંચતી દરેક સ્ત્રી કોમેન્ટમાં જરૂર લખે શુ તેઓ આટલી હલકટ, મલિન સ્વભાવની છે? શુ આ ધર્મ ગ્રંથના નામે સ્ત્રીઓના સ્વભાવ વિશે અમને પુરુષોને જે શીખવાડવામાં આવે છે, શુ તે સાચું છે?
અને જે પુરુષો આ આર્ટિકલ વાંચી રહ્યા છે એ તેમની બહેન, દીકરી, પત્ની, માં વિગેરે સ્ત્રીઓને આ આર્ટિકલ વંચાવે અને એમને પૂછે કે તેઓ આટલી બધી કામુક સ્વભાવની છે કે ગમે તેવા કુબડા, ઠીંગણા, અતિશય પાપી, પતિ, વૈરાગી, એવા કોઈપણ પુરુષ જોડે સુવા માટે તૈયાર થઈ જાય?
આપણે સદીઓ પહેલા લખાયેલ ગ્રંથોની આજે કેમ ચર્ચા કરી રહ્યા છીએ?
આજથી 10-20 વર્ષ અને 50 વર્ષ પહેલાં સ્ત્રીઓની જે સ્થતી હતી, હિંદુ કોડ બિલ અસ્તિત્વમાં આવતા પહેલા સ્ત્રીઓની જે સ્થિતિ હતી અને પુરુષોની જે માનસિકતા હતી તેની સરખામણી આ શ્રી શિવ મહાપુરાણના લખાણો સાથે કરી જુઓ.
ભારતમાં સ્ત્રીઓની ખરાબ હાલત ધર્મ ગ્રંથોના નામે આવા લખાણોને જ આભારી છે. હિંદુ ધર્મ ગ્રંથો ભારતીય સમાજનું જનમાનસ ઘડવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. એટલે જ આવા કચરા જેવા લખાણો સત્વરે દૂર થવા જોઈએ.
શ્રાવણ માસમાં આ શ્રી શિવ મહાપુરાણનું હજારો, લાખો લોકો પઠન કરે છે. એટલે તમે જાતે જ નક્કી કરો કે સ્ત્રીઓ ચારિત્ર વગરની હોય છે, જન્મજાત તેમનો સ્વભાવ હલકો હોય છે, એવા વિચારો કોણ ફેલાવે છે? જે ધર્મ, જે સમાજમાં સ્ત્રીઓ વિશે નિમ્ન કક્ષાના વિચારો લખ્યા હોય એ સમાજમાં સ્ત્રીઓની હાલત ખરાબ ના હોય તો બીજું શું હોય?
આ પ્રસંગના અંતમાં લખ્યું છે કે, “એ અપ્સરાનું એવું વચન સાંભળીને નારદ મનમાં સંતોષ પામ્યા. તે પછી તેઓ સ્ત્રીઓમાં વિરક્ત થયા.”
તો શું સ્ત્રીઓમાંથી વિરક્ત થવા માટે સ્ત્રીઓને આટલી નીચ, હલકી કક્ષાની ચિતરવી જરૂરી છે? બધી જ સ્ત્રીઓને કેરેક્ટરલેસ સમજવાથી પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત થાય? શુ આને દર્શન કહેવાય? શુ આને ધર્મ કહેવાય? શુ આને ધર્મશાસ્ત્ર કહેવાય? નહિ ને!
સનાતનીઓ માટે:
જો યુગો યુગોથી ચાલી આવતું હોય અને એ જ ચાલુ રાખવાનું હોય તો શું તમે તમારા ઘરની અને આસપાસની સ્ત્રીઓને શુ આટલી હલકી કક્ષાની ગણશો? શુ તેઓને આ ધર્મ ગ્રંથ પ્રમાણે આજથી જોવાનું શરૂ કરશો?
મારો વિરોધ કરતા હિંદુઓ માટે:
આ હિંદુ ધર્મ ગ્રંથનો કચરો નથી તો બીજું શું છે? ધર્મ સમાનતા, મૈત્રી, પ્રેમ, કરુણા, દયાનો સંદેશો આપે. આમાં સમાનતા ક્યાં છે?
બને એટલું જલ્દી આ કચરો લખ્યો છે તેવો સ્વીકાર કરો અને સત્વરે આ કચરો દૂર કરો, તો જ ધર્મ બચશે. નહીં તો એક દિવસ સ્ત્રીઓ જ આ ધર્મગ્રંથો સળગાવી દેશે.
✍️ કૌશિક શરૂઆત
પ્રકરણ ૧ આર્ટિકલ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.
🙏kaushik bhai ek dam kchro lakhyo 6e.
ખરેખર,ખૂબ જ ઉત્કૃષ્ઠ અને મહત્વનું કાર્ય કરી રહ્યા છો આપ,વિરોધ એ લોકો કરે છે જે ધર્મને જાણતા જ નથી.ધર્મને કોઈ સ્થાન કે સમયમાં બાંધી શકાય નહીં.આ મનુવાદી લોકોને સારું અને સાચું ગમતું જ નથી.કરવા દેવું નથી.જ્યારે સ્ત્રીઓ ક્રાંતિ કરવા તત્પર બનશે ત્યારે આ પાખંડીઓ પૂરમાં તણખલાની જેમ તણાઈ જશે.
