કોરોનામાં કવિતા | અમે અને તમે !

Wjatsapp
Telegram

અમે અને તમે !

તમે કહ્યું,
વીસ સેકન્ડ હાથ ધુઓ તો રાષ્ટ્રપ્રેમી!
અમારી પાસે એટલું પાણી જ ક્યાં ?

તમે કહ્યું,
રાખો દો ગજ દુરિયાં તો રાષ્ટ્રપ્રેમી!
અમારું તો ઘર જ ચાર ગજનું !

તમે કહ્યુ,
ઇમ્યુનિટી વધારો તો રાષ્ટ્રપ્રેમી!
અમારે તો બે ટંકના ફાંફાં !

તમે કહ્યું,
ઘરમાં જ રહો તો રાષ્ટ્રપ્રેમી!
અમારું ઘર તો છેક વતનમાં !

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

તમે કહ્યું,
વોરીયર બનો તો રાષ્ટ્રપ્રેમી!
અથડાતા કુટાતા બની ગયા અમે તો ઘાયલ !

તમે કહ્યું,
લક્ષ્મણરેખામાં જ રહો તો રાષ્ટ્રપ્રેમી!
રેખામાં જ રહ્યા તો ભૂખે કર્યું અપહરણ !

– Gaurang Jani

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *