ખોટી કહેવત | “ગામ હોય ત્યાં ઢેડવાડો હોય” જાણો સાચી કહેવત કઈ?

Wjatsapp
Telegram

આજે પ્રફુલ પંડ્યા નામના જ્યોતિષીએ એક ટીવી ડિબેટ દરમ્યાન એમ કહ્યું કે, “ગામ હોય ત્યાં ઢેડવાડો હોય” અને પછી વિવાદ વધતા તેમણે માંફી માંગી છે. જો કે આ પહેલા ઘણા લોકો જાહેરમાં બોલી ગયા છે અને પછી વિવાદ થતાં માંફી માંગેલી છે.

આ વાક્ય મોટેભાગે હિંદુઓ દ્વારા બોલાય છે અને જે દર્શાવે છે કે ગામ હોય ત્યાં હિંદુઓ જેને “ઢેડ” ગણે છે તે અસ્પૃશ્ય લોકોની વસ્તી હોય છે અને તે ખરાબ હાલતમાં રહેતા હોય છે.

જે ખોટી કહેવત છે.
તમે અમેરિકા જાવ, UK જાવ, રશિયા જાવ, ચાઈના જાવ અને તેમના ગામડા ચકાસો તો ત્યાં ગામ હોય ત્યાં અસ્પૃસ્યોની વસ્તી નથી હોતી. ગામની અંદર કોઈને અસ્પૃસ્ય જાહેર કરવામાં નથી આવતા. કોઈ જાતિગત ભેદભાવ ભારત સિવાયના દેશોમાં, હિંદુ ધર્મ સિવાયના ધર્મમાં કરવામાં નથી આવતો.

એટલે,
સાચી કહેવત એમ છે કે,
“હિંદુઓનું ગામ હોય ત્યાં ઢેડવાડો હોય”
જો હિંદુ ગામ ના હોય તો ત્યાં કોઈ કોઈને ઢેડ કહેતું નથી અને ત્યાં ઢેડવાડો હોતો નથી.

કારણ કે,
પોતાના જ ધર્મના માણસને બીજાથી ઊંચા અને નીચા સમજવાનું નીચ, અધમ શિક્ષણ હિંદુ ધર્મ ગ્રંથો સિવાય બીજા કોઈ ધર્મ ગ્રંથો શીખવડતા નથી.

હિંદુઓ માટે આ કહેવત કલંક છે પણ તેઓ સહજતા બોલી નાંખે છે. પોતાના ધર્મ પર, પોતાના જાતિવાદ પર જરાય શરમ અનુભવતા નથી અને ગામની અંદર અલગ પાડેલી વસ્તીને પોતાનામાં ભળવા દેવા પ્રયત્નો કરતાં નથી. જો તેઓ આવું કરે તો તેઓ હિંદુ રહેતા નથી. કારણ કે હિંદુ ધર્મનો પાયો જ ઊંચ નીચ છે, વર્ણ વ્યવસ્થા છે, જાતિ વ્યવસ્થા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

એટલે અસલી કહેવત આ છે,
“હિંદુ ગામ હોય ત્યાં ઢેડવાડો હોય. હિંદુ ગામ ના હોય ત્યાં બધા એકસરખા, એકસમાન માણસો હોય.”

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

8 Responses

 1. Mahendra Bauddha says:

  આટલું બધું જાણતા હોવા છતાં કે હિન્દુ ધર્મમાં નરી અસમાનતા અને ભેદભાવ છે છતાં લોકો કેમ પોતાની ગણતરી હિન્દુ ધર્મમાં કરાવે છે ?
  આર્ટિકલ લખનાર પણ પોતે હજું સુધી કેમ ગંદકી ભર્યા, અસમાનતા ભર્યા હિન્દૂ ધર્મમાં પોતાની ગણતરી કરાવે છે ?

  • Sharuaat says:

   આર્ટિકલ લખનારને હિંદુ ધર્મની પ્રેક્ટિસ કરતા ક્યારે જોયો? અણસમજુ બૌધ્ધઓને લીધે લોકો ધર્મ પરિવર્તન ના કરતા હોય એવું પણ બને. બૌધ્ધઓએ લોકોને બુદ્ધના વિચારો સમજાવવા જોઈએ. બુદ્ધે આ રીતે ટીકાઓ કરીને બૌદ્ધ નોહતા બનાવ્યા.

 2. Sanjay says:

  ગામ હોય ત્યાં ઢેડવાળો હોય
  આ વાતને પકડી ને અમે બેસી રહીયે છીએ કી સમાજ નું અપમાન કર્યું
  પણ થોડી આવડત હોય તો આજ વાક્ય ને બ્રાહ્મણો પર ફેંકી દો ઢેડ એટલે બ્રાહ્મણ પછી જુઓ શુ થાય છે
  કાયમ માટે કોઈ બ્રાહ્મણ ઢેડ નહિ બોલે

 3. Rakesh parmar says:

  થોડા થોડા સમય ના અંતર માં આવી નીચ માનસિકતા ધરાવતા ,ધર્મ ના નામે દેશ ને લૂંટતા લોકો આવું બોલી ને પછી માફી માગી લે છે. એમને હવે માફી નઈ મંગાવવાની એમને સજા જ થવી જોઈએ જો એક ને સજા થશે ને જેલ ભોગવશે તો બીજો બોલતા વિચાર કરશે.
  જય ભીમ નમો બુધ્ધાય🙏🙏

 4. Kalpit says:

  આ લોકો પ્લાનિંગ પૂર્વક બોલવું હોય તે જાહેરમાં લોકોને ભડકાવી અને બોલી લે છે પછી માફી માગીલે આવું હોવી થવા નથી દેવાનું .
  તેમાં માટે એ પછી સ્વામીનો નારાયણ હોય કે બીજો કોઈ એને છોડવો ના જોઈએ

 5. K.K.JADAV says:

  હલકી માનસિકતા ધરાવતા હિન્દુઓની હલકાઇ બતાવવાની સંસ્કારિતા છે !
  એમના વંશજો પણ આ જ
  હલકા સંસ્કાર ધરાવતા હતા તે વારસામાં ઉતર્યા વિના ના રહે તે નિર્વિવાદ સાબિતી આપે છે.
  જય ભીમ

 6. KIRIT PARMAR says:

  પહેલાં ફાવેતે નિવેદન કરો પછી માફી માંગી લો

  ઐકજાત નો શિરસ્તો બની ગયો હોય એમ તમને નથી લાગતું,
  ખુન કર્યા પછી પણે માફી માંગી લેવી જોઈએ કેમ સાચું છે કે નહીં ?

 7. Govind Maru says:

  અપમાનજનક શબ્દો બોલીને પછી એટ્રોસીટીમાંથી છુટવા માફી માંગવાનો શીરસ્તો થઈ ગયો છે. ક્યાં સુધી ચાલશે?

Leave a Reply

Your email address will not be published.