મૂવી રિવ્યૂ | દરેક ગુજરાતીએ જિંદગીમાં એકવાર “તમે કેવા?” ફિલ્મ અચૂક જોવી જોઈએ

“તમે કેવા ?” પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જેમાં ખરેખર સમાજની કડવી વાસ્તવિકતાનો પરિચય થાય છે.
લોકો જ્યારે તમને પુછે કે, “તમે કેવા ?” હ્યદયના ખુણે આમ ઝણઝણાટી ઉત્પન્ન થાય કે, આ શુ ? દરેક વખતે પોતાની જાતને સાબિત કરવાની.
ખરેખર આપણે ર૧મી સદીમાં તો આવી ગયા પણ માનસિકતા હજી પણ વર્ષો પુરાણી છે.
વર્ષો પહેલા એક રણબંકા મહામાનવ ડો. ભીમરાવ આંબેડકરે સંઘર્ષની પરાકાષ્ઠા બાદ હકો અપાવ્યા. પણ અફસોસ આજે પણ સમાજના લોકોને તેમનું નામ લેતાં શરમ આવે છે.

“તમે કેવા ?” ગુજરાતી ફિલ્મમાં વિશેષનું પાત્ર ખુબ જ પ્રંસશનિય છે. જ્યાં સુધી તમે બાબાસાહેબને વાંચ્યાં નથી ત્યાં સુધી તમે લોકો સાથે કોમ્પ્રોમાઇઝ જ કરશો. લોકો તમને કહેશે કે ભાઇ, હવે પહેલા જેવુ નથી. હવે સારૂ છે. તો તમે પણ કહેશો કે હા સાચે હવે બહુ સારૂ છે. પણ ભાઇ ગ્રાઉન્ડ ઉપર જોવો ગ્રામ્ય કક્ષાએ હજી પણ કેટલી જાતિવાદી માનસિકતા છે.
તમે બધા જાણો છો કે, શું સાચુ છે અને શું ખોટું. આમ છતાંય દુ:ખ સાથે કહેવુ પડે છે. સમાજના લોકો હંમેશા એવુ જ વિચારે છે કે મારે શું? આ જ વાત સમજવા જેવી છે જો દરેક વ્યક્તિ એવુ વિચારશે તો ?
કંઇ નહિ પણ નવરાશની પળોમાં સોરી નવરાશની નહિ પણ દલિત, વંચિત શોષિત સમાજે તો ફરજીયાત આ ફિલ્મ જોવી જોઇએ.
શહેરોમાં નોકરી માટે માણસ ના મળવાને કારણે લોકો તમને રાખી શકે છે. પરંતુ ગ્રામ્ય કક્ષાએ જાવો તો ખબર પડે.
ફિલ્મમાં વિશેષે પણ કિધુ છે, પ૦૦૦નું પેટ્રોલ નંખાવી ગાડી લઇને ગુજરાતનું એકપણ ગામ અસ્પૃશ્યતા મુક્ત હોય તે બતાવો.
આજના જમાનામાં સમાજના લોકો પોતાને જીવન જીવવાનો, શુટ-બુટમાં ફરવાનો હક્ક અપાવનાર બાબા સાહેબનું નામ લેતા શરમાય છે. અને બાબા સાહેબની વાત નિકળે તો પણ એમ કહે હા ખરેખર બહુ સારા હતા. માત્ર ૧૪ એપ્રિલે જ બાબા સાહેબને યાદ કરી અને જવાબદારી પુરી. ….. અફસોસ….
ખરેખર “તમે કેવા ?” ગુજરાતી ફિલ્મ જોવા જેવી છે.