નફરતી વાઈરસ | PM નરેન્દ્ર મોદી પાસે મુસ્લિમોને કાપી નાખવા માટે મંજૂરી માંગનારની અટકાયત

Wjatsapp
Telegram

રાજસ્થાન, 27/05/2020.

તા.26/5/2020 ના રોજ પોલીસ અધિકારી (બૌલી પોલીસ સ્ટેશન, રાજસ્થાન) બ્રિજેશકુમાર મીણાને વિશ્વસનીય સુત્રો દ્વારા ધ્યાનમાં આવ્યું હતું કે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક/ટ્વિટર પર એક યુવક નામે કાલુરામ ગુર્જર દ્વારા પોતાના ફેસબુક/ટ્વિટર વોલ પર અભદ્ર-નફરતુક્ત કોમેન્ટ “ईद की मुबारकबाद देने के लिए आप को प्रधानमंत्री नही बनाया है। माननीय हिन्दुओ के लिए कुछ करो और इनको आज्ञा दो कि जहाँ मिले वही मुसलमानो को काट डालो (ગુજરાતી અર્થ : ઈદ ની મુબારકબાદ આપવા માટે તમને પ્રધાનમંત્રી નથી બનાવ્યા. માનનીય હિંદુઓ માટે કંઈક કરો અને તેમને છૂટ આપો કે જ્યાં મળે ત્યાં જ મુસલમાનોને કાપી નાખો)” વગેરે જેવી કોમેન્ટ કરેલ જોવા મળી હતી.

વધુ તપાસ કરવામાં આવતા પોલીસ દ્વારા ફેસબુક/ટ્વિટર ચેક કરાતાં, તા.25/05/2020 ના રોજ સવારે 6:59 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ ટ્વિટ “Eid Mubarak ! Greetings on Eid-Ul-Fitr. May this special occasion further the spirit of compassion, brotherhood and harmony. May everyone be healthy and prosperous” પર “Kaluram Gurjar @kaluram_torda” એ સવારે 7:01 વાગ્યે રીપ્લાય આપ્યો હતો તે જોવા મળ્યો હતો.

Kaluaram Gurjar’s reply on PM Modi’s tweet
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પોલીસે જણાવ્યુ હતું કે આ રીપ્લાય આરોપી કાલુરામ ગુર્જર દ્વારા જ લખવામાં આવ્યો હતો. આ રીપ્લાય મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો જેના દ્વારા મુસ્લિમ સમાજમાં ક્ષોભ ઉત્પન્ન થાય તથા મુસ્લિમ સમાજમાં રોષ પ્રસરે એવી પ્રબળ સંભાવના હતી. પોલીસ અધિકારીના કહેવા મુજબ આ રીપ્લાય જાણી જોઈને કરવામાં આવ્યો હતો તથા બે ધર્મ વચ્ચે દુષમનાવટ તેમજ વૈમનશ્ય ઉભુ કરી શાંતિ ડોહળાય તેવો પ્રયાસ કરાયો હતો.

ત્યારબાદ જરૂરી કાર્યવાહી આગળ વધારતાં આરોપી કાલુરામ ગુર્જર પર IPC 153 ક, 504, 505(2) તથા 67 આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આરોપી કાલુરામ ગુર્જરની ધરપકડ કરવાના નિર્દેશ અપાયા હતા. ત્યારબાદ નિર્દેશોને ધ્યાને લઈ તરત કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આરોપી કાલુરામ ગુર્જર (ઉંમર 29 વર્ષ, બાંસ ટોરડા નિવાસી) ને શોધીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી રહી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.