અંધેરી રાતમેં દિયા તેરે હાથમેં

અંધેરી રાત મેં, દિયા તેરે હાથ મેં.
3 એપ્રિલ 2020
10:40 am
મિત્રો,
થોડીક ધીરજ રાખો.
ભગવી આઈટી સેલના મેસેજ તમારા સુધી પહોંચતા જ હશે.
જેમ કે,
૧) 5 તારીખે ગ્રહોની આદર્શ સ્થિતિ.
૨) 5 તારીખે 9 વાગે સેંકડો વર્ષોમાં યોજાતો નક્ષત્રનો યોગ.
૩) 5 તારીખ 9 વાગે લાઈટ બંધ રાખવાના વૈજ્ઞાનિક કારણો.
૪) દીવો સળગાવવાથી કોરોના મારવાની વૈજ્ઞાનિક સાબીતીઓ
૫) મોદીજીનો માસ્ટરસ્ટ્રોક
૬) અન્ય દેશો આપણને ફોલો કરે છે તેવા મેસેજ
૭) ધાર્મિક ગ્રંથોમાંથી વાઈરસ સામે “દિવા ઉપચાર”
૮) દિવાના પ્રકાશના અભૂતપૂર્વ ફાયદાઓ (આ શોધાઈને ટૂંક સમયમાં તમારી રજૂ કરવામાં આવશે.)
૯) નાસાના વૈજ્ઞાનિકોનું ભારતના દિવાઓને સમર્થન
જેવા ફેક મેસેજ,
૨૨ માર્ચના દિવસે થાળી વગાડવા ફેલાવ્યા હતા એવાં જ ફેક મેસેજ આ 5 એપ્રિલની રાતે દિવા સળગાવવા માટે પણ ફેલાવવામાં આવશે. બસ! તમે ૨૨ માર્ચની જેમ તમારી જાહિલિયતનું વધારેમાં વધારે પ્રદર્શન કરી બેજવાબદાર સરકારને શાસન કરવામાં મદદ કરજો.
પણ મહેરબાની કરીને,
તમે ગરીબ, આદિવાસીની ભૂખ અને સડેલા અનાજ બાબતે કાંઈ ના પૂછતાં. કોરોના મહામારી વચ્ચે 90 ટન મેડિકલ ઈકવિપમેન્ટ વિદેશ મોકલી દીધા એના વિશે કાંઈ ના પૂછતાં. રોજ કોરોનાના ઓછા ટેસ્ટ કેમ થઈ રહ્યા છે? એના વિશે ન પૂછતાં.
– કૌશિક શરૂઆત