“ઢબુડી માં” ને સત્યશોધક સભાનો ખુલ્લો પડકાર…

Wjatsapp
Telegram

ઠબુડી મા ચમત્કાર બતાવો. પડકાર ઝીલી લો મા.
વાતો નહિ નક્કર ચમત્કાર બતાવો અને
પત્રકારો ટીવી સામે લાખ્ખોના ઈનામ પણ જીતો.
બસ ગરીબોના પૈસા બચાવો.
માતા પૈસા આપે, માગે નહિ.
શ્રદ્ધાળુઓ છેતરાય નહિ તે સારું લોક જાગૃતિ અભિયાન.

જે લોકો ઠબૂડીથી છેતરાયા હોય તે પણ અમારો સંપર્ક કરી શકે છે.
સત્ય શોધક સભા સુરત, વિજ્ઞાન જાથા રાજકોટ, ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસિયેશન અમદાવાદ ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ગોધરા, પાટણ અંકલેશ્વર, મુંબઈ

“ઢબુડી માં” ને સત્યશોધક સભા નો ખુલ્લો પડકાર..

આજ રોજ તારીખ 18/8/2019 ને રવિવારે સાંજે 4 થી રાત્રે 10:00 કલાક સુધી રામજીની વાડી બુડીયા ગામ સચીન મગદલ્લા રોડ સુરત ખાતે ઢબુડી માતા ની સવારી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકોના દુઃખ દર્દો દૂર કરવા નો દાવો કરતા “ધમસી ઓડ” ધ. ર. ઓડ નામના વ્યક્તિને કોઈ ઢબુડીમાતા આવતા નથી.માથે ઓઢીને ધુણતા “ધમસી ઓડ” ધ. ર. ઓડ માતાજી ના આશીર્વાદ આપવાના બહાને લોકોનની ધાર્મિક લાગણી ની સાથે ચેડા કરી પૈસા કમાવાનો ધંધો શરૂ કરેલો છે. જો મોંઢું ઢાંકીને જ આશીર્વાદ શા માટે…?? ખુલ્લા મોઢે કેમ જવાબ આપતા નથી..

         ઢબુડી માતા ને નામે ધૂણતા ધ.ર. ઓડ ભાઈને સત્યશોધક સભા નો ખુલ્લો પડકાર છે કે તેઓ સત્યશોધક સભા-સુરત,વિજ્ઞાન જાથા -રાજકોટ અને ગુજરાત મુંબઈ એસોસિયન-મુંબઈ જેવી અંધશ્રદ્ધા નિવારણ સંસ્થાની સામે આવે અને પોતાને માતાજીની સવારી આવે તે સાબિત કરી બતાવે તો સંસ્થાઓ તેમનું વાજતેગાજતે વરઘોડો કાઢીને સન્માન કરીશું. જો માતાજી આવવા તૈયાર હોય તો કાર્યક્રમ નું તમામ આયોજન સત્યશોધક સભા કરી આપશે. અને જો માતાજી પડકાર ઝીલવા તૈયાર ન હોય તો સમજી શકાય છે કે માતાજીના નામે ઢોંગ કરી લોકોને અંધશ્રદ્ધામાં રાખવા માટે નાટક કરે છે લોકો ને નમ્ર અપીલ છે કે આવા ઢોંગી લોકોથી સાવધાન રહી અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં.

લિ…સત્ય શોધક સભા

સિદ્ધાર્થભાઈ દેગામી 94268 06446
મધુભાઈ કાકડીયા 98255 32234
પ્રેમભાઈ સુમેસરા 94261 84500
સુનિલ શાહ 94268 91670
જનક બાબરીયા 99747 75442

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. પરેશ અમીન says:

    ખૂબ જ સુંદર અને ઉમદા કાર્ય છે આપનું
    આપણે આ કારણે જ પાછળ છીએ.
    આપને અને આપની ટીમ ને દિલથી ધન્યવાદ

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *