રાજુલા દરિયાકાંઠે મેન્ગ્રુવ નિકંદન જાહેર હિતની અરજી, હાઈકોર્ટે દ્વારા મે માસ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો

Gujarat High Court
Wjatsapp
Telegram

રાજુલા તાલુકાના વિકટર ગામના સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી રજૂઆતો કરી હતી કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ખાનગી કંપનીઓ અને અન્ય ઈસમો દ્વારા મેન્ગ્રુવના વૃક્ષો‌નુ નિકંદન કરી નુકસાન કર્યું છે આ દરિયાઇ વનસ્પતિ દરિયાઇ જીવસૃષ્ટિ, પશુપાલકો તેમજ પશુ પક્ષી સહિત જીવો માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ ક્ષારનું પ્રમાણ આગળ વધતું અટકાવે છે આવી રીતે આ વનસ્પતિ  અનેક રીતે ઉપયોગી છે આ અરજીમાં અગાઉ સરકારી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો હતો પરંતુ અરજદારના વકીલ દ્વારા આ રિપોર્ટ સામે વાંધાઓ રજુ કર્યા હતા નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન ના સભ્યની નિમણૂક કરવા માટે અગાઉ આદેશ આપ્યો હતો જ્યારે ૧૦ મી મે ઓર્ડર કરતા ગુજરાત ઇકોલોજી કમીશનના નિષ્ણાંત સભ્યને આ અંગે મે માસ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે તેમજ વધુમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેન્ગ્રુવના છોડથી ૫૦ મીટર બફર ઝોન વિસ્તારમાં કોઈ પણ કંપની કે ખાનગી વ્યક્તિ બાંધકામ કે કોઈ પણ પ્રવૃત્તિ ના કરવી તેવો  આદેશ આપ્યો છે હવે આ જાહેર હિતની અરજીની વધુ સુનાવણી ૧૪ જૂન નિ રોજ યોજાશે.

AJAY SHIYAL official (ajayshiyal97@gmail.com)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

 1. Kristina says:

  I seriously love your site.. Great colors & theme.
  Did you build this web site yourself? Please reply
  back as I’m hoping to create my own personal site and would like to find
  out where you got this from or exactly what the theme is called.

  Appreciate it!

Leave a Reply

Your email address will not be published.