બૌદ્ધ | ગૌતમ બુદ્ધ અને મહિલાઓ

પ્રાચીનકાળની સરખામણીમાં બુદ્ધકાળની સ્થિતિ ઘણી જ સારી હતી. ગૌતમ બુદ્ધના સમયમાં પુત્રી જન્મ આવકાર્ય હતો અને જેમને સંતાન ના હોય એવા દંપતી કન્યાને દત્તક લેતા એવા ઉલ્લેખ પણ જોવાં મળે છે.
ધમ્મપદના લખાણ મુજબ મિત્ર નામના બૌદ્ધ ઉપાસકે સાંવતી નામની કન્યાને દત્તક લીધી હતી.
બુદ્ધના સમયે સ્ત્રીઓ ધર્મનો ઉચ્ચતમ અભ્યાસ કરતી હતી એ પણ સાબિત થાય છે. તથાગત બુદ્ધે પ્રથમવાર મહાપ્રજાપતિને બૌદ્ધમઠમાં પ્રવેશ આપ્યો હતો અને ભિક્ષુણી સંઘની સ્થાપન થઈ હતી. આમ બુદ્ધ કાળમાં સ્ત્રીઓ શિક્ષિત હોવાનું નોંધાયેલ છે .
77 ભિક્ષુણીઓએ ધમ્મ શ્લોકોની રચના કરીને “થેરી ગાથા” નામનું સંકલન પ્રગટ કર્યું હતું.
એટલે કે સ્ત્રીઓની સ્થિતિ ઘણી મજબૂત હતી. પુરુષ સમોવડી બનાવવાનો ટ્રેન્ડ ચાલુ કરવાની જરૂર એટલે પડી કે સ્ત્રીઓ ઉપર બંધનનો ગાળીયો મજબૂત થતો ગયો અને સ્ત્રીઓને પુરુષો દ્વારા જ ઘડાયેલા અન્યાયી નિયમોનો ભોગ બનવું ફરજીયાત થતું ગયું.