દલિત-ઓબીસીનું સ્થાન, સ્થિતિ, જવાબદાર પરિબળો અને પરિણામો

Wjatsapp
Telegram

આ બંને સમાજ જે સ્થિતિમાં છે તેનું કારણ જાતિઓનું નિર્માણ છે. જાતિ નિર્માણમાં દલિત સૌથી નીચે મુકાયા. ઓબીસી સૌથી નીચે કરતાં એક જ પગથિયું ઉપર મુકાયા. દલિત માટે તેઓ જે જગ્યાએ મુકાયેલા છે, ત્યાંથી ઉપર ઉઠવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અને ઓબીસી સમાજ ટોપ ઉપરતો નથી જ પણ હા દલિતોથી એક પગથિયું ઉપર હોવાનું ગૌરવ જરૂર લઈ શકે છે. દલિતોની કમનસીબી એ છે કે ક્યાંક સમાનતા તરફ એક કદમ પણ મૂકવા જાય તો સૌથી પહેલા ઓબીસી સમાજનો સામનો કરવો પડે છે. ઓફકોર્સ, ઓબીસીએ પણ ઉપર જવાનો સંઘર્ષ કરવો જ જોઈએ અને ઘણા ભણેલા ગણેલા યુવાનો અને બુદ્ધિજીવીઓ સમાજના ઉત્કર્ષ માટે મહેનત કરી જ રહ્યા છે. પરંતુ સાથે-સાથે એક નોંધનીય બાબત એ પણ છે કે કેટલાક ઓબીસી યુવાનો જ્યાં છે ત્યાંથી ઉપર જવા સંઘર્ષ કરવાના બદલે એમનાથી જે નીચેનો દરજ્જે માનવામાં આવે છે એ દલિતો એમની મૂળ સ્થિતિમાંથી ઉપર ના આવી જાય એના માટે સંઘર્ષ કરે છે, દલિતો એમની બરાબરી કરી દેશે એની ચિંતા કરવાની જગ્યાએ એમણે ટોપ સુધી બરાબરી કરવા સંઘર્ષ તરફ ધ્યાન આપવું જરૂરી છે. આમાં બંનેની પ્રગતિને ગ્રહણ લાગી રહ્યું છે, પણ સમજાવે તો સમજાવે કોણ ?

હિંદુઓમાં જાતિ પ્રમાણે પાડેલા સ્ટેપમાં સૌથી ઉપર બિરાજેલા સમૂહોનો એટલે કે શ્રવણ સમાજનો કોઈ દીકરો લાડકવાયો આવા કોઈ દલિતના વરઘોડા રોકવા કે કોઈ એટ્રોસિટીનો ભોગ બનવા આગળ આવતો નથી. એમને એમના દીકરાઓને આવી વ્યવસ્થાના રક્ષકો (મજૂરો) બનાવવાની જરૂર લાગી નહીં. કારણ કે દલિતો સિવાય બધાએ કોઈકના થી ઉપર હોવાનું ગૌરવ મળતું રહે છે. જોકે દલિતોમાં પણ આ સડો નકારી શકાય એમ નથી. પણ દલિતો મા જે વિભાગ વહેચાયેલો છે ત્યાં ઈર્ષા કે ખુન્નસ નથી, કોઈ વાલ્મીકિના દીકરાના લગ્નની રીતો રસમો શીખવવા જતું નથી. દલિતો ની આંતરિક જાતિઓ એક બીજા ઉપર પોતપોતાની મોટાઈ થોપતિ નથી. એટલે દલિતો દલિતો વચ્ચે સંઘર્ષ નથી.

પણ ટોપ ઉપર રહેલી જાતિઓએ એમનું સ્થાન કાયમ રાખવા માટે એમનાથી નીચે અને સૌથી નીચેનાથી ઉપર એટલે કે વચ્ચેનો આખો સમૂહ આવી વ્યવસ્થાનું રક્ષણ કરી રાખે છે. એટલેનકે ઓબીસીના યુવાનો બિનજરૂરી સંઘર્ષનો ભાગ બને છે,જ્યારે સૌથી નીચે રહેલ સમૂહ એટલે કે દલિતને તો કાયમ માટે બચાવ મોડમાં જ રહેવાનું હોય છે. દલિતો માટે તો એમની ઉપરની બધી જ પ્રજા શોષિત જ છે. એટેલ દલિતોએ કોઈનું કઈ બગાડી લેવાનું રહેતું નથી, બસ બીજા એમના હક્કો ને એમની આઝાદીને કચડે રાખતા હોય એને બચાવવા સામનો જ કરવાનો રહેતો હોય છે.

“ઓ.બી.સી.”, “દરબાર કે ઠાકોર” ભાઈઓનું દલિતો ક્યારેય કઈ ખરાબ કરવા ગયા નથી કે કરી શકવા સક્ષમ પણ નથી કે એવી જરૂર પણ નથી અને આજના ભણેલા યુવાનો માટે આવો કોઈ ટાઈમ પણ ના હોવો જોઈએ. દલિતોનું મેઈન સ્ટ્રીમમાં આવીને થોડા દુઃખ માંથી બહાર નીકળવું, એ ઉપર બિરાજેલા કોઈ સમૂહને ચુભે કે ના ચુભે પણ વ્યવસ્થાનો ભોગ દલિત બને અને ભોગ બનાવનારો સમૂહ મોટેભાગે દરબાર કે ઠાકોરના યુવાનો હોય છે. મૂળ વચ્ચેની પ્રજા અને નીચે મુકાયેલ પ્રજા વચ્ચે સતત ઘર્ષણ ચાલ્યા કરે એવી રીતે ગોઠવવામાં આવ્યું છે કે સૌથી નીચે વાળા કે વચ્ચે વાળા એક પગથિયું ઉપર જવા મજબૂત બની જ ના શકે.

દલિતોને અનુસરવા નોલેજ બેજ બ્રાન્ડ પુરોષો છે, જેમાં મોખરે ડો.આંબેડકર છે. ઓબીસીમાંથી ઊભરી આવેલા મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે જેવા ઓ.બી.સી મહાપુરુષોના વિચારોને પણ ઓ.બી.સી કરતાં દલિતો વધુ અનુસરે છે. ઓબીસી યુવાનોને આ વયે એક વણમાંગી સલાહ છે કે ઓબીસી સમાજની મહાન વ્યક્તિ જ્યોતિબા ફુલેને એક વાર વાંચો, તમને સમજાઈ જશે કે જાતિવાદની વ્યવસ્થા ટકાવી રાખવાનું એક મોહરું તરીકે જ તમારો ઉપયોગ થાય છે, સામે દલિતોથી એક પગથિયું ઉપર હોવાનું મિથ્યા ગૌરવ સિવાય કઇ મળતું નથી. દલિતો પાસે બીજા કોઈ સમૂહને પજવવા કે બીજા કોઈની પ્રગતિ જોઈ ઈર્ષા કરવાનો કોઈ રસ્તો નથી. અથવા એમ જ કહો કે જરૂરી જ નથી. દલિતને જાતિ વ્યવસ્થામાં સૌથી નીચે મુકવામાં આવ્યા હોવાથી બીજા કોઈ પ્રગતિ કરીને ઉપર જતા રહેશે અને અમે એમના થી પાછળ રહી જઈશું એવું વિચારવાને અવકાશ નથી. દલિતો પાસે માત્ર ને માત્ર જ્યાં છે ત્યાંથી ઉપર ઊઠવું એ જ રસ્તો છે. દલિતોથી નીચે કોઈ છે નહીં એટલે પોતે આપવામાં આવેલ જગ્યાથી નીચે જવાનો સવાલ નથી. પણ ટોપ અને બોટમ સિવાય વચ્ચે ના સમૂહને નીચે વાળા ઉપર આવી જાય તો પોસાય નહિ. પણ જે કાયમ જાતે જ ઉપર બેસીને તમારું સ્થાન બતાવી દીધું છે ત્યાં કોઈ ઈર્ષા નથી કરતા કે ત્યાં પહોંચવા મહેનત નથી કરતા. દલિતોને એમના મહાપુરુષોની પ્રેરણા છે એમને નીચેનું સ્થાન મળ્યું, પણ એમની નજર ટોપ સુધી પહોંચવા માટેની છે અને મહેનત પણ એ માટે કરતા થયા છે. ઓ.બી.સી. લોકોને ત્યાંથી ઉપર જવા મહેનત કરવાની છે પણ થઇ રહ્યું છે ઊંધું. નીચે વાળો ઉપર ના આવે એના માટે મહેનત કરે છે અને પરિણામે આખા સમાજની પ્રગતિ રૂંધે છે. નવલોહિયા યુવાનો એટ્રોસીટી અને આવા વરઘોડા કાંડમાં જેલમાં જાય છે. હકીકતમાં સમાજમાં ઊંચું મસ્તક કરાવે એવા વિદ્વાન અને બુદ્ધિજીવીઓ બનાવવાની હોડ લાગવી જોઈએ જયારે ઓ.બી.સી. યુવાનો કે જેમને ખુદને ખબર નથી કે તમારું સ્થાન ત્રીજા નંબરે કોઈ ગુના વિના મુકવામાં આવ્યું છે, એના કારણો જાણવાનો સમય પણ નથી મળવાનો કારણ કે આવા વટના મુદ્દામાં યુવાનોને જેલ અને પોલીસના ચોપડામાં ગુનેગાર બની ને આર્થિક રીતે આવતી પેઢીને પણ નબળી બનાવવાના આ બધા સડેલી સામાજિક વ્યવસ્થાના પેતરા છે. જેનો ભોગ ઓ.બી.સી સમૂહ છે અને ઓ.બી.સી સમૂહનો ભોગ દલિત બને છે. હકીકતમાં બંને સમૂહને કોઈએ કોઈ પાસેથી કઈ એક બીજાનું પડાવી નથી લીધું કે નથી પડાવી લેવાનું. અહીં નીચે સ્થાન પામીને દલિત અને દલિત આગળ વટ જમાવવા માટે ઓ.બી.સી પણ બીજાઓની બનાવાયેલી વ્યવસ્થાનો ભોગ માત્ર જ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

તમે ભણશો નહિ, જ્યાં છો ત્યાંથી આગળ આવશો નહિ અને જુવાનીયાઓને કોઈની વ્યવસ્થાનો હાથો બનવા દેશો તો નુકસાન આખા સમાજનું જ છે. દલિતો તો વર્ષોથી અનેક પડાવ ઉપર બચાવ કરી કરી ને પાકટ અને વધુ ને વધુ મજબૂત અને સંગઠિત થતા જાય છે, તમે બિનજરૂરી વટ ખાતર જ્યાં છો ત્યાં ટકવું મુશ્કેલ બનાવી રહ્યા છો.

સુધારાવાદી વિચારસરણી અપાવે એવા રોલ મોડેલની જરૂર છે. મનુ મહારાજની સ્મૃતિઓ રોલ મોડેલ તરીકે નહિ ચાલે હવે. જ્યોતિબા ફૂલે તમારી ધરોહર છે. આટલા વર્ષો પહેલા એમની વિચારસરણી શું હતી એ તપાસો અને અત્યારે એમની પ્રજા ક્યાં જઈ રહી છે એ શોધો. કોઈની લીટી ભલે લાંબી થાય, આપણી લીટી સૌથી લાંબી કેવી રીતે કરવી એ શોધવામાં પ્રગતિ છે. કોઈની લીટી ભૂંસવામાં નથી. આ વાત બહુ સામાન્ય છે પણ જ્યોતિરાવ ફુલે અને ડો. બાબાસાહેબ આંબેડકરને વાંચીશું તો સમજાશે કે એમણે તો બધાની લીટીને લાંબી કરવા સમાજનો તિરસ્કાર વેઠ્યો છે, કોઈ ની ભૂસવા કે ટૂંકી કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો જ નથી ક્યારેય.

Author – Jitendra Vaghela

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.