એ બિયું ટપકતાં તયણસો વિદ્યાર્થીઓમાંથી એક-બે બાળકની આંખો ખુલી જાય

૨૩/૬/૨૦૨૦, 12:46

અમે ગુજરાતી નેહારમેં (પ્રાથમિક શાળામાં ) છેક 1991 થી 1997 સુધી ભણ્યા. રોજ શાળામાં જઇએ. જૂની દેશી ઓરડાઓ વાળી નિશાળ. શિક્ષણ વિભાગમાં સ્ટાફ તરીકે અનેક શિક્ષકો આવ્યાં અને ગયા. અનેક હરકતો પણ જામી છે. જે આજે પણ એટલી જ નહિવત અને સાક્ષી પૂરે છે આ ઘટાદાર કણજી.
અમે શાળામાં નિયમિત રીતે જઇએ. ઘંટ તો વગાડવા અમે પડાપડી કરીએ. ઘણી વાર તો ઘંટ વગાડવાની લાલચે ઘરેથી ખાધા વગર જતા રહેતા. ઘણી વખત તો ઘંટ એકબીજાના હાથમાંથી ખુચાટી લેવામાં આવતો. આતો એક માત્ર ઝલક છે. પણ ઓબલા પીપળી, ક્બડી, ખો-ખો, ઝાલણીયું, ઉભલી બેઠલી રમતા. ઘણી વાર સ્પર્ધાઓમાં તાલુકા, જીલ્લા લેવલે પીગળી શાળાનાં જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ લાવતા એ અમારી બેચ મોનિટર તરીકે ત્રીજા ધોરણ થી સાતમા ધોરણ સુધી મને જ રાખતા. મને રાખતા એવું પણ નહીં, એટલું જ બાળક હોશિયાર હોય, ભણવામાં પાવરધુ હોય તો જ આ મોનિટર બની શકાય એ કામથી પ્રેરણા લઈ આજે પણ આપણે કોઈ પણ કાર્યમાં આગળ છીએ. જેથી તમારી ત્રેંવડતાને લીધે લોકોને જલન પણ થતી હોય છે.
અમારી શાળાના શિક્ષકોની વાત કરીએ તો ભરતસિંહ પુંજાભાઈ સોલંકી, રતનસિંહ જેણસિંહ સોલંકી, ફુલસિંહ દામસિંહ સોલંકી, રામભાઇ રયજીભાઈ સોલંકી, વાડીભાઈ ખાતુંભાઈ પારેખ, આ શિક્ષકો અમારાં મૂળ ગામનાં જેમાંથી આજે બે શિક્ષકો હયાત છે. અમૃતભાઈ પાટીલ, રેવસિંહ રાઠવા, ભારતીબેન પટેલ, નિર્મળાબેન પટેલ, આ ગુરુઓ સ્વર્ગવાસ છે. હાલ અજીતસિંહ ઉદેસિહ, રમેશભાઈ હરિજન, ચંદ્રસિંહ રામસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ બારોટ, ગબાભાઈ નાનાભાઈ વણકર, રેવાબેન, હાલ આ બધાજ શિક્ષકો હૈયાત છે જેમના હાથે અમે શિક્ષણ લીધું છે. આચાર્ય તરીકે ભા. પુ. સોલંકી, રતનસિંહ સોલંકી , ચંદ્રસિંહ આ આચાર્ય તરીકે રહી ચુક્યા છે જેમણે અનેક સેવાઓ આપી છે.
અમે પ્રાથમિક શાળાની સવાર ની પ્રાર્થના માં ભજન, ધૂન, ગીત, સમાચાર, સંવત, બધુ જ મેદાનમાં બધાં ની સમૂહ માં ગવળાવતા અમે એ ટીમ માં ખરા આ ભજન મા ફૂલસિંહ સાહેબ તબલાં વગાડે અમે કોંસિ વગાડીએ ,ચંદુલાલ વાજાપેટી વગાડે …. ઘૂઘરા પણ ખરા, ખંજરી અને તે પણ સંગીત ના શુરે પ્રાથઁના કરતા.
આ કણજી 50 વર્ષ પહેલાં ની છે અમે ચાલુ પ્રાથના માં ઉપર થી કણજી નું બિયુ ટપકે માથા માં પટ દેયન થાય ત્યારે અમે તયણસો વિદ્યાર્થીઓ ની આંખો બંધ હોય એ બિયુ ટપકતા એક બે બાળકો ની આખો ખુલી જાય .
ચોમાસા દરમિયાન ઘણાં બધા છોકરા ઓ ને કોવારો નેકરે , આ જ બિયૉ છોકરાં પોંચ વાગે નેહાર છૂટે એટલે દફતર માં વેણી લાવે જય જય ફોડકા થયા હોય તય એ બીયું કકરા પથરા ઉપર કસી ને ટેપ પોણી પાડી ને મલમ બનાવવાનો અને એ ચૉપડવા નું આવા તો કેટલાય છૉરો હોય બધો જ આ દવા તરીકે ઉપયોગ માં લેય એ કણજી આજેય ઉપયોગી બને છે પણ જે જાણે એના માટે બાકી તો પોણી નું નોઁમ ભૂ .
હુકા લીલી મલમ લગવાનો એટલે બીજે તિજ દાળે એ કરમય જાય તે સમયે ઝાઝા દવાખાના નહીં મોડ કોંનૉડ ગોમ મે ખરું ,અને યોગેશ પઁડયા નું દવાખાનું ખરું . આ કનજ આજે અનેક ને ઉગારનાર જીવત દાન બની છે જે મૂળ ઔષઘીય દવા માં ઉપયોગી બને છે તો એની સાથે આ અમારી શાળા માં લીમડા, આસોપાલવ, કરેણ પેલી ગોરસ આંબલી બધું જ બરાબર પણ એમાંથી આ જાણીતા ઝાડવાં એ માઝા મુકી છે અમારી સાથે ભણતા , આગળ પાછળ ભણતા એ બધા ભૂલી ગયા હશે પણ સાચી ઓળખ તો દોસ્તો આ છે એ બીજ થી મારો પણ પગ સાજો થયેલો છે એની સાક્ષી મારો પગ નહીં આ કણજી છે , આજેય શાળા નાં સંકુલ માં ઘેરી વનરાજી ,જાસુદ, લીમડા, કરણ, વેવ, ગુલાબ , ગલગોટા, સુર્ય મુખી બધુ જ બાગ માં છે ભર ઉનાળે પણ એની દેખ રેખ રાખવા માં આવે છે .
વિનોદ પગી જેવા આચાર્ય હોય ,તો ધુરંધર શિક્ષકો હોય એમને કેવૂજ ના પડે , એમની કામગીરી ને બિરદાવતા પગી સાહેબ ફીલ્ડ માં મુકાયા , નિવૃત્તિ ના અણસાર નજીક હોય એવા સમયે આચાર્ય તરીકે ચંદુલાલ સોલંકી હોય એમાં પણ એમની ઉંમર ને ધ્યાને લઈ અને નાદુરસ્ત તબિયત ના કારણે હવે યૂવાન ,ખમતીધર , બાહોસ નીડર એવા આચાર્ય આ શાળા ને મળ્યા છે તો જેની આ શાળા ને કાયમ માટે ખોટ વર્તાય છે એવા એક મૂલ્યવાન શિક્ષક જેમની કર્મ ભૂમિ, એજ જન્મ ભૂમિ આજદિન સુધી ઇશ્વર ની બિખ રાખીને સ્વૈચ્છીક કામ કરતા ,કામ કરાવે અને એ કામ આપણ ને દેખાય એવા પ્રામાણિક વ્યક્તિત્વ ધરાવનાર અજિતસિંહ યું સોલંકી હાલ અમારાં ગામ ની પંચાયત નું એક ગામ જે સાગાના મુવાડા જેમનું વતન એમની નીષ્ટા ને લોકો પચાવી ના શક્યા જેથી કેટલાંક રાજકીય અણછાજતા વ્યક્તિઓ એ આવા ઉત્તમ શિક્ષકો ની વિરોધ માં અરજી કરી હતી અને એ કારણે આજે સત્ય વ્યક્તિ ગામનાં વ્યક્તિ બાજુ નાં ભાખરી ની મુવાડી પ્રાથમિક શાળાની ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે પણ જેમને તેલ રેડાય છે એ યાદ રાખજો આવા વ્યક્તિઓ બહુ ઓછા છે અને તમે દુર ખસેડવા પ્રયત્ન કર્યો હતો પણ એજ તમારી પાસે હસે આ કુદરત નો ચમત્કાર છે ઇશ્ર્વર કોઈ ને છોડતો નથી.

✍️ વિજય વણકર “પ્રીત”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

Leave a Reply