કવિતા | કોરોના અને મજૂર

કરોના કાળનો શ્રમિક
તમે ચાલતા ક્યાં સુધી જઇ શકો?
તમે ભૂખ્યા પણ ક્યાં સુધી રહી શકો?
ખુદ દુનિયાના સર્જન હાર છો,
તમે ઘર વિહોણા ક્યાં સુધી રહી શકો?
તમે ચાલતા ક્યાં સુધી જઇ શકો?
તમે ભૂખ્યા પણ ક્યાં સુધી રહી શકો?
તમારો પરસેવો છે ખુદ એક સાગર,
અસ્વીકાર ગંગાનો, ક્યાં સુધી કરી શકો?
તમે ચાલતા ક્યાં સુધી જઇ શકો?
તમે ભૂખ્યા પણ ક્યાં સુધી રહી શકો?
જઠરાગ્નિ જાગશે જ્યારે પણ તારો,
ખુલશે ત્રીનેત્ર, બંધ પછી ક્યાં સુંધી કરી શકો?
તમે ચાલતા ક્યાં સુધી જઇ શકો?
તમે ભૂખ્યા પણ ક્યાં સુધી રહી શકો?
તારા સ્થાનો મુજ થકી છે આસમાન સુધી,
તારા નામે માણસ મરે તો , શ્રદ્ધા ક્યાં સુધી કરી શકો?
તમે ચાલતા ક્યાં સુધી જઇ શકો?
તમે ભૂખ્યા પણ ક્યાં સુધી રહી શકો?
કોરોના કાળમાં એક અંધ વ્યક્તિ ચાલતો પોતાના ઘરે પહોંચ્યો અને પૃથ્વીરાજે ધાર્મિક સ્થળનું સોનુ લોક હિતાર્થ વાપરવાના સમાચાર બાદ.