ગૌરીવ્રત અને બાળ વિવાહ | બાળવિવાહના દુષણને કારણે બાળકીઓ બાળવધુ, બાળમાતા અને બાળવિધવા બનતી.

ગોરમાના નામે રચાયેલી રચનામાં એક અઢારમી સદીમાં થઈ ગયેલા કવિ વલ્લભ ભટ્ટે બાળપત્ની ની દુર્દશા હદય દ્રાવક રીતે એક કાવ્યમાં કરી છે.
કન્યા આઠ વર્ષની હોય અને સાઠ વર્ષનો પતિ (ડોસો) હોય.
જેમાં ગોરમાને ઉદ્દેશીને કન્યાની વિહવળતા બહાર લાવતું કાવ્ય રચાયું છે.
ગોરમા સોળ વરસ પ્રત્યક્ષ કે, એને હેંસી થાય રે લોલ.
ગોરમા મ્હારા કાળા કેશ કે, એ આખો પળ્યો રે લોલ
ગોરમા હું થઈ જોબન વેશ કે, જન્મારો બળ્યો રે લોલ
ગોરમા રોજ બિછાવું પુષ્પ કે, એ દેખીને રૂએ રે લોલ
ગોરમા જણતા ન દીધી ફાંસી કે, વિખ દઈ મારવતી રે લોલ
ગોરમા પિયુજી સૂતા મરવા કે, જાણે થાઔ સતી રે લોલ
ગોરમા કરજોડી લાગુ પાય કે, દેજો સમરથ ધણી રે લોલ ,
એક એક કળી માં બાળપત્ની ની વેદના ને કવિ એ કંડારી છે. એક સોળ વરસ ની દીકરી ગોરમાને કહે છે મારે સોળ થયા અને વર ને ૮૦ થયા. મારો તો જન્મારો જ બળ્યો ને , આના કરતા તો મને જન્મ આપતા ને તરત જ ગળે ટુંપો આપીને કે ઝેર આપીને કેમ મારી ના નાખી?
મારી આ યુવાની ની ઉમરે જ મારા વર તો વૃદ્ધ થઇ ને ખાટલે મરવા પડ્યા છે, જાણે મને કહેતા હોય હવે મારી પાછળ સતી થવા ની તૈયારી કરો, મારે મરવાનો સમય આયો.
બાળવિવાહ ના દુષણ ને કારણે બાળકીઓ બાળવધુઓ, બાળમાતાઓ, અને બાળવિધવા બનતી.