પ્રકરણ-૩ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે.

Wjatsapp
Telegram

તા.૦૮/૦૬/૨૦૨૦
સોમવાર

હે શૌનક ! હું તમને આ ખરેખર સત્ય કહું છું કે – કોઈ સુંદર વસ્ત્રાલંકારધારી યુવાન પુરુષ ભલે તે પોતાનો ભાઈ હોય કે પુત્ર હોય, તોપણ તેને જોઈને કોઈ પણ સ્ત્રીઓની યોનિ ભીની-ભીની થવા માંડે છે. (શ્લોક ૩૭)

ગમે તેટલાં લાકડાં નાખ્યા કરો, તો પણ અગ્નિ તૃપ્ત થતો નથી, પણ ઊલટો વધ્યા જ કરે છે; તે જ મહાસાગર પણ મોટા પૂરથી છલકાતી ગમે તેટલી નદીઓ પોતાનામાં આવીને મળ્યા કરે છે, તો પણ કદી તૃપ્ત થતો નથી; એટલે કે ઉભરાઈ જતો નથી. તે જ પ્રમાણે યમરાજ કે મૃત્યુદેવ પણ સર્વ પ્રાણીઓનો સંહાર ભલે કાયમ કર્યા કરે છે. તે જ રીતે સ્ત્રી પણ ભલે અનેક પુરુષો સાથે મૈથુન કર્યા કરતી હોય તોપણ તૃપ્તિ પામતી નથી. (શ્લોક ૪૦)

બ્રહ્મચર્યનું પાલન કરવા છતાં કામવાસનાથી થતી ચેષ્ટા ચાલુ જ રહે, તો આમ અવશ્ય કહી શકાય છે કે, કોઈ સુંદર, રૂપવાન પુરુષને જોઈ હરકોઈ સ્ત્રીની યોનિ આર્દ્ર(ભીની) બને છે. (શ્લોક ૩૬)

મનુષ્યોમાંથી કોઈ પણ પોતાને ચાહનાર ન મળે તો તે સ્ત્રી પતિને વશ રહે. અગર પોતાના પરિવારનો કે સસરા પક્ષનો ભય હોય તો એ ભયના કારણે સ્ત્રી પોતાના પતિને તાબામાં રહે છે અથવા પતિ પાસેથી ધન મળ્યા કરતું હોય કે બીજું કોઈ ખાસ પ્રયોજન કે બળવાન કોઈ કારણ કે કાર્યસિદ્ધિ કરવાની હોય, તો તે કારણે સ્ત્રી પોતાના પતિને વશ રહે છે. એકંદર આભ્યંતર ખાસ કારણ વિના કોઈ પણ સ્ત્રી તેના પતિને વશ રહેતી નથી. (શ્લોક ૬૪)

કોઈ પણ સ્ત્રી દાનથી વશ થતી નથી, માનથી પણ વશ થતી નથી, સેવાથી પણ વશ થતી નથી, શાસ્ત્રથી કે શસ્ત્રથી પણ વશ થતી નથી; આમ કોઈ પણ સ્ત્રી સર્વ પ્રકારે વિપરીત જ સ્વભાવની હોઈને વશ કરાતી જ નથી. (શ્લોક ૪૫)

Garud Purana Hindu Dharm Granthoma kachro lakhyo che

જે સ્ત્રી લગ્ન પછી આઠ વર્ષ સુધી વાંઝણી જ રહી હોય તે સ્ત્રીનો આઠમા વર્ષે ત્યાગ કરવો જોઈએ; એટલે કે તે સ્ત્રીમાં સંતાનની આશા છોડી દઈ સંતાન માટે બીજી પત્ની કરવી. જે સ્ત્રીનાં સંતાનો જન્મ્યા પછી મરી જતાં હોય તે સ્ત્રીને નવમા વર્ષે ત્યજી દેવી જોઈએ; એટલે કે તેના સંતાનને જીવતા રહેવાની આશા ત્યજી દઈ સંતાન માટે બીજી સ્ત્રીને પરણવું; પણ જે સ્ત્રી કાયમ અપ્રિય વચનો બોલતી હોય તેવી સ્ત્રીનો તો તત્કાળ ત્યાગ કરી દેવો. (શ્લોક ૬૩)

કુમારી અવસ્થામાં સ્ત્રીને તેનો પિતા રક્ષે છે કે સાચવે છે. યુવાવસ્થામાં લગ્ન પછી સ્ત્રીને તેનો પતિ રક્ષે છે કે કાબુમાં રાખે છે, તેમજ સ્ત્રી જ્યારે વૃદ્ધ થાય છે તે સમયે તેનો પુત્ર તે સ્ત્રીને રક્ષે છે અથવા કાબુમાં રાખે છે. આમ કોઈ પણ સ્ત્રી કોઈ પણ સમયે સ્વતંત્રતાને યોગ્ય થતી નથી; સ્ત્રીનું સ્વાતંત્ર્ય એ જ સ્ત્રીને અવશ્ય બગાડે છે. (શ્લોક ૬૨)

ગરુડ મહાપુરાણ [અધ્યાય ૧૦૮ થી ૧૧૫, નીતિશાસ્ત્ર]

સંદર્ભ

આ ગરુડ મહાપુરાણ છે. હિંદુઓના પવિત્ર ધર્મ ગ્રંથો પુરાણોમાંથી એક. જે એમ શીખવાડે છે કે, સ્ત્રીઓ પોતાના ભાઈ અને પુત્રને સારા વસ્ત્રોમાં જુએ તો તેમની યોની ભીની ભીની થઈ જાય છે. શુ હિંદુ સ્ત્રીઓ ચારિત્ર્યની બાબતમાં આટલી હલકી કક્ષાની હોય છે કે પોતાના ભાઈ અને પુત્રને પણ પોતાના વિચારોમાં છોડતી નથી? વિચારોમાં સેવે છે?

આપણે તો સમાજમાં એવું જોઈએ છીએ કે, પુત્ર ગમે તેવો કાળો કુમળો હોય પણ માં તો એને દુનિયાનો સૌથી સુંદર છોકરો માનતી હોય છે. વળી, બહેન માટે પણ ભાઈ એ બેસ્ટ ફ્રેન્ડની ગરજ સારતો હોય છે.

પણ, ગરુડ પુરાણને ધ્યાનમાં રાખી વિચારો કે રક્ષાબંધનના તહેવારમાં ભાઈ બહેન બન્ને નાહી-ધોઈ સારા કપડાં પહેરી રાખડી બંધવતા હોય છે. શુ બહેન પોતાના સુંદર વસ્ત્રોમાં સજ્જ ભાઈને પોતાની સામે જોઈને યોની ભીની કરતી હશે? આને ધર્મ ગ્રંથ કહેવાય? આવા મલિન વિચારોને ધર્મનું શિક્ષણ કહેવાય?

આગળ લખ્યું છે કે સ્ત્રીઓ અનેક પુરુષો સાથે મૈથુન કરે તોપણ સંતોષ પામતી નથી. તો શું સ્ત્રીઓ જન્મજાત સેક્સ મશીન હોય છે? સ્ત્રીઓ સેક્સથી ક્યારેય તૃપ્ત જ ન થાય? આગળના આર્ટિકલમાં “શ્રી શિવ મહાપુરાણ” માં સ્ત્રીઓ વિશે લખેલ હતું, “રૂપવાન પુરુષને જોઈને સ્ત્રીની યોની ભીની ભીની થઈ જાય છે” અને આજે ગરુડ પુરાણમાં પણ એ જ લખેલું છે, તેમ જાણ્યું. શુ હિંદુઓના ધર્મ ગ્રંથો સ્ત્રીઓને આટલી હલકી સમજે છે?

જે હિંદુઓ આવા પુસ્તકોને ધર્મ ગ્રંથો માને તેઓ પોતાના ઘર, પરિવાર, સમાજની સ્ત્રીઓ વિશે સારા વિચાર ક્યાંથી ધરાવતા હોય? હિંદુ સ્ત્રીઓની દુર્દશા માટે હિંદુ ધર્મ શાસ્ત્રોમાં લખેલું આવું લખાણ, શિક્ષણ જવાબદાર છે, એવું નથી લાગતું તમને?

પછી શ્લોક-૬૩ માં પુત્રને જન્મ ન આપી શકે તેવી સ્ત્રીઓનો ત્યાગ કરવા માટે લખ્યું છે. અને જેને પુત્રીઓ જ પેદા થતી હોય અને પુત્ર પેદા ના થતો હોય તેવી સ્ત્રીઓને પણ છોડી દેવી. આ એક રીતે હિન્દૂ પુરુષો અને સમગ્ર હિંદુ સમાજને આદેશ છે. પછી હિંદુ સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે ગાંડી ના બને તો બીજું શું થાય? હિંદુ સમાજમાં પુત્ર અને પુત્રી વચ્ચે ભેદ પેદા ના થાય તો બીજું શું થાય? હવે તમે જ વિચારો કે 8 વર્ષમાં 4 પ્રયત્ન કર્યા હોય અને 4 છોકરીઓ પેદા થાય તો એ સ્ત્રીનું જીવન કેટલું નર્ક બની જાય! સાસરી પક્ષવાળા તે સ્ત્રીને મહેણાં-ટોણાં ના મારે તો બીજું શું કરે? આવી વાંઝણી સ્ત્રી કે ફક્ત પુત્રીઓ પેદા કરનાર સ્ત્રીના પતિને પણ સમાજમાં કેટલું સાંભળવું પડતું હશે? વધારે પુત્રીઓ પેદા થાય તો તેમને જીવાડી, આજીવન તેમનો ખર્ચ વેઠવાને બદલે તેને દુધપીતી ના કરે તો બીજું શું કરે? સ્ત્રીઓ પ્રત્યે હીનભાવના, પુત્રી જન્મ પર હીનભાવના, વાંઝણી હોય તો તરછોડી દે, તો હિંદુ સમાજમાં હિંદુ સ્ત્રીઓના મનમાં કેટલી અસલામતીની ભાવના કેટલી બધી હોય!

સ્ત્રીઓને ભયમાં રાખો, અન્ય ચાહનાર લોકોના સંપર્કમાં ના આવવા દો, ધન, બળવાન પતિ, દાન, શસ્ત્ર, શાસ્ત્ર કે કાંઈ પણ આપો સ્ત્રીઓ સ્વભાવગત એવી હોય છે કે તે કોઈને વશ થતી નથી. અહીં સ્ત્રીઓને સ્વાર્થી, લાલચુ, ઈમાન વગરની, સેક્સ મશીન, કહી હોય એવું નથી લાગતું તમને?

જ્યારે હિંદુ ધર્મ ગ્રંથો જ શીખવાડતા હોય કે સ્ત્રીઓનો સ્વભાવ આટલો બધો ખરાબ છે, ભરોસાપાત્ર નથી, તો પછી હિંદુ સમાજ સ્ત્રીઓને સ્વતંત્રતા ક્યાંથી આપે? અને એટલે જ એક શ્લોકમાં સ્ત્રીઓને ક્યારેય સ્વતંત્ર ના રાખવા કહ્યું છે.

સ્ત્રીઓને સ્વતંત્ર ના રાખવી, બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્રને આધીન રાખવાનું કહ્યું છે. સ્ત્રીઓએ પુરુષોના મનમુજબ જ, પુરુષોના તાબે જ જીવાડવાનું કહ્યું છે. આમાં સ્ત્રી-પુરુષ સમાનતા ક્યાં છે? આ તો હળાહળ સમાનતા વિરોધી શાસ્ત્ર છે. આ હિંદુ ધર્મગ્રંથો ભારતના બંધારણે આપેલ સમાનતા વિરોધી નથી તો બીજું શું છે?

સનાતનીઓ કહે છે કે અમારા ધર્મ ગ્રંથો પવિત્ર છે, આદિકાળથી ચાલ્યા આવે છે, તેમાં જે લખેલું છે એ સત્ય છે અને એ પ્રમાણે સૌએ ચાલવું જોઈએ. તો શું તમે કબૂલ કરો છો કે તમે જે સતયુગ કહો છો એ યુગમાં સ્ત્રીઓની આવી ભયાનક હાલત હતી? અને એ સતયુગમાં સ્ત્રીઓને આટલી હીન ભાવનાથી જોવામાં આવતી હતી?

શુ તમે સનાતનીઓ/હિંદુઓ કબૂલ કરો છો કે આ જ ધર્મ ગ્રંથો પ્રમાણે તમે બધી જ સ્ત્રીઓને જુઓ છો અને ફરીથી એ જ સ્થતિમાં પહોંચાડવા માંગો છો?

જો વેદ, પુરાણ, વિગેરે ગ્રંથોનો કાળ સતયુગ હતો તો એ સતયુગ પુરુષો માટે હતો. આટલું ગરુડ મહાપુરાણ વાંચ્યા પછી તો મને નથી લાગતું કે સ્ત્રીઓ આવા યુગને સતયુગ માને કે આવનાર કોઈપણ સમયે આ ગ્રંથો પ્રમાણે ફરીથી તેમની સ્થિતિ થાય એવું તેઓ ઈચ્છે.

એટલે જ મેં લખ્યું હતું કે, “હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે.”

✍️ કૌશિક શરૂઆત

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

નોંધ : આ આર્ટિકલ પર કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂર લખજો. ખાસ કરીને હિંદુ સ્ત્રીઓ તો જરૂરથી પોતાના પ્રતિભાવ લખે.

પ્રકરણ-૨ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે. વાંચવા માટે લિંક પર ક્લિક કરો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

12 Responses

 1. Diven doru says:

  થુ છે આવા ધર્મ પર.

 2. હિતેશભાઈ ખીમજીભાઈ પરિયા says:

  મનુ સ્મૃતિ વાંચવા સ્ત્રી ઓ ને વધુ મા વધુ પ્રેરિત કરવી પડસે કેમકે સ્ત્રીઓ આન્ધ્રે બેરુ કુટ્યા કરે છે મને એવુ લાગી રહ્યું છે આપડે એવો કોઈ ઉપાય સોધો જેથી સ્ત્રીઓ સુધી આ વાત પહોંચે

 3. દિપક જીણીયા says:

  કૌશિકભાઈ તમે ફક્ત આપણી સમાજના જ લોકો ને નહીં પરંતુ ભારત દેશ ના તમામ લોકો જાગૃત થાય તેવું કાર્ય કરો છો.
  અને ખાસ કરી જો ભારત દેશ ની તમામ મહિલા જાગૃત થઈ જાય તો પાખંડ,અને અંધશ્રદ્ધા ફેલાવતા લોકો ભીખ માંગતા થઈ જશે.
  દિલ થી સેલ્યુટ છે તમને સાહેબ
  જય ભીમ નમો બુદ્ધાય

 4. મધુકર ભાઈ બડવા says:

  સ્ત્રીઓ બાધા આખડી વ્રત ઉપવાસ કરી હિન્દુ ધર્મ ની આસ્થા માં વધારો કરતી હોય ખાસ તો તેઓએ હિન્દુ ધર્મ શાસ્ત્રો નો અભ્યાસ કરી ને જોવું જોઈએ કે હિન્દુ ધર્મમાં તેઓનું સ્થાન ક્યાં છે !!! સ્ત્રીઓ કચરો સાફ કરવા માં તેમનું યોગદાન આપશે તો યોગ્ય ગણાશે. જય ભીમ.

 5. Vijay parmar says:

  JAY BHIM
  Saraswati puran vishe pan mahiti apjo

 6. Balubha chavda says:

  जय भीम

 7. Rohit Karm says:

  આવા કામૂક શ્લોકો લખનાર ઋષિઓને હું ધિક્કારું છું.
  એવા ધર્મગ્રંથોની હું નફરત કરું છું. ગરુડ પુરાણ કોઈએ વાંચવાની જરૂર નથી.
  એ ધર્મગ્રંથની હોળી કરવી જોઈએ.
  લખતા રહો, અવિરત લખતા રહો.
  Our Rationalism-1,2,3 નામના મારા ત્રણ વોટ્સએપ ગ્રુપના 600 સભ્યો સુધી આપની પોસ્ટ પહોંચી રહી છે.

  • Chandresh sagar says:

   પાખંડ ને બહાર લાવો.

  • હિતેશભાઈ ખીમજીભાઈ પરિયા says:

   સાચી વાત છે લખો સોશિયલ મીડિયા ભરી મુકો

 8. Bablu Chanchani says:

  જે ધર્મ નારી ની રક્ષા ના કરી શકતો હોય કે નારી ને કોઈ પણ જાત નું સન્માન ના આપી શકતો હોય તે ધર્મને કચરોજ કેવાય……………… જય ભીમ…….

  Very good કૌશિક ભાઈ……

 9. Dinesh tabhani says:

  હુ સમજુ છું ત્યાં સુધી આ લેખ (શ્લોકો …ધાર્મિક પુસ્તકો વાંચી સમજવા)ની જરૂર સ્ત્રી વર્ગને છે….જે આજે પણ ધર્મગ્રંથો ને છાતીએ ચાંપી ને ફરે છે…અને પૂરેપૂરી મનુવાદ અંધશ્રદ્ધા ને આધીન બની ચૂકી છે…
  જ્યારે એમના મનમાં થી કાલ્પનિકો નો ડર નીકળશે….ત્યારે કદાચ માનસિક ગુલામી થી આઝાદ થશે…..
  લિખતે રહો લિખતે રહો…….👍👍👍

 10. Rajnikant Gohil says:

  ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો કૌશિકભાઈ
  તમે કંટીન્યું કરો અમે તમારી સાથે જ છીએ….

  જય ભીમ
  નમો બુદ્ધાય

Leave a Reply

Your email address will not be published.