ગોદી લેખકો કાળોતરા નાગ છે !

ગોદી લેખકો કાળોતરા નાગ છે !
ગુજરાતમાં ગોદી લેખકો અનેક છે અને વિચિત્ર પણ છે ! કેટલાંક ગોદી લેખકો વિચારોના વૃંદાવનમાં પ્રદૂષણ ફેલાવવાનું કામ કરે છે. કેટલાંક ગોદી લેખકો કટ્ટરવાદીઓની આરતી ઊતાર્યા કરે છે; હત્યારાઓને દેશભક્ત કહે છે ! કેટલાંક ગોદી લેખકો વિપક્ષને/તેના નેતાને ઊતારી પાડવાનું જ કામ કરે છે; ચારિત્ર્ય હનનનું કામ કરે છે ! કેટલાંક ગોદી લેખકો કાળોતરા નાગ જેવા છે; નફરતનું ઝેર ઓક્યા કરે છે !
2 માર્ચ 2021 ના રોજ એક ગોદી લેખકે ફેસબૂક ઉપર પોસ્ટ મૂકીને ભયંકર ઝેર ઓક્યું છે ! સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’એ કુલ 120 બેઠકોમાંથી 27 બેઠક કબજે કરી તેના કારણે આ ગોદી લેખક કહે છે કે “આ 27 બેઠકો મળી તે વિસ્તાર માનસિક પછાત જ્ઞાતિવાદી છે ! સસ્તી વીજળી જોઈતી હશે તો રુપટોપ સોલાર લગાવી લઈશું પણ તમારા જેવા લેભાગુઓને મત નહીં આપીએ ! દિલ્હી હુલ્લડો કરાવનાર અને ખુલ્લેઆમ હિન્દુઓને અન્યાય કરાવનાર કોમવાદી કેજરીવાલ તો હરગીઝ ન ખપે ! નકલી કિસાનોને ચડાવી તમે દિલ્હી સળગાવ્યું; શું ગુજરાતમાં આવું જ કરવું છે?”
સવાલ એ છે કે કોઈ લેખક ગોદી છે; તે કઈ રીતે ખબર પડે? જે લેખકો વડાપ્રધાન કે મુખ્યમંત્રીની વાહવાહી કર્યા કરતા હોય અને તેમને પ્રશ્ન પૂછતા ન હોય તેમજ વિપક્ષ/તેના નેતાની સતત ટીકા કરતા હોય; ચારિત્ર્ય હનન કરતા હોય; અપમાનજનક ભાષા વાપરતા હોય તે પાક્કા ગોદી લેખકો કહેવાય ! સુરતની આ 27 બેઠકોના મતદારો અગાઉ સત્તાપક્ષને મત આપતા હતા ત્યારે દેશભક્ત હતા અને હવે જ્ઞાતિવાદી થઈ ગયા? માનસિક પછાત થઈ ગયા? 120 બેઠકોમાંથી માત્ર 27 બેઠક વિપક્ષ લઈ જાય તો વાંધો શું છે? આટલું ઝેર ઓકવાનું કારણ શું છે? પેટમાં કેમ બળે છે? તમે જેને લેભાગુ કહો છો તે દિલ્હી રાજ્યની સરકાર ચલાવે છે; તો શું દિલ્હીના મતદારો લેભાગુ છે? જો કેજરીવાલ કોમવાદી હોય તો વડાપ્રધાન શું દેવદૂત છે? કેજરીવાલે દિલ્હીમાં હુલ્લડો કરાવ્યા હોય તો દિલ્હી પોલીસ તો કેન્દ્ર સરકાર હસ્તક છે; શામાટે કેજરીવાલને જેલમાં પૂરતી નથી? કેજરીવાલે નકલી કિસાનોને ચડાવી દિલ્હી સળગાવ્યું હોય તો એને દિલ્હી પોલીસ એરેસ્ટ કેમ કરતી નથી? 28 ફેબ્રુઆરી 2002 ના રોજ તત્કાલીન CM અને હાલના PMએ આખું ગુજરાત સળગાવી 2000 માણસોની હત્યાઓ કરાવેલ; આવું અમાનવીય/ધાતકી કામ કેજરીવાલે કરેલ છે? દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીને ભૂંડી રીતે પછાડી દીધા હતા એટલે કેજરીવાલ મફતિયો/અરાજક/ભાંગફોડિયો/લેભાગુ/હુલ્લડખોર/કોમવાદી બની જાય? ગોદી લેખકો કઈ ક્વોલિટીનો ગાંજો પીતા હશે?
- રમેશ સવાણી