*જય ભારત*
જય સંવિધાન
Good job bhai ….
સ્ત્રીઓએ જો ધર્મશાસ્ત્રો નો અભ્યાસ કર્યો હોત તો તેઓ એ બાબાસાહેબના હિન્દુ કોડ બીલનો વિરોધ કર્યો ન હોત ! હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને નીચ સ્થાન આપવામાં આવ્યું છે તેનો પડઘો આ આર્ટિકલમાં પડે છે. કૌશિકભાઈ તમે બહુ સરસ કામ કરો છે. બાબાસાહેબના ક્રાંતિ રથને આગળ વધારવાનું સ્તુત્ય કાર્ય તમે કરી રહ્યા છો. આગળ વધો અમે તમારી સાથે છીએ. જય ભીમ.
દરેક દેશવાસીને સમાનતાનો અધિકાર મળેલ છે…પણ બંધારણને ના પચાવી શકતા અમુક ચોક્કસ જાતિવાદી તત્વો જ લોકોને આ માનસિકતામાં જકડી રાખવા માંગે છે..તેમની આ બાબતે પાચનશક્તિ વધે તે માટે આવા પ્રયત્નો થવા જરૂરી છે….ખૂબ સરસ..
સત્ય ને સત્ય કહેવું જ જોઈએ લોકો એ ધર્મ ગ્રંથો વાંચ્યા નથી એટલે ગુલામી કરે છે એક વાર વાંચી લે ચિંતન મનન કરે તો સમજાય જશે આને ધર્મ કેવી રીતે કહેવાય ?
Khud saras lekh chhe bhai lakho bhai aavu j haji ane samaj ne jagrut karta raho jene hindu hovano garv chhe te ne to jarur vachvo j joiye 🙏
આવા પોર્નોગ્રાફી ધર્મગ્રંથોને લાત મારો.
એ લખનારા હલકટોને યાદ કરવા જ નહીં.
એવા ધર્મગ્રંથો વાંચવા પણ નહીં.
વાંચશો નહિ તો જાણશો કેવી રીતના ?
આ લેખનો કોએ વિરોધ કરી જગાડવા કરતા સત્ય શોધી સમાનતા સ્વતંત્રતા અને બંધુતા ના માર્ગે ચાલી સત્ય અને સદ ધમ્મ સ્વીકારી કાદવ માંથી બહાર આવવું જોઈએ
સાધુવાદ નમો સત્ય શરૂવાત
બહુ સચોટ આર્ટિકલ ..
હિન્દૂ ધર્મ ની દરેક સ્ત્રીઓ એ વાંચવા જેવો …
ભાઈ, મારુ કહેવું છે દરેક હિન્દૂ સ્ત્રી આ પ્રકરણો વાંચવીજ જઈએ
ખૂબ સરસ….કૌશિકભાઈ શરૂઆત…..
વધુ શબ્દો નથી લખતો કારણ કે આ વાંચી નિઃશબ્દ બની ગયો…..
પોતાની કુદ્રષ્ટિને શબ્દમાં આલેખે છે આ લોકો, ને પાછા ધર્મગ્રંથો કહે છે… મારો વિષય સંસ્કૃત છે, સ્ત્રીઓને રથના પૈડા જેવા નિતંબવાળી, સુંદર વક્ષ:સ્થળવાળી વગેરે જેવા નીચ સંબોધનથી સંબોધે છે
bhai ek dam 100 %right tme kidhuu a .amne kbr nthi pdti kem ke amne vachta nthi ne atle ..amne vachi ne to kbr pde .amnam tmare jode sval kri che..jay bhim
ખુબ સરસ….
ખુબજ સરસ
કૌશિકભાઈ તમે આર્ટિકલ લખતા જાઓ અમે તમારી સાથે છીએ.
આપણા પ્રયાસો થી એક દિવસ જરૂર બદલાવ આવશે.
અને આંધળા ભક્તો ની આંખો ખુલશે.
અને લોકો તર્ક કરતા શીખશે.
જય ભીમ
નમો બુદ્ધાય
Right Big Bro
બહુ સરસ રીતે લખ્યું છે મોટા ભાઈ તમે…
જે માણસ ના મન માં કોઈ દીકરીને ખરાબ નજરે જોઈ શકતો હોય
અને કોઈની દીકરીને ખરાબ રીતે પૂછતો હોય એ આવા ખરાબ વિચારો જ દર્શાવી શકે બીજું કાંઈ ના કરી સકે…
જય ભીમ….
આપનો સ્ત્રીઓ વિશે નો લેખ સરસ લાગ્યો, કહેવાય છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ,મનુવાદ આમ પણ હલકી વિચાર શક્તિ વાળો છે તો તે હલકું જ વિચારે ને…..
હાક થું ..આવો હિન્દૂ ધર્મ