પ્રકરણ-૯ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

૬ સપ્ટેમ્બર ૨૦૨૦
આગળના 8 પ્રકરણ વખતે મને સોફ્ટ હિંદુઓ તરફથી ઘણી ફાલતુ દલીલો મળી. જેમ કે, અંગ્રેજોના જમાનામાં ધર્મ ગ્રંથોમાં ઉમેરાયું, અંગ્રેજોએ જાતિવાદ ફેલાવ્યો, આવું બધું તો પાછળથી લખાયું, અને આ બધામાં સૌથી વાહિયાત દલીલ હતી કે વૈદિક સિવાયના પણ અન્ય દર્શનો અમારા છે. 9 દર્શનવાળો અમારો ધર્મ છે. જો કે કેટલાંક 6 દર્શનવાળો ધર્મ કહે છે. અને આ જે 6 અને 9 દર્શન છે એ બધા દર્શનો એકબીજા સાથે મેચ નથી કરતા, અલગ અલગ અને વિરોધીભાષી પણ છે. અને.કેટલાક તો પાયાના સિદ્ધાંતોથી જ એકબીજાના વિરોધી છે.
એટલે આ ફાલતુ પણ હિંદુઓના સ્વબચાવનું સૌથી સરળ અને ઉપયોગી હથિયાર એવું એમના 6 અને 9 દર્શન પર મારે સૌથી પહેલા આર્ટિકલ લખવા જોઈએ અને હિંદુઓની સૌથી મોટી છટકબારી બંધ કરવી જોઈએ, એમ લાગ્યું. અને મેં આ 9 ઉપર વાંચન શરૂ કર્યું અને ત્યાં સુધી આપણી આર્ટિકલની સિરીઝ સ્થગિત કરી હતી.
પણ તમે જાણો છો તેમ સામાન્ય રીતે ફક્ત વૈદિક(બ્રાહ્મણ) ધર્મ સમજવો જ અઘરો અને સમય ખર્ચ કરનાર છે તો બાકીનાનો અભ્યાસ તો ક્યારે થાય!! એટલે એ અભ્યાસ ચાલુ રાખતા આપણે સાંપ્રત સમયમાં ચાલતા હિન્દૂ ધર્મના દુર્ગુણો, તેની ખરાબ અસરોની ચર્ચા ચાલુ રાખીશું. જેના ભાગ રૂપે આજે એક આર્ટિકલ લખીએ છીએ. આ આર્ટિકલ અસમાનતાવાદી હિન્દૂ ધર્મની ખરાબ અસરો, “જાતિવાદની આડઅસરો”ના ટાઇટલ હેઠળ આવરી લેવા વિનંતી.
—–
શુભેચ્છામાં પણ #જાતિવાદ
ધારાસભ્ય અમરીશ ડેરને કોરોના પોઝિટિવ.
અત્યારે હું ફેસબુક પર મોટા ભાગના આહીર સમાજના યુવાનો જ અમરીશભાઈના સારા સ્વાસ્થ્યની મંગલકામના કરતા જોઈ રહ્યો છું.
- શુ અમરીશ ડેરે ફક્ત આહીર સમાજ માટે જ કામ કર્યું છે?
- શુ અમરીશ ડેર આહીર સમાજના જ ધારાસભ્ય છે? બધાના નહીં?
ખરેખર તો દરેક સમાજના લોકોની ફેસબુક વોલ પર દેખાવું જોઈતું હતું.
વધારે દુઃખી થવા જેવું નથી. આ પહેલા એક દલિત ધારાસભ્યને કોરોના થયો તો ફક્ત દલિત સમાજના જ લોકોએ સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છાઓ આપી હતી.
અને જો હાર્દિક પટેલને કોરોના થાય (ઉદા તરીકે🙏) તો પાટીદાર સમાજના યુવાનો તરફથી સારા સ્વાસ્થ્યની કામના માટે ઘોડાપુર ઉમટે. અન્ય સમાજ તરફથી નહિ.
કટ્ટર ભાજપ વિરોધીઓ, કટ્ટર મોદી વિરોધીઓ પણ, જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા જેવા નેતાઓ ભાજપ જોઈન કરે તો તેમના બચાવમાં અને બન્ને નેતાઓને શુભેચ્છા આપતા આપણે જોયા છે. કારણ કે આ બન્ને નેતા તેમની જાતિના હતા.
હાર્દિક પટેલને કોંગ્રેસમાં મોટો હોદ્દો મળ્યો તો પટેલ સમાજના સંગઠનોએ જ વધારે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે હાર્દિકને પદ તો સમગ્ર ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષનું મળ્યું હતું. આખા ગુજરાતમાંથી દરેક સમાજની શુભેચ્છા આવવી જોઈતી હતી ને!!! પણ આવું ન થયું. જો કે ફક્ત પાટીદારોની ચિંતા કરીને, SC-ST-OBC ના આરક્ષણ સામે પડીને નેતા બનેલા હાર્દિક પટેલ જોડે આવું થવું સ્વાભાવિક છે.
પણ, બાકી નેતાઓનું શુ? આવા તો અસંખ્ય કિસ્સાઓ છે. જન્મદિવસથી લઈને મૃત્યુદિવસ, ટીકીટ મળવી, ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી, બીમાર પડવું કે કાંઈ પણ… મોટેભાગે જે તે નેતાના સમાજના જ લોકો પડખે દેખાય છે. અન્ય સમાજના લોકો તમારે શોધવા પડે એવી સ્થિતિ હોય છે.
કારણ છે,
જાતિવાદ.
જે હિંદુઓ જોવા નથી માંગતા.
જે રાજકારણની પેદાશ નથી, હિન્દૂ ધર્મ ગ્રંથોમાં લખેલા કચરાની પેદાશ છે. પેલો મોઢામાંથી પેદા થયો અને પેલો પગમાંથી પેદા થયો. આ જાતિને શિક્ષણનો અધિકાર નહિ ને આ જાતિનો ગમે તેટલો નાલાયક હોય એને પગે લાગવું જ પડે. આ જાતિના લોકોએ આ કામ કરવાનું અને આ જાતિના લોકોએ આ કામ નહીં કરવાનું. પેલા જોડે હાથ ના મિલાવાય અને પેલાના પગને પડવાથી પુણ્ય મળે. હિન્દૂ ધર્મના નામે આવા કચરા જેવા શિક્ષણને લીધે હિન્દૂ સમાજમાં જાતિવાદ પેદા થયો છે અને તે સમાજના નાનામાં નાના એકમ સુધી વ્યાપ્ત છે, અસર કરે છે.
શુભેચ્છામાં જે જાતિવાદ ચાલે છે તેમાં, દલિતો જેવી આભડછેટ અને અત્યાચાર નથી. પણ, ફક્ત એક જાતિના નેતા કોરોના પોઝિટિવ કે અન્ય કોઈ તકલીફમાં હોવાને લીધે કે કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી, બીજી જાતિના લોકો સામાજિક નિસ્બત નથી ધરાવતા. મરે, જીવે, હારે, જીતે, બીમાર થાય, બીજી જાતિના હોવાના લીધે એમને કોઈ ફરક નથી પડતો. આ જાતિવાદનું જ એક સ્વરૂપ છે. જે મોટેભાગે કોઈ હિન્દૂ જોવા નથી માંગતું. અને આ જાતિવાદ બધાને નડે છે.
મેં પહેલા પણ કહ્યું હતું આજે ફરી કહું છું, “હિન્દૂ ધર્મ નથી, હિન્દૂ અધર્મ છે. જયાં સુધી ભારતના લોકો હિન્દૂ ધર્મ માનશે, ત્યાં સુધી આ દેશમાં સમાનતા, એકતા, ભાઈચારો અને શાંતિ શક્ય નથી.”
કૌશિક શરૂઆત
નોંધ : દ્વારકાધીશ અમરીશભાઈ ડેરને જલ્દી સાજા કરે તેવી મંગલકામના. જો કે દ્વારકાધીશે અમરીશભાઈને કોરોના ના થવા દીધો હોત તો વધારે સારું રહેત! 😢
Keep doing this good work.