કોરોના ભારત માટે કોઈ મહામારી હોય તેવું લાગતું નથી.

ભારતમાં કોઈ મેડિકલ ઈમર્જન્સી લાગતી નથી.
કમ સે કમ સરકારનું વલણ જોઈને તો એમ જ લાગે છે કે આ કોઈ સામાન્ય બીમારી છે.
૧) કોરોનાના ટેસ્ટ મોટી સંખ્યામાં આજે પણ નથી થતા. વિદેશથી આવેલા ૧૨-૧૫ લાખ લોકોના ટેસ્ટ આટલા દિવસ પછી પણ નથી થયા. અલગ અલગ સમાચાર મધ્યમોથી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં ઘોર બેદરકારીના કિસ્સાઓ સામે આવે છે.
૨) બધા જ કોરોના દરદીઓના ટેસ્ટ મફત ના કરવા પડે તે માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને ફક્ત અમુક જ ગરીબોના ટેસ્ટ ફ્રી થાય, તેવો ઓર્ડર સુપ્રીમ કોર્ટ પાસેથી લઈ આવી છે.
૩) કોરોના સમયે ડોકટર, નર્સ, કમ્પાઉન્ડરને PPE કીટ, માસ્ક વિગેરે ના મળવાની ફરિયાદ વારંવાર સાંભળવા મળે છે. મહામારીમાંય તેમણે આંદોલન, રજુઆત, ચીમકીઓ આપવી પડે છે.
૪) કોરોના સામે લડવાનો કારગર ઉપાય ટેસ્ટિંગ છે, લોકડાઉન નથી. પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ ટેસ્ટિંગની સંખ્યા વધારતા નથી.
૫) લોકડાઉનમાં સરકારી અનાજ કૌભાંડ થયું છે. સડેલું અનાજ આપવામાં આવ્યું છે.
૬) કરોડો આદિવાસી, મજૂરો રસ્તે રજળતા થઈ ગયા. ઉચ્ચ વર્ગના લોકોને વિદેશથી પ્લેનમાં લાવવામાં આવ્યા, ધાર્મિક યાત્રીઓ માટે બસો મુકવામાં આવી પણ મજૂર, આદિવાસી વર્ગ માટે ટ્રાન્સપોર્ટેશનની સગવડ કરવામાં ના આવી.
૭) દેશના ગરીબો માટે સરકાર દ્વારા કોઈ જમવાની વ્યવસ્થા કરવામાં ના આવી. ૨૨ તારીખથી લોકોને પોતાના ઘરમાં પુરાઈ રહેવા આદેશ કર્યો હતો અને ૧ એપ્રિલે અનાજ આપવાની વાત કરી અને તેમાં પણ અમુકને આપવાની અને અમુકને નહિ આપવાની નીતિ.
૮) બધા જ કાર્ડ ધારકોને અનાજ મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં નાગરિકોએ રિટ દાખલ કરવી પડે છે, પણ આ નરેન્દ્ર મોદી, અમિત શાહની ભાજપ સરકારને ભાન નથી પડતું કે બધાને જરૂરમંદોને અનાજ આપીએ.

૯) કોરોના જેવી ભયંકર મહામારીમાંય મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. મીડિયા દિવસ રાત કોમવાદ ફેલાવી રહી છે અને મોદી શાહ તેના પર કોઈ કાર્યવાહી નથી કરતા. એટલું જ નહીં નરેન્દ્ર મોદી જેને ટ્વીટર પર ફોલો કરે છે, ભાજપ આઇટી સેલનો જે હેડ છે, તે અમિત માલવીયા ખોટી માહિતી, અફવા સ્પ્રેડ કરે છે.
૧૦) નરેન્દ્ર મોદીએ વારંવાર વખત રાષ્ટ્રજોગ ભાષણ કર્યું. અને ત્રણેયમાં કોરોના સામે લડવા શુ તૈયારીઓ કરી છે? એ બાબતે કોઈ જાણકારી ના આપી. બે વખતે થાળી ખાખડાવવા, દિવા કરવા, જનતા કરફ્યુ, લોકડાઉન કરવું, લોકડાઉનની મુદત વધારવી, એવી જાહેરાતો કરવા સિવાય કાંઈ નથી કર્યું.
૧૧) એક તરફ તો દેશમાં મેડિકલ ઇમર્જન્સી છે એવું મોદી કહે છે અને બીજી તરફ દેશમાંથી દવાઓ વિદેશ અમેરિકા મોકલવા છૂટ આપે છે. અને એ પણ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ધમકી આપે ત્યારે. આમ, કોરોના જેવી મહામારીમાંય દેશના હિતો સાચવવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે. ભારત દેશનું વૈશ્વિક સ્તરે નીચા જોણું કર્યું છે.
૧૨) PM રિલીફ ફંડ હોવા છતાં, PM કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું છે અને તેનો હિસાબ આપવાની જોગવાઈ નથી. હવે આ રૂપિયા ધારાસભ્યો ખરીદવા, સંસદ સભ્યો ખરીદવા, મીડિયા ખરીદવા, ચૂંટણીઓ જીતવા, RSS અને તેની ભાગીની સંસ્થાઓને મજબૂત કરવામાં કે અન્ય કોઈ વ્યક્તિગત કામોમાં, મોદી કરે તો પણ આપણને ખબર નહિ પડે. દેશ કોરોના જેવી મહામારીથી ઝઝૂમી રહ્યો છે અને મોદીને રૂપિયા ભેગા કરી, તેનો વહીવટ ગુપ્ત રાખવાનું સુઝે છે.
૧૩) કોરોના જેવી મહામારીમાંય હિંદુ-મુસ્લિમ રાજકારણ બીજેપી પ્રવક્તાઓ દ્વારા બંધ ના કરીને મોદીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે દેશમાં ગમેતેટલી ઉથલપાથલ થઈ જાય, તેમનો #હિંદુત્વ નો એજન્ડા ક્યારેય નહી બદલાય, ક્યારેય ધીમો નહિ પાડે.
સૌથી અગત્યનું,
જે મોદી-શાહની દાનત ખુલ્લી પાડે એ છે કે,
તેઓ જે જાહેરાતો કરે છે એ જાહેરાતોનું ક્યારેય સંપૂર્ણ પાલન તેમની જ પાર્ટી ભાજપના લોકો, વહીવટીતંત્રના લોકો અને જરૂરી વિભાગના લોકો નથી કરતા કે તેમણે કરેલી જાહેરાતોને પુરી કરવા યોગ્ય આદેશો સંબંધિત વિભાગોને નથી કરતા.
મોદીએ કોરોનાને ચૂંટણીસભા સમજી લીધી હોય તેવું લાગે છે અને યોગ્ય તૈયારીઓ વગર ગમે તે જાહેરાતો કરી નાંખે છે.
સરકારની દાનત #કોરોના સામે લડવાની ઓછી અને લોકોને વધુમાં વધુ સમય ઘરમાં પુરી રાખવાની વધુ દેખાય છે. અને એટલે જ યોગ્ય આયોજન કરવાને બદલે #નોટબંધી અને #GST ની જેમ રોજેરોજ નવા નવા ફતવા બહાર પાડે છે, નિયમો બનાવે છે, નિયમો સુધારે છે.
આમ, કોરોના વાઈરસ મહામારી બાબતે સરકાર ગંભીર હોય, મીડિયા ગંભીર હોય તેવું લાગતું નથી.
કૌશિક શરૂઆત