કોળી પુત્ર ગૌતમ બુદ્ધના જીવન વિશે સંક્ષિપ્ત માહિતી

Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ઇ.સ. પૂર્વ 563માં તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ કોળી માતા મહામાયાની કુખે નેપાળના લુમ્બીનીમા થયો હતો. કોળીઓના સવજાતિ બધું કપિલવસ્તુ શાકયરાજા શુધોધન સાથે રાણી મહામાયાના લગ્ન થયા હતા. મહામાયાના અવસાન પછી રાજકુમાર સિદ્ધાર્થનો ઉછેર રાણી મહાપ્રજાપતિએ કર્યો. તથાગત બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ જ્યારે થોડા સમજણા થયા ત્યારે તેમના મનમાં એવો વિચાર આવ્યો કે યજ્ઞમા પ્રાણીઓની બલી આપવાથી માનવજાતિને સુખ કેવી રીતે મળે તેવો તેમને વિચાર આવતા અને સમય જતાં રાજકુમાર સિદ્ધાર્થના લગ્ન કોળીવંશ ની રાજકુમારી યશોધરા સાથે થયા અને પછી સિદ્ધાર્થને એક પુત્ર થયો જેનું નામ રાહુલ હતું. આજની પછાત ગણાતી જાતિઓ તે વખતે શાસન કરતી હતી જે સિંધુઘાટી અને મોહનજોદડોના ખોદકામ કરતી વખતે અવશેષો અને લખાણો તેના પુરાવા રજુ કરે છે સમગ્ર માનવ સમાજ માટે મહત્વની ઘટના બની રોહિણી નદીના એક કાંઠે શાકયવંશ અને બીજી બાજુ કોળીવંશના લોકો રહેતા હતા તે સમયે શાકયો અને કોળીઓ વચ્ચે ગેરસમજ થઇ અને લડાઇનું સ્વરૂપ ધારણ કરી લીધું તેના અનુસંધાનમા શાકયો દ્વારા સભા બોલવામાં આવી જેમાં રાજકુમાર સિદ્ધાર્થ પણ હાજર હતા. શાકયવંશના યુવાનો દ્વારા નક્કી કરવામા આવ્યું કે આ વખતે આરપારની લડાઇ કરી નાખીએ રાજકુમાર સિદ્ધાર્થએ લડાઇ કરવાની વાતનો વિરોધ કર્યો અને સમજાવ્યું કે કોઇપણ સમસ્યાનું નિવારણ લડાઇ કે ઝગડાથી આવશે તે શક્ય નથી. રાજકુમાર સિદ્ધાર્થએ કોળીવંશના લોકો સાથે વાત કરી સમસ્યા દૂર કરવાનું સમજાવ્યું પણ સંઘની ગણરાજ્ય પ્રથામાં સિદ્ધાર્થ હારી ગયા અને શાકયો દ્વારા ગૌતમની સામે ત્રણ શરત મુકવામાં આવી કે તમે દેશ નિકાલ થાવ, તમારો પરિવાર રાજગાદી છોડે અને તમે પરિવાજક બનો. એટલે સિદ્ધાર્થએ નિર્ણય લીધો કે મારા કારણે આખા પરિવારને દુઃખી થવાની જરૂર નથી પણ હું એવું કરીશ કે આખી દુનિયા સત્યના માર્ગ ઉપર આવે એટલે હું પરિવાજક બનું છું ત્યારબાદ પોતાના ઘરે જઇને માતા-પિતાને મળી ઘર છોડવા માટે રજા માંગી ત્યારબાદ રાજકુમાર સિદ્ધાર્થ પોતાની પત્ની યશોધરા પાસે અને પોતાના નિર્ણય વિશે જાણ કરે છે પોતાને કોઇપણ પકારનું દુઃખ ન હોવા છતાં તે સમગ્ર માનવસમાજના દુઃખોને દુર કરવા અને સંસારને નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા હેતુથી તે ઘર છોડે છે કોઈપણ પકારના સાધન સંપત્તિ વિના નીકળી પડ્યા તે વખતે તેમની ઉમર 29 વર્ષની હતી તે વખતના મુનિ અને પંડિતોને મળ્યા. આનારકાલાર, અષિતમુનિ, ભગુ ઋષિ વગેરેને મળ્યા, કઠિન તપ કર્યા શરીરમા, હાડ અને માસ રહ્યા નહીં ત્યાં સુધી કઠોર સાધના કરી, દેશના વિવિધ સ્થળોની મુલાકાત લઇને જ્ઞાન મેળવાના પ્રયત્નો કર્યા.

“સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓ” પુસ્તક ખરીદવા માટે ફોટો પર ટચ કરો

આજથી 2900 વર્ષ પહેલાં એટલે કે ઇ.સ પૂર્વે 882માં પ્રથમ મનુએ ત્રણ વર્ણની રચના કરી હતી. બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને ભારતની મૂળજાતિને ચાંડાલની ઉપાધિ આપવામાં આવી એટલે મૂળનીવાસીઓની આ ઉપાધિ સામે તથાગત ગૌતમ બુદ્ધ દ્વારા બળવો પોકારવામાં આવ્યો. ભારતમા યજ્ઞોના નામે, કર્મકાંડના નામે, દેવી-દેવતા,હવનો, દોર-ધાગા જેવી અંધશ્રદ્ધા ચાલતી હતી જે અંધશ્રદ્ધા એટલે સુધી વધી હતી કે તેને રોકવા માટે કોઇ ઉપાય દેખાતો નહતો ત્યારે અંધશ્રદ્ધા નાબૂદ કરી માનવ માનવ એક સમાન હોવા જોઈએ તેવો સંદેશો દુનિયાને તથાગત બુદ્ધએ આપ્યો બુદ્ધએ કહ્યું કોઇપણ કાર્ય છે તો તેનું કારણ છે અને કારણ છે તો કાર્ય છે તથાગત બુદ્ધ દ્વારા ભીખુસંઘની સ્થાપના કરી અને 360 પ્રચારકો બનાવવામાં આવ્યા. ભારતમાં 40 વર્ષ દરમ્યાન 84 હજાર ઉપદેશો આપ્યા એ ઉપદેશો એટલે ત્રિપીટક બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ પછી રાજગૃહ પર્વત ઉપરથી સૌ પ્રથમ તેમના નગર કપિલવસ્તુમાં આસો મહિનાની અમાસના દિવસે પોતાના ઘરે પાછા આવ્યા તેની ખુશીમા નગરજનોએ દિવા કરી તેમને વધાવવામાં આવ્યા. એટલે તે સમયને દિપોત્સવ એટલે દીપાવલી. ઇ.સ પૂર્વે 483 કુશીનારમાં 80 વર્ષની ઉંમરે વૈશાખી પૂર્ણિમાના દિવસે મહાપરિનિર્વાણ પામ્યા.વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. તથાગત ગૌતમ બુદ્ધનું જીવન માનવસમાજના માટે ત્રણ રીતે મહત્વનું છે જેને ત્રિશરણ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે

– રાહુલ બૌદ્ધ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.