કોમવાદી ગુજરાતી મીડિયા

Wjatsapp
Telegram

આપણે મુસલમાનો પ્રત્યે ઘણી ખોટી ધારણાઓ ધરાવીએ છે. સમય સમય પર આપણને સચ્ચાઈ ખબર પડતાં એ ધારણાઓ તૂટી પણ હશે. પણ શું, મુસલમાનો પ્રત્યેની ખોટી ધારણાઓ તોડવામાં ગુજરાતી મીડિયાએ ક્યારેય કોઈ રોલ ભજવ્યો છે?
યાદ કરો….
જવાબ હશે, ના.

કારણ કે,
ગુજરાતી મીડિયા ખુદ પોતે કોમવાદી છે. સવર્ણ હિંદુઓનું વર્ચસ્વ બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોમન સિવિલ કોડના નામે કટ્ટર હિંદુઓએ દરેક અલગ વિચારને ખતમ કરવો છે અને તેમાં આ સવર્ણ હિંદુ મીડિયા પૂરેપૂરો સાથ આપે છે.

આઈડિયા ઓફ ઇન્ડિયા એ વિવિધતામાં એકતા છે.
જેને ખતમ કરવાનું કામ સવર્ણ હિંદુ મીડિયા કરી રહી છે. આવો જાણીએ કેવી રીતે.

જ્યારે નવરાત્રી, ગણપતિ, દિવાળી જેવા હિંદુ તહેવારો આવે ત્યારે સવર્ણ હિંદુ મીડિયા ૧૦ દિવસ પહેલા માહોલ બનાવવાનું ચાલુ કરે છે. દાંડિયા બતાવશે, ગરબા પ્રેક્ટિસ બતાવશે, ચણિયાચોરી બજાર બતાવશે, ગણપતિની અલગ અલગ મૂર્તિઓ બતાવશે, દિવાળી પર અલગ અલગ ફટાકડા, વેપારીઓ, લોકો સાથે વાતચીત બતાવશે.

શુ આવું ક્યારેય ઈદ કે મોહરમ વખતે જોયું?
જવાબ છે, ના.

કારણ કે,
આ કોમવાદી સવર્ણ હિંદુ માનસિકતા ધરાવતા ગુજરાતના મીડિયા માલિકો નથી ઈચ્છતા કે તમે ઈસ્લામ અને મુસલમાનો વિશે જાણો.

કારણ કે,
તમે જ્યારે ઈસ્લામ અને મુસલમાન વિશે જાણશો તો કટ્ટર હિંદુ સંગઠનો અને કટ્ટર હિંદુ પાર્ટીઓએ તમારા મનમાં રેડેલું મુસલમાનો પ્રત્યેનું ઝેર નીકળી જશે.
તમે પણ મુસલમાનને પોતાની જેમ જ માણસ સમજતા થઈ જશો.
એટલે આ કોમવાદી સવર્ણ હિન્દૂ માનસિકતા ધરાવતા મીડિયા ક્યારેય મુસલમાનોના તહેવારો કવર કરતા નથી.
હા, દેખાડા પૂરતો એક ફોટો, એક વિડિઓ જરૂર મૂકે છે. જેથી તેમની નિષ્પક્ષતા સાબિત કરી શકે.

હિંદુઓના શ્રાવણ મહિનાની જેમ જ રમજાન મહિનો પવિત્ર છે. રોજ સ્ટોરી થાય તેમ છે. પણ મીડિયામાં બેઠેલા સવર્ણ હિંદુઓ રીતસરનો કોમવાદ કરે છે, ભેદભાવ કરે છે.

આ વખતે હું તાજીયા વિસર્જન જોવા ગયો હતો.
અને મેં જોયું કે ગણપતિ વિસર્જન અને તાજીયા વિસર્જનમાં કોઈ કહેતા કોઈ ફરક નથી.
બસ! ધર્મ અલગ અલગ છે.

  • જેટલી ભીડ ગણપતિ વિસર્જનમાં હોય છે એટલી જ ભીડ તાજીયા વિસર્જનમાં હોય છે.
  • ગણપતિ વિસર્જનમાં જેમ બાળકો, વૃદ્ધો, મહિલાઓ ભાગ લે છે, ઊંટલારી, ટ્રેક્ટરમાં બેસે છે તેવું જ તાજીયા વિસર્જનમાં હોય છે.
  • ગણપતિ વિસર્જનમાં ઢોલ નગારા તો તાજીયા વિસર્જનમાં પણ ઢોલ નગારા હોય છે.
  • ગણપતિ વિસર્જનમાં ગણેશને નદીમાં પધરાવે, મુસલમાનો તાજીયા પધરાવે.

ટૂંકમાં,
હિંદુ – મુસલમાન સિવાય એક તહેવાર તરીકે કોઈ ભેદ નથી. તેમ છતાં, ગુજરાતના કોમવાદી સવર્ણ હિંદુ મીડિયા ભેદભાવ કરે છે.

એક જ દિવસે ગણપતી વિસર્જન અને તાજીયા વિસર્જન હોવા છતાં પેપરમાં ગણપતિના ફોટાથી પાના ભરાય છે જ્યારે તાજીયાનો એક ફોટો મૂકી બિનસંપ્રદાયિકતાની જવાબદારી પુરી કરાય છે.

શુ તમને ખબર છે?
યજીદ કોણ હતા?
હુસેન કોણ હતા?
કરબલા શુ છે?
જેહાદ શબ્દનો પહેલીવાર ઉપયોગ ક્યાં થયો હતો?
જેહાદનો મતલબ શુ?
મુસલમાનો કેમ શરીર પર બ્લેડ અને છરીના ધા મારે છે?
અમુક જ મુસલમાન કેમ આવું કરે છે?
બધા કેમ નથી કરતા?
તાજીયા શુ છે?

આ બધું જણાવવાનું કામ મીડિયાનું છે.
પણ આપણા ગુજરાતમાં તો કોમવાદી મીડિયા છે. સવર્ણ હિંદુઓનું મીડિયા છે. એ ઈચ્છે છે કે તમે મુસલમાનોને નફરત કરતા રહો અને સવર્ણ હિંદુ રાજનીતિ ચાલતી રહે. સવર્ણ હિંદુઓનું વર્ચસ્વ બની રહે.

આ કોમવાદી-જાતિવાદી સવર્ણ હિંદુ મીડિયા,
દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટીને સાવ ઇગ્નોર કરે છે.

તમને પ્રશ્ન થાય કે કૌશિકભાઈ હિંદુઓની વસ્તી વધારે છે એટલે હિંદુઓ વધારે બતાવે અને મુસલમાનોની વસ્તી ઓછી છે તો ઓછું કવરેજ આપે.
તો મારો જવાબ છે,
ગુજરાતમાં મુસલમાનોની વસ્તી ૯.૭% અને જૈનોની વસ્તી છે ૧% તો જૈનોના પર્યુષણ પર છાપાઓના પાનાઓ કેમ ભરાય છે? જેનો તો મુસલમાનો કરતાંય ઘણી ઓછી વસ્તીવાળા છે. મારા ભાઈ, આ જ ગુજરાતી સવર્ણ હિંદુ મીડિયાનો કોમવાદ છે.

એક નાની જૈન છોકરી અઠ્ઠાઈ કરે તો ઈન્ટરવ્યુ બતાવવાનો અને એક નાની મુસલમાન છોકરી રોજા કરે તો નહીં બતાવવાનું? આ કોમવાદ નહિ તો બીજું શું છે?

કૌશિક શરૂઆત
એક ભારત

નોંધ : જે ગુજરાતી મીડિયા તમને કવરેજ ના આપે તેનો બહિષ્કાર કરો. છાપા મંગાવવાનું બંધ કરો, ન્યુઝ ચેનલ જોવાનું બંધ કરો. તમારા રૂપિયે તમારી અને તમારા સમાજની ઘોર ખોદાઈ રહી છે. 🙏

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.