મોદીનું ભાષણ કાયદો નથી,વટહુકમથી ૩ કૃષિ કાનૂનો રદ કરો

તા. ૦૫-૦૬-૨૦૨૦ના રોજ અચાનક રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પડાવીને ત્રણ કૃષિ કાયદા કરવામાં આવ્યા હતા. સંસદમાં તો લગભગ ત્રણ મહિના પછી સપ્ટેમ્બર મહિનામાં પસાર થયા હતા. લોકસભાએ ૧૭ સપ્ટેમ્બર અને રાજ્યસભાએ ૨૦ સપ્ટેમ્બરના રોજ તે પસાર કર્યા હતા.
જે રસ્તે આવ્યા તે જ રસ્તે આ ત્રણ કાયદા રદ કરી શકાય છે. રાષ્ટ્રપતિ તે માટે વટહુકમ બહાર પાડે. સંસદ મળે તેની રાહ ત્યારે નહોતી જોઈ, તો અત્યારે શા માટે સંસદ મળે તેની રાહ જોવાની? ઈરાદો નેક હોય તો કામ રાતોરાત થઈ શકે છે. માત્ર એકેક લીટીના ત્રણ વટહુકમ જ બહાર પાડવાના છે.
કિસાન નેતાઓ સાચા એ વાતમાં છે કે કાનૂન રદ થાય પછી જ આંદોલન સમેટાય. નરેન્દ્ર મોદીનું ભાષણ એ કોઈ કાયદો નથી. અને હા, કિસાન નેતાઓને દેશના વડા પ્રધાનમાં વિશ્વાસ નથી. ક્યાંથી હોય, વારે વારે જૂઠું બોલનારમાં વિશ્વાસ કોણ મૂકે. મોદીના કાલના ભાષણમાં પણ કેટલાંક જુઠ્ઠાણાં તો છે જ.
- હેમંતકુમાર શાહ, તા.૨૦-૧૧-૨૦૨૧.