લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?

Wjatsapp
Telegram

પોતે બળવું પડે તો જ પ્રકાશ આપી શકાય, એ જ્યોતિએ સિદ્ધ કર્યું.

સૂટ બુટ યુનિફોર્મમાં સજ્જ 15 વર્ષની અનેકો દીકરીઓને સોસાયટીના દરવાજે આવતી સ્કૂલ બસના પગથિયા સુધી પપ્પા પહોંચાડતા હોય છે. જયારે આ દીકરી 15 વર્ષ જેટલી માસુમ ઉંમરે મહેનતનો કોઈ પર્યાય નથી એવુ સાબિત કરી આપે છે.

એક સામાન્ય તકરાર, તકલીફ કે અણબનાવમાં સબંધોના મૂળિયાં ઊખડી પણ જતાં હોય છે, તો ક્યાંક એવા જ્યોતિ જેવા અનમોલ ઉદાહરણો મળે છે કે દીકરીઓ ઉપર ગૌરવ થઈ આવે એવું જ્યોતિનું ગૌરવશાળી કામ હંમેશા યાદ રહેવાનું.

આજે ૧૫ વર્ષની જ્યોતિ દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક દીકરીએ એની જવાબદારી અને પિતા પ્રત્યેની મમતાને સન્માનીય સ્થાને પહોંચાડી છે.

૧૨૦૦ કિલોમીટર દૂર રોટી રળવા આવેલા પિતા અને ૧૫ વર્ષની પુત્રી લોકડાઉનના કારણે કેટલાક દિવસો તો જ્યાં હતા ત્યાં સરકારના નિયમ મુજબ ગુજાર્યા.

“હિન્દૂ નારી – પતન અને ઉત્થાન” પુસ્તક ખરીદવા માટે ફોટો પર ક્લિક કરો

જમવાની તકલીફ પડવા લાગી પૈસા ખર્ચાઈને ખીસા ખાલી થવા જઇ રહ્યા હતા. લોકો ચાલતા પોતપોતાનાં વતન જવા નિકળી પડ્યા હતા. એના પિતાને અકસ્માત નડતાં ઘાયલ અવસ્થામાં હોવાથી બીજા મજૂરોની સાથે ચાલતા વતન જવા નીકળવા અસહાય હતા. આટલા બધા કિલોમીટર ચાલતા જવાની હિંમત કરી શકે એમ નહોતા. અને દીકરીને આટલા કિલોમીટર ચલાવવા માટે પિતાનું મન માનતું જ નહોતું.

ત્યાં જ્યોતિએ નક્કી કર્યું ૫૦૦ રૂપિયામાં ખરીદેલી સાયકલ લઈને ઘરે પહોંચી જવું, પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી, “આ કંઈ ૫ કિલોમીટર જેટલું અંતર નથી, ૧૨૦૦ કિલોમીટર છે, એમ સાયકલ લઈને ના જવાય”.

પણ આ લોખંડી જ્યોતિ એના પપ્પાને હિંમત આપીને જ રહી, થોડું સાયકલ ઉપર જઈશું , થોડું ચલાશે ત્યાં સુધી ચાલી શું. આમ કરતાં કરતાં પહોંચી જઈશું પણ ઘરે જવા નિકળી જઈએ.

આ ૧૫ વર્ષની વીરાંગનાએ પિતાને સાયકલની પાછળની સીટમાં બેસાડ્યા અને નિકડી પડી વતન ભણી, હિંમત અને શક્તિ તો જુઓ એની ૭ દિવસમાં ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપી ઘરે પહોંચી ગઈ. ( માહિતી કોઈ વિડીઓમાંથી )

સલામ છે, એની બહાદુરી ને, સલામ છે એની જવાબદારી નિભાવવાની ધગસ ને, માણસ એક વાર કઈક કરવા મનમાં ગાંઠ વાળી લે તો એ પૂરું કરતાં એને કોઈ તાકાત નથી રોકી શકતી એ આ આખા ભારતની લાડક્વાયી બની રહેલી જ્યોતિએ સાબિત કરી બતાવ્યું.
જ્યોતિ નું અજવાળું અમેરિકા સુધી પ્રસિદ્ધિ પામી રહ્યું છે. હમણાં અમેરિકાથી ઈવાંકા ટ્રમ્પે પણ ટ્વીટ કરી ને જ્યોતિને બિરદાવી છે, જ્યોતિ આંતરરાષ્ટ્રીય સાબાશી મેળવી રહી છે.

આ જ્યોતિએ “તું છોકરી છે, તારાથી આ ના થાય અને આમ ના કરાય” વાળી ગંઠિત માન્યાતાને કચકચાઈને થપ્પડ મારી છે.

જ્યોતિ માથી રિફલેક્ટ થઈને આવતો પ્રકાશ ક્યાંક એવી જગ્યાએ પડે અને “દીકરી એટલે જવાબદારી અને પારકી થાપણ” વાળી અંધકારમાં પડેલી માન્યતાઓને ખુલ્લી પાડે અને લોકોની આંખો ખોલી આપે તો ઘણું છે.
જ્યોતિનું આખું ગામ બોલતું હશે

“મ્હારી છોરી, છોરોં સે કમ હે કે ?”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

નારી શક્તિ જીંદાબાદ

– જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.