જાણો કોલેજીયમ કાઢવાનો પ્રયત્ન સુપ્રીમ કોર્ટના જજોએ કેવી રીતે નિષ્ફળ બનાવ્યો?

આર્ટિકલ 124 મુજબ નન્યાયાધીશોની સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ન્યાયાધીશની નિમણુંક માટે ની લાયકાત માં પણ એક પ્રશ્નચિહ્ન રૂપી એક વસ્તુ છે રાષ્ટ્રપતિ ના મતે તે કાયદાનો નિષ્ણાત હોય તો પણ તેને સર્વોચય ન્યાયાલય ના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરી શકાય.
સુપ્રીમ કોર્ટ પોતે એક નજીરી અદાલત છે એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ ચુકાદા બંધારણના આર્ટિકલ ને સમાન ગણવામાં આવશે.
આઝાદી પછી એટલે 1950 થી 1993 સુધી સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીસની નિમણુંકની પ્રક્રિયાને કોઈ નામ નહતું આપવામાં આવ્યું પછી 1993ના સુપ્રીમ કોર્ટ ઓફ એડવોકેટ vs યુનિયન ઓફ ઇન્ડિયા ના કેશમાં તે પ્રક્રિયાને કોલેજીયમ નામ આપવામાં આવ્યું. પદ્ધતિ જૂની પણ નામ નવું.
પેહલા કોલેજીયમ પદ્ધતિમાં 1 ચીફ જસ્ટિસ અને 2 વરિષ્ઠ જજ નો સમાવેશ થતો હતો.1993 સુધી. ત્યાર બાદ 1998માં તેમાં સુધારો કરી 1 ચીફ જસ્ટિસ અને 4 અન્ય વરિષ્ઠ જજ દ્વારા નક્કી કરવામાં આવશે.
કોલેજીયમ પદ્ધતિમાં રહેલા એક લૂપ હોલ નો ઉપયોગ એટલે કે માત્ર ચાલુ સર્વોચ્ચ અદાલત ના જજો દ્વાર નવા જજોની નિમણુંક કરવામાં આવે છે તેમાં તેમના સંબંધી લોકોની નિમણુંક કરવામાં આવે છે. આ નિમણુંકમાં કોઈ પ્રકારની પારદર્શિતા નથી હોતી.
2014માં બીજેપી ની સરકાર આવાની સાથે તેણે ન્યાયતંત્ર માં છેડછાડ કરવાના હેતુ થી 99માં બંધારણીય સુધરાથી NJAC ને અમલમાં લાવવામાં આવ્યું.
NJAC – National Judicial Appointments Commission
આ કમિશનમાં કુલ 6 લોકો હતા
1 ચીફ જુસ્ટિસ ઓફ ઇન્ડિયા
2 બે સિનિયર જજ સર્વોચ્ચ ન્યાયલયના
3 યુનિયન લૉ મિનિસ્ટર
- બે નિયુક્ત લોકો
નિયુક્ત લોકો પ્રધાનમંત્રી, ચીફ જસ્ટિસ અને વિરોધ પક્ષના નેતા દ્વારા નીમવામાં આવે છે.
NJAC માં આર્ટિકલ 50 નું ઉલ્લંઘન થતું હોવાથી રદ કરવામાં આવ્યો. આર્ટિકલ 50 મુજબ ન્યાયતંત્ર અને કારોબારી બંને અલગ અલગ રહેશે પરંતુ NJAC માં પ્રધાનમંત્રી અને યુનિઅન લો મિનિસ્ટર આવતા હોવાથી કારોબારી નો ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ થતો હોવાથી તેને રદ કરવામાં આવ્યો.
ત્યાર બાદ ફરી કોલેજીયમ સિસ્ટમ લાગુ કરવામાં આવ્યું. જેમ સરકાર બદ ઈરાદા સાથે NJAC લાવી શકે છે એમ સારો અને પારદર્શક કાયદો પણ લાવી શકે છે. કે જેના દ્વારા એક જાતિનો પ્રભાવ ન્યાયતંત્રમાંથી ઓછો કરી શકાય. અને લાયકાત ને મહત્વ આપવામાં આવે.
– કૌશલ અસોડિયા
Nice Information.
આ પણ વાંચવા વિનંતી.
http://www.sharuaat.com/what-is-collegium-why-there-is-outrage-against-collegium/
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો