અફવા | જસ્ટિસ પારડીવાલાની બદલીની અફવા ઉડી, પણ ચીફ જસ્ટિસ વિક્રમનાથ અચાનક પાછા કેમ આવ્યા? લોકોમાં તર્ક-વિતર્ક.

Wjatsapp
Telegram

જજ_પારડીવાલા સાહેબની બદલી નહિ પણ રૂટિન (roster change) / બેન્ચ બદલાઈ છે !!

કોરોના સુઓમોટો કેસ ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે ફરીથી રોસ્ટર બદલાયો છે ત્યારે આ કેસ ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સાંભળવામાં આવશે અને આ બદલાયેલા રોસ્ટર પ્રમાણે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલા દ્વારા સાંભળવામાં આવશે.

ચીફ જસ્ટિસ લોકડાઉન દરમ્યાન અલ્હાબાદ ગયા હતા. તેમની ગેરહાજરીમાં જસ્ટિસ પારડીવાલા અને ઈલેશ વોરાએ કોરોના મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. બન્ને જજ સરકારની સ્વાસ્થ્ય સુવિધાઓ ચકાસવા સરપ્રાઈઝ વિઝિટ કરશે, તેવી જાહેરાત થઈ હતી. પણ અચાનક ચીફ જસ્ટિસ વિક્રમનાથ અલ્હાબાદથી પરત ફરતા બેન્ચ બદલાઈ ગઈ છે. હવે, જસ્ટિસ પારડીવાલા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથ કેસની સુનાવણી કરશે.

ચીફ જસ્ટિસ વિક્રમનાથ, કોરોના લોકડાઉનમાં જ્યારે પ્લેન, ટ્રેન સુવિધાઓ બંધ છે ત્યારે અલ્હાબાદ કેવી રીતે ગયા હતા? અને અલ્હાબાદથી અચાનક પાછા કેવી રીતે આવી ગયા? લોકોમાં તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ મુદ્દે અફવા બજાર ગરમ છે. જ્યાં સુધી વિશ્વનિય સુત્રોથી માહિતી ના મળે ત્યાં સુધી અફવાઓથી દૂર રહેવા અમે વાચકોને વિનંતી કરીએ છીએ.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.