ગોપાલ ઈટાલિયાના ગુજરાતના એક સંપ્રદાય પર ગંભીર આક્ષેપ

વાતે વાતે ધાર્મિક લાગણી દુભાઈ ગયાના નાટક કરતા વેવલાઓમા સાંભળવાની હિંમત હોય તો જ આગળ વાંચજો નહીતર પછી ફરીયાદ નહી કરતા.
આપણી ધાર્મિક માન્યતા મુજબ આપણા પ્રસ્થાપિત પૌરાણિક ઈશ્વર તરીકે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીરામ, અને ભોળાનાથ મહાદેવ વગેરેના અસ્તિત્વ અને સર્વોપરિતાને શ્રદ્ધાથી સ્વિકારની પુજવાની બાબતમા કોઈ જ તર્ક, દલીલ, વૈજ્ઞાનિક અભિગમ વચ્ચે આવતુ જ નથી. શ્રીકૃષ્ણ કે શ્રીરામનુ અસ્તિત્વ તાર્કિક રીતે ખોટુ હોય તો પણ શ્રદ્ધાથી ફક્ત અને ફક્ત ઈશ્વરના પ્રસ્થાપિત સ્વરૂપને પુજવાનો અને સ્વિકારવાનો કોઈ વાંધો હોય જ નહી. પરંતુ વાંધો આપણા પ્રસ્થાપિત ઈશ્વરના નામે સંપ્રદાયો ખોલીને ઈશ્વરના એજન્ટ બનીને ફરતા ધર્મના ઠેકેદારોથી છે અને વિરોધ પણ એનો જ છે.
આજ તમને જણાવી જ દંઉ ગુજરાતમા ધર્મના નામે હિંદુમા એક આવો પણ સંપ્રદાય ચાલે છે.
આ સંપ્રદાયમા બીજા સંપ્રદાયોમા હોય એવી તમામ ધાર્મિક વિધિઓ, ધાર્મિક પ્રવૃતિઓ, કર્મકાંડ, શુ ખાવુ – શુ ન ખાવુ ના નિયમો, સભાઓ, પ્રવચનો, આશિર્વાદો, પુજા-પ્રાર્થનાઓ, જીવતેજીવ પુજાતા પરમપુજ્યો બધુ જ છે પણ એક બાબત સાવ અલગ અને ગંભીર છે.
આ સંપ્રદાયના અનુયાયીઓની ઘરની દિકરીઓ, વહુઓ, માતાઓ કે બહેનો સાથે સંપ્રદાયના પરમપુજ્યો ધર્મના નામે શારિરિક સબંધ રાખે છે.

આ સંપ્રદાયમા પરમપુજ્યો મહિલાઓનુ મોઢુ જોવે છે અને પરમપુજ્યોને મહિલાઓ દંડવત પ્રણામ કરીને પગે લાગે છે. સંપ્રદાયના પરમપુજ્યો દ્વારા મહિલાઓને એવુ સમજાવવામા આવેલ છે કે સંપ્રદાયના પરમપુજ્યો સાથે સેક્સ કરવાથી સાક્ષાત ઈશ્વરની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગ મળે છે. પરમપુજ્યોએ પોતાની હવસને ઈશ્વરના આદેશ અને શાસ્ત્રોની આજ્ઞાનુ સ્વરૂપ આપીને લોકોના મનમા ઉતારી દીધુ છે. આ પરમપુજ્યો પોતાને ઈશ્વરના સીધી લીટીના વારસદારો માને છે અને ઈશ્વરના વારસદારો તરીકે પોતાને જે મનફાવે તે કરવાની છુટ છે તેવુ એમના ભક્તોને પ્રવચન કરીને સમજાવે.
આ સંપ્રદાયના ખાનગી નિયમ મુજબ લગ્ન બાદ પહેલી રાતે પતિ સાથે સુવાના બદલે સ્ત્રીને પરમપુજ્યો સાથે પ્રસાદી સ્વરૂપે મોકલવામા આવે છે. અને પરમપુજ્યોની પ્રસાદી થયા પછી સ્ત્રી પોતાના પતિ પાસે જાય છે. (જો કે આ વિધી ફરજીયાત હોવા છ્તાય સમય પ્રમાણે સુધારો આવતા અનુયાયીની સ્વૈછિક મરજી ઉપર નિર્ભર છે).
આ સંપ્રદાયના વિવિધ ધાર્મિક ઉત્સવ આયોજનમા મહિલાઓ પોતાની પીઠ વધુમા વધુ ખુલ્લી (સેક્સી) દેખાય અને છાતી પણ ઉપસી આવેલી દેખાય એ રીતે તૈયાર થઈને જવાનુ હોય છે. આથી ઉત્સવમા આવેલી મનગમતી સ્ત્રી કે છોકરીને પરમપુજ્યો રૂમમા પ્રસાદી લેવા જાય. આ સંપ્રદાયના ધાર્મિક ઉત્સવોમા મહિલાઓ પણ મનમા એવુ વિચારીને જ તૈયાર થઈને જાય કે આજે તો પરમપુજ્ય મને પ્રસાદી આપવા લઈ જાય…અને એવી જ શ્રદ્ધાથી મહિલાઓ પરમપુજ્યોને દંડવત પ્રણામ કરે.
આ સંપ્રદાયના આશ્રિતો અને શ્રદ્ધાળુઓ પુરુષો પણ આ બધુ જ જાણે છે છતાય તેઓ મોક્ષ અને સ્વર્ગની લાલચે આ પ્રક્રિયાને જોયા કરે છે. જ્યારે આ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સંપ્રદાયના પરમપુજ્યો પોતાના ઘરે પધરામણીમા જાય ત્યારે ઘરધણી (યજમાન) દ્વારા જ તેમના ઘરે એક બેડરૂમ ફુલડા અને અત્તરથી સજાવવામા આવે છે અને જેના ઘરે પધરમણી હોય એ ઘરની જવાન દિકરી કે વહુ કે બહેનને પરમપુજ્ય સાથે રૂમમા આશિર્વાદ લેવા મોકલવામા આવે છે. પરમપુજ્ય સાથે બેડરૂમમા પ્રસાદી લેવા જવા માટે ઘરની ઘરડી અને વૃદ્ધ સ્ત્રિઓ (જે હવે પરમપુજ્યોના કામની નથી રહી તે) બીજી યુવાન મહિલાઓને પ્રસાદી લેવા બાબતે માનસિક રીતે તૈયાર કરે છે.
આ સિવાય સંપ્રદાયના મંદિરોમા અને ધાર્મિક ઉત્સવોમા પણ પરમપુજ્યો ને જે છોકરી કે સ્ત્રી ગમે તેને રૂમમા લઈ જવા માટેની વ્યવસ્થા હોય છે અને અમુક ઘરડી થઈ ગયેલી સ્ત્રીઓ નવી સ્ત્રીઓ અને છોકરીઓને પાપ-પુણ્યના ગણિત સમજાવીને ૨૫ થી ૩૦ વર્ષની મહિલાને ૫૦ વર્ષના પરમપુજ્યો માટે વ્યવસ્થા કરી આપે છે. ખાસ વાત એ છે કે પરમપુજ્યો ઘરડી કે કદરૂપી સ્ત્રીઓને આશિર્વાદ કે પ્રસાદી આપતા નથી.
સમાજના લોકોની શ્રીરામ, શ્રીકૃષ્ણ કે મહાદેવ સાથે જોડાયેલી આસ્થા અને શ્રદ્ધાનો દુરઉપયોગ કરીને પરમપુજ્યો દ્વારા આ બધુ જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યુ છે અને જે લોકોને આ બની બેઠેલા પરમપુજ્યોમા અત્યંત શ્રદ્ધા છે તે લોકો પોતાની યુવાન દિકરી ૬૫ વર્ષના પરમપુજ્ય સાથે રૂમમા મોકલવામા ગર્વ અને પુણ્યભાવ અનુભવે છે.

ઉપર લખેલી તમામ વાતો ૨૦૧૯મા પણ ચાલુ જ છે અને અનેક સાક્ષીઓ પણ છે પરંતુ કોઈ જાહેરમા બોલવા તૈયાર નથી. આ સંપ્રદાય વિરૂદ્ધમા પરમપુજ્યો દ્વારા મહિલાઓનુ શોષણ કરવાનો એક કેસ હાઈકોર્ટમાં થયેલ હતો અને સંપ્રદાય તેમજ પરમપુજ્યો હાઈકોર્ટમા ભુંડી રીતે કેસ હારી ગયા હોવા છ્તાય પણ આજે આ સંપ્રદાય ધમધોકાર ચાલે છે અને સગી મા ખુશી ખુશી પોતાની યુવાન દિકરીને ૬૫ વર્ષના પરમપુજ્ય સાથે પ્રસાદી લેવા મોકલે છે.
કથાકારો બાબતે મારો અંગત વિચાર ભલે ઘણો અલગ છે પરંતુ પુજ્ય મોરારીબાપુની વ્યથા અને વેદના સાચી છે. આજકાલ શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભોળાનાથ નામે જેમફાવે તેમ ચાલી રહ્યુ છે, ધર્મ સંસ્કૃતિના સંવર્ધક અને પ્રચાર્ક તરીકે બાપુને એની પિડા થાય તે સ્વાભાવિક છે. સંપ્રદાયો પોતાની પૈસા અને સેક્સની દુકાનો ચલાવવા પ્રસ્થાપિત ઈશ્વર અને સનાતન ધર્મની પથારી ફેરવી નાખી છે ત્યારે મોરારી બાપુની વેદના પણ સમજવા જેવી છે.
- હગોપાલભાઈ ઇટાલિયા
કેટલાય વર્ષોથી આ બધું ચાલતું આવ્યું છે તો મનમાં સવાલ ઉઠે છે કે ભગવાનનું અસ્તિત્વ છે કે નહિ
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો