કવિતા | કોરોના।.. તે આભળછેટની યાદ અપાવી…

Corona Virus
Corona Virus
Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

એજ ઢંગ ને એજ રીતે આભડછેટને આગળ ધપાવી
કોરોના તે સદીઓ પુરાણી એજ દાસ્તાનની યાદ અપાવી

મો પર માસ્ક, સેનેટાઈઝર, ને મોબાઈલમાં આરોગ્ય સેતુનો ઉપયોગ કરાવી
મો પર થૂંકદાન પૂંઠે સાવરણો ને પગમાં ઘંટડીના ઇતિહાસની યાદ અપાવી

પછાત ગણી અલગ ગામની બહાર રહેવાની ફરજ પડાવી
અલગ અટૂલો ને પોતાનાથી જ જાત ક્વોરોન્ટાઇન થઈ તે જૂની સ્મૃતિ દોહરાવી

ન હતો રોગ કે વાઇરસ ઉભું કર્યું આભડછેટનું તૂત અમને અછૂત બનાવી
આજે તું પણ થઈ જ ગયો અછૂત જો સામાજિક અંતરની લાઇન લગાવી

હવે તો સમજ કેવી પીડા ને દુઃખ થાય છે પોતાના સભ્યો ગુમાવી
હું પણ મનુષ્ય જ છું ને તું પણ યાદ રાખ આ નાત જાત ભુલાવી

poet vijay vaghelaવિજય વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Mixtrozy says:

    Thank you very much for the invitation :). Best wishes.
    PS: How are you? I am from France 🙂

  2. Hitesh Vaghela says:

    Ek dum sachi vaat Vijay Bhaii… Pa6at hoy k pa6i Biju koi… Banne manushya j 6… Banne 2 pag Ane 2 hath aapya 6… To pa6i seno aabhad 6et….?

Leave a Reply

Your email address will not be published.