પ્રકરણ-૪ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Wjatsapp
Telegram

તા.૦૯/૦૬/૨૦૨૦
મંગળવાર

સૌથી પહેલા તો એ જાણી લો કે મનુસ્મૃતિ છે શું! મનુસ્મૃતિ એ હિંદુઓનું સંવિધાન છે. હિંદુઓએ કેવી રીતે વર્તવું તેના કાયદા મનુસ્મૃતિમાં લખેલા છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર લિખિત ભારતનું બંધારણ તો 1950માં અસ્તિત્વમાં આવ્યું પણ સદીઓ સુધી આ મનુસ્મૃતિ પ્રમાણે હિંદુ સમાજ વર્તતો હતો.

કહેવાય છે કે મનુસ્મૃતિ એ ફક્ત ભારતનું જ નહીં સમગ્ર માનવ સભ્યતાનું સૌથી જૂનું કાયદાનું પુસ્તક છે. અને બ્રાહ્મણોએ સંવિધાન લખ્યું તોપણ આવું!? તમે આ મનુસ્મૃતિ વાંચો તો ખબર પડે કે હિંદુઓમાં આજે જે જાતિવાદ વ્યાપ્ત છે, સ્ત્રીઓ પ્રત્યે હીન ભાવના છે, સમાજમાં અમુક કામોને શ્રેષ્ઠ અને અમુક કામોને નીચા ગણે છે, બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ અને ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એમ ઉતરતી કક્ષાના, એવું બધું મનુ મહારાજે કાયદા હેઠળ, હિંદુ સમાજમાં પ્રસ્થાપિત કર્યું હતું, લાગુ કર્યું હતું. અને એના પરિણામો આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ.

આજે આપણે ફક્ત સ્ત્રીઓને લગતા કાયદા, વિધાનોની જ વાત કરીશું અને જેમ-જેમ અલગ અલગ વિષય પર ચર્ચા કરીશું તેમ-તેમ મનુસ્મૃતિમાં બીજું શું-શું લખ્યું છે, તેની પણ વાત કરીશું. થોડાક ઉદાહરણ માટે આ મનુના કાયદાઓ તમારી સમક્ષ મૂકીએ છીએ, પુરી મનુસ્મૃતિ આવી નીચ, અસમાનતાવાદી માનસિકતાથી ભરેલી પડી છે.

આવો જાણીએ, મહારાજ મનુએ સ્ત્રીઓ માટે શું લખ્યું છે…

૧. પુરુષોને પોતાની જાળમાં ફસાવી લેવા એ સ્ત્રીઓનો સ્વભાવ છે. એટલે સમજદાર લોકો સ્ત્રીઓથી ચેતતા રહે છે. (શ્લોક ૨.૨૧૩)

૨. કેમ કે પુરુષોની કામ-ક્રોધના વશમાં થઈ જવાની સ્વાભાવિક દુર્બળતાને ભડકાવીને સ્ત્રીઓ મૂર્ખ જ નહીં પણ હોંશિયાર વિદ્વાન પુરુષોને પણ વિચલિત કરી નાંખે છે. (શ્લોક ૨.૨૧૪)

૩. પુરુષોમાં સ્ત્રીઓ ન તો રૂપ જુએ છે, ન ઉંમરની પરવા કરે છે. સ્વરૂપવાન હોય કે કદરૂપો, જેવો પણ પુરુષ મળી જાય એની સાથે ભોગવિલાસમાં રત બની જાય છે. (શ્લોક ૯.૧૪)

૪. હંમેશા પુરુષની ઈચ્છા રાખવાવાળી ચંચળચિત્ત અને સ્વભાવથી નિષ્ઠુર હોવાના કારણે એમને કેટલી પણ સારી રીતે કેમ ના રાખવામાં આવે સ્ત્રીઓ પતિઓ પ્રત્યે વિશ્વાસુ નથી રહી શકતી. (શ્લોક ૯.૧૫)

૫. આ દુર્ગુણો સ્ત્રીઓમાં સૃષ્ટિના સર્જન સમયથી જ રહેલા છે. અને એટલે જ, પુરુષોએ સખતાઈથી ધ્યાન રાખવું જોઈએ અને સ્ત્રીઓને પુરુષોએ પોતાની દેખરેખ નીચે રાખવી જોઈએ. (શ્લોક ૯.૧૬)

૬. સૃષ્ટિના રચયિતાએ નારીની રચના કરતી વખતે જ નારીમાં આસન-આભૂષણ પ્રત્યે મોહ, કામ, ક્રોધ, બેઇમાની, દ્વેષભાવ અને ચરિત્રહીનતા ફૂટી ફૂટીને ભરી દીધી છે. (શ્લોક ૯.૧૭)

“મનુસ્મૃતિ” પુસ્તક ખીરદવા માટે ફોટા પર ક્લિક કરો

મનુસ્મૃતિ

સંદર્ભ

ઉપરના શ્લોકો પરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓ જન્મજાત એવી જ હોય છે. કોઈ સુધારો શક્ય નથી. એક નંબરની કેરેકટરલેસ, પુરુષોને ફસાવનારી અને જરાય વિશ્વાસ ન કરી શકાય એવી હોય છે. બોલો! આ કચરો નથી તો બીજું શું છે? આને ધર્મ ગ્રંથ કે પવિત્ર ગ્રંથ કેવી રીતે કહેવાય? આજે પણ આવી મનુસ્મૃતિને સમર્થન કરનાર અસંખ્ય લોકો ભારતમાં છે.

તમે અન્ય હિંદુ ધર્મગ્રંથો વાંચો તો તેમાં મહિલાઓને અપમાનિત કરતા અને કેરેકટરલેસ દર્શાવનારા છુટા છુટા શ્લોકો મળી રહેશે, લખાણો મળી રહેશે પણ, એ બધાનું સંકલન અને કેટલાક વિશેષ વિધાનો, કાયદા મનુસ્મૃતિમાં મળી રહે છે.

આ મનુસ્મૃતિમાં એટલી હદ સુધી વાહિયાત કક્ષાના લખાણો છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તારીખ 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિને જાહેરમાં સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. અને તે દિવસથી બાબાસાહેબના અનુયાયીઓ દર 25 ડિસેમ્બરને “મનુસ્મૃતિ દહન દિવસ” તરીકે મનાવે છે.

મારી સૌને નમ્ર વિનંતી છે, એ પછી દલિત હોય, આદિવાસી હોય, ઓબીસી હોય, સવર્ણ હિંદુ હોય કે પછી અન્ય કોઈ ધર્મનો, ભારતની સામાજિક વ્યવસ્થામાં મનુસ્મૃતિની અસરો જાણવી સૌ કોઈ માટે ખૂબ અગત્યનું છે. મનુસ્મૃતિ જાણ્યા વગર હિંદુરાષ્ટ્રનો ખ્યાલ તમે નહિ સમજી શકો. ખાસ કરીને પોતાને કટ્ટર હિંદુ ગણાવતા યુવાનોએ તો મનુસ્મૃતિ ખાસ વાંચવી જોઈએ. જેથી ખબર પડે કે તેઓ હિંદુરાષ્ટ્રના નામે કેવી અધોગતિ તરફ દેશને લઈ જવા આજે હાથા બન્યા છે. સ્ત્રીઓ પણ મનુસ્મૃતિ ખાસ વાંચે અને તેમને સદીઓથી જે યાતનાઓ, ભેદભાવ વેઠવા પડ્યા છે એનું કારણ જાણે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સૌને ફરી એકવાર નમ્ર વિનંતી કે મનુસ્મૃતિ વાંચો, વંચાવો અને હિંદુરાષ્ટ્ર નામની આપત્તિથી બચવા આજથી જ સજ્જ થઈ જાવ.

પ્રકરણ-૩ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે. વાંચવા માટે લિંક પર ક્લિક કરો.

✍️ કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

12 Responses

 1. હિતેશભાઈ ખીમજીભાઈ પરિયા says:

  મનુસ્મૃતિ ઍ આપડે ને કચરો ગાંધકિ સાફ કરવા નુ કામ પહેલા થીજ સોપેલુ છે આજે સાચુ કામ કરીયે છિયે કાઢો કચરો કાઢો
  હવે મનુ શુકામ હેરાન થાય છે કચરો સાફ કરીયે તોય તકલીફ ના કરીયે તોય તકલીફ
  જાય ભિમ્ં દોસ્તો લાખો કરોડો ની સામે ઉભા એકલા રહેવા વાડા નુ
  આમ્બેડકરવદિ ભૂલાય નહિ હો

 2. મધુકર ભાઈ બડવા says:

  બાબાસાહેબ આંબેડકર એ હિંદુ ધર્મ શાસ્ત્રો ની હોળી કરી હતી તે આ કચરો સળગાવવા માટેજ. જો નરેન્દ્રભાઇ મોદી રોડ પર નો કચરો સાફ કરતા હોય તો તેઓ સન્માનનીય બનતા હોય તો કૌશિકભાઈ આ સમાજમાં રહેલાં ધાર્મિક કચરાને દુર કરવા માટે જે અભિયાન ચલાવી રહ્યા છે તો તેઓ પણ સન્માનનીય છે.

 3. Ram says:

  असत्य, अर्धसत्य छे।

  आंख बंध करीने कोईनु कहेलु मानशो नहि तमे जाते एक वार मनुस्मति वांचो।

  • ram says:

   मनुस्मृति तो स्त्रीओ ने वैवाहिक स्वतंत्रता, दिकरो दिकरी एक समान, नारि नी पुजा थी देवो राजी रहे छे (घर मा सुख रहे छे) स्त्री ने तो घर नी लक्ष्मी पण कही छे। शुं ठोकम ठोक करो छो।

   पेलो जे रेफरंस तमे आप्यो एनो अर्थ ज बदली नाख्यो छे तमे। अने आ मनुस्मृति नो फोटो नहि ए श्लोक नो फोटो राखो।
   बीजी महत्व नी वात ए के मनुस्मृति वेद पर आधारित छे एटले एटलु तो समजी जवुं पडे के वेद विरोधी बाबतो होय ए बधी प्रक्षेपित छे।

 4. Hemant says:

  Aaje laakho loko aava vicharo ma gerayela 6. Tamara article vachine mane pan khub jaanva madyu . Sache ma bv j ghar na beno, ne mata same to aa naa j vanchay aevi to vaato andar lakheli 6. Sache kachro j 6. Ne je loko aane dharmik granth mane 6? To amne aetlu kehvanu k su aama lakhyu 6 aevi orto tamara ghar ma 6? Aa sachu 6?

 5. Vinod Gavaniya says:

  જેમાં માણસ પ્રત્યે ઊચ નીચ નાં ભેદભાવ અને સ્ત્રીઓ માટે અનાબ સનાબ લખેલ હોય એને માત્ર કોઈ વહીયાત વ્યક્તિ દ્વારા લખેલ લખાણ પુરતું રહેવા દેવું જોઈએ એને ગ્રંથ કઈ રીતે કહેવાય????

 6. Vijay parmar says:

  Yes you are right
  Hindu dharm ma kacharo lakhyo che

 7. Asmita says:

  કેટલા ગર્વની વાત છે કે જેને મનુસ્મૃતિ સળગાવી, એને જ કાયદા ઘડ્યા અને તેનાથી દેશ ચાલે છે…💙
  જય ભીમ…
  જય સંવિધાન…

 8. Rajnishkumar Joshi says:

  ખરેખર તો જે લોકો હિન્દૂ રાષ્ટ્ર બનાવવા લાલાયત છે, તેવા કેટલાય લોકોને પૂછો તો આ મનુસ્મૃતિ વિશે જાણ્યા વિના કે ધર્મ વિશે જાણ્યા વિના ઠોકમ ઠોક કરતા હશે, અને ફક્ત રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યા હશે …

 9. Bablu Chanchani says:

  આ મનું નામ ના માણસ મા કેટલા હલકા અને નીચ કહી શકાય એવા વિચારો હસે…… અને એનાથી વધારે હદ તો ત્યારે થાય છે કે આવા ગંધાતા (કચરો) કહી શકાય એવા પુસ્તક ને લોકો આજે એમનો ધર્મ ગણે છે……. ધિક્કાર છે આવા ધર્મ ને અને આવા માણસોને……
  જે ધર્મ કે માણસ એક સ્ત્રી વિશે આવા હલકટ વિચાર ધરાવતું હોય એ ને તો ધિક્કાર છે………જય ભીમ . .

  મને ગર્વ છે કે મારા ભગવાન એવા Dr.Baba Saheb Ambedkar। સંવિધાન અને હિન્દુ કોર્ટબિલ લખ્યું…….જય બાબા ભીમ…..

 10. Shankar dabhi says:

  ખરેખર કચરો છે. આને જે લોકો હિંદુ ધર્મનો ઠેકો લઈને બેઠા છે એમને આ જાણવું જરૂરી છે

 11. Rohit Karm says:

  મનુષ્યને ધર્મ રહિત જીવવાની જે મજા છે તે ક્યાંય નથી.
  હવે લોકશાહી છે, બંધારણને અનુસરી જીવવું જોઈએ.
  ધર્મગ્રંથોને વાંચવાની કોઈ જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published.