મહામાનવ આંબેડકર

Mahamanava Ambedakar
Wjatsapp
Telegram

“મહામાનવ આંબેડકર” ખુબ સરળ ભાષામાં લખાયેલું ડૉ. બાબાસાહેબનું જીવનચરિત્ર છે. કુલ ૨૪ પાનામાં ડૉ. બાબાસાહેબના જીવનથી લઇ નિર્વાણ સુધીની બધી અગત્યની ઘટનાઓ પ્રકરણ સ્વરૂપે આવરી લીધી છે. દરેક પ્રકરણમાં બાબાસાહેબનો એક ફોટો છે. જે વાચકને પુસ્તક સાથે જકડી રાખે છે. આ સિવાય ડૉ. બાબાસાહેબે આપણને આપેલી ૨૨ પ્રતિજ્ઞાઓ અને “બંધારણવાળો બાબો” આખું ગીત પણ સામેલ છે. આ પુસ્તકના લેખક ડૉ. કલ્પેશ વોરા આંબેડકર સાહિત્યના ખુબ અભ્યાસુ વ્યક્તિ છે. ત્રીજી આવૃત્તિમાં પ્રૂફ રીડીંગ શ્રી વજેસિંહ પારગીએ કર્યું છે.

ગત એપ્રિલ ૨૦૧૭માં, આ પુસ્તકની પ્રથમ આવૃત્તિની ૫,૦૦૦ નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી અને તરત જ બીજી ૧૦,૦૦૦ કોપીઓ છાપવાની ફરજ પડી હતી. આ ઓક્ટોબર ૨૦૧૭માં ત્રીજી આવૃત્તિમાં ૨૫,૦૦૦ નકલો છપાવતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. ફક્ત એક મહિનામાં લગભગ ૭૦૦૦ કોપીએ વેચાઈ ગઈ છે અને રોજેરોજ આ પુસ્તકની માંગણી વધી રહી છે.

“મહામાનવ આંબેડકર” પુસ્તક અમારા સંગઠન “નાગરિક નાગરિક અધિકાર અંદોલન” ધ્વારા પ્રકાશિત થનારું પહેલું પુસ્તક છે. અને ભવિષ્યમાં શાહુજી મહારાજ, મહારાજ સયાજીરાવ ગાયકવાડ, જ્યોતિબા ફૂલે, સરદાર પટેલ, ભગતસિંહ, સાંપ્રત  સમસ્યાઓ અને ઉકેલો, યુવાનોને લાગતાં વિષયો, શિક્ષણને  લગતા વિષયો, કાર્યકર્તા માર્ગદર્શીતા, વેગેરેના નાના અને માધ્યમ કદના પુસ્તકો છપાવી વિચારધારાને વેગવંતી બનાવવાનો, નાગરિકોને જાગરુક બનાવવાનો, અમારો મૂળ ઉદ્દેશ્ય છે.

છુટક કિંમત ૧૫ રૂપિયા અને ૫૦થી વધારે કોપીઓ માટે ૧૦ રૂપિયા પ્રતિ કોપી વેચાણમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકનો આશય ગુજરાતના ઘરે ઘરે ડૉ. બાબાસાહેબના વિચારોને પહોંચાડવાનો અને યુવાનો, બાળકો, મહિલાઓ, વૃધ્ધો એમ દરેકમાં જીજ્ઞાસા જગાડી, આંબેડકર સાહિત્ય લોકો વાંચતા થાય, તેવું કરવાં પ્રેરવાનો છે. કોઈ મીટીંગમાં, સોસાયટીમાં, ફળિયામાં, શાળામાં, કોલેજોમાં, સામાજિક પ્રસંગે, કોઈની સ્મૃતિપ્રસંગે, સમૂહલગ્નોત્સવ, લોકમેળા વખતે ભેટ આપવા માટેનું ખુબ સુંદર અને ઉપયોગી પુસ્તક છે. ૫૦૦૦ કે તેથી વધુ પુસ્તકો નોંધાવનાર વ્યક્તિ, સંસ્થાને એક આખું પાનું જાહેરાત માટે ફાળવવામાં આવશે. તેની સવિશેષ નોંધ લેવી.

ઓનલાઈન બુક સ્ટોર પરથી તમે પુસ્તકો ખરીદી શકશો.

http://www.sharuaat.com/bookstore/shop

કૌશિક પરમાર
નાગરિક નાગરિક અધિકાર અંદોલન
૮૧૪૧૧૯૧૩૧૧

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Zuulam karne wallo shea ziyada zuulmam shenwall ziyada Gunnegar hota he……jai bhim…B.V.Rathod.visavadar (Gir)sasan….

Leave a Reply

Your email address will not be published